એનું કારણ શું કે મન ઝંખે સતત વરસાદને
એનું કારણ શું કે મન છોલાય છે વરસાદમાં
– રમેશ પારેખ

ગઝલ – રઈશ મનીઆર

દીવાલ પર રહે બદલાતા રોજ શણગારો
છતાં રહે છે સદા કાળો એનો પડછાયો

ભૂલી રહ્યો છે ટકોરાની ભાષા ધીમે ધીમે
ઉદાસ રાતે નગરમધ્યે એક દરવાજો

નદીને આગવી રીતે સહુ પિછાણે છે
પહાડ, ખીણ, તળેટી અને આ મેદાનો

વિશાળતા વિશે જો મ્હેલની હું પૂછું છું
મળે જવાબ : અહીં આટલા છે દરવાનો

કબર ઉપર જો કદી ઘાસ લીલું ઊગે છે
એ રીતે લાશના ફૂટી પડે છે અરમાનો

‘રઈશ’ માણસોની વાત ત્યારે પૂછે છે
પડે છે રાત, ને પડછાયા છોડે સથવારો

– રઈશ મનીઆર

ઉમદા ગઝલ… એક-એક શેર પાણીદાર… અન્ય ગઝલકારોની જેમ સ્થિર થઈ જવાના બદલે રઈશભાઈની ગઝલો ઉત્તરોઉત્તર ઊર્ધ્વગતિ કરતી અનુભવાય છે એ ગુજરાતી ભાષાનું પરમ સૌભાગ્ય છે…

8 Comments »

  1. Rina said,

    February 6, 2014 @ 2:06 AM

    awesome….

  2. narendrasinh said,

    February 6, 2014 @ 3:28 AM

    કબર ઉપર જો કદી ઘાસ લીલું ઊગે છે
    એ રીતે લાશના ફૂટી પડે છે અરમાનો

    ‘રઈશ’ માણસોની વાત ત્યારે પૂછે છે
    પડે છે રાત, ને પડછાયા છોડે સથવારો અત્યન્ત સુન્દર

  3. સુનીલ શાહ said,

    February 6, 2014 @ 8:09 AM

    સાદ્યંત સુંદર ગઝલ..

  4. RASIKBHAI said,

    February 6, 2014 @ 9:08 AM

    રઇશ્ આવિ સુન્દર ગઝાલો લખતા રહો એવિ ખ્વાહિશ્.

  5. Rajendra karnik said,

    February 6, 2014 @ 9:45 AM

    કલ્પનાની સીમાઓ અપાર હોય છે, તેનો તાદ્શ નમુનો.

  6. Dhaval said,

    February 6, 2014 @ 9:54 PM

    નદીને આગવી રીતે સહુ પિછાણે છે
    પહાડ, ખીણ, તળેટી અને આ મેદાનો

    – સરસ !

  7. Chandresh Thakore said,

    February 7, 2014 @ 12:02 PM

    ખુબ સરસ્ રઈશભાઈ. …
    વિશાળતા વિશે જો મ્હેલની હું પૂછું છું
    મળે જવાબ : અહીં આટલા છે દરવાનો …… એ શેર સવિશેષ ગમ્યો.

  8. Harshad said,

    February 7, 2014 @ 8:40 PM

    Beautiful Raishbhai , Awesome!!!!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment