ઊંચકી લીધું અહમનું પિંજરું,
લ્યો, હવે હેઠું જ ક્યાં મુકાય છે?
હરેશ 'તથાગત'

શેરીનો રસ્તો – કૈલાસ પંડિત

આંખોથી નીકળી અને હોઠો સુધી ગયો,
ખોબો ભરી હું કોઈના ચ્હેરાને પી ગયો.

સરખા થવાની વાત તો આકાશમાં રહી,
ઊડતી લટોની સાથ હું ઊડી ઊડી ગયો.

ડૂબી રહેલો સૂર્ય મેં જોયો હશે ? હશે !
સમણાં લઈ હું કોઈના ખોળે સૂઈ ગયો.

ગુલમોર જોડે આંગળી રમતી રહી હજી,
તડકો ગલી-ગલીમાં ત્યાં ઊભો રહી ગયો.

અમથું જરીક બારણું ખુલ્લું થયું અને,
શેરીનો રસ્તો ઘર મહીં ટોળે વળી ગયો.

– કૈલાસ પંડિત

3 Comments »

  1. ધવલ said,

    February 3, 2014 @ 11:10 PM

    અમથું જરીક બારણું ખુલ્લું થયું અને,
    શેરીનો રસ્તો ઘર મહીં ટોળે વળી ગયો.

    – સરસ !

  2. વિવેક said,

    February 4, 2014 @ 12:44 AM

    મજાની ગઝલ… રમતિયાળ શેરો પણ વાત મજાની…

  3. jay said,

    February 11, 2014 @ 6:22 AM

    liked it ,,,

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment