એમ યાદો ધસમસે,
જાહ્નવી ઉતરે, સખા !
ઊર્મિ

પડછાયો હતો – શૂન્ય પાલનપુરી

ડગલે પગલે ભવમાં હું જેનાથી ભરમાયો હતો,
કોને જઇ કહેવું કે એ મારો જ પડછાયો હતો ?

ભેદ અનહદનો મને ત્યારે જ સમજાયો હતો,
જે દિવસે હું કોઇની નજરોથી ઘેરાયો હતો.

નામ પર મારા કોઇ શરમાય એ એની કસૂર ?
હું વિના વાંકે જીવન આખું વગોવાયો હતો.

ખુદ ઉષા-સંધ્યા ન એનો દઇ શકી કોઇ જવાબ,
લોહીથી સૂરજનો પાલવ કેમ ખરડાયો હતો ?

તારી આંખોના ઇશારે મારી એકલતા ટળી,
ભરસભામાં હું નહિતર ખૂબ મૂંઝાયો હતો.

માફ કરજે થઇ શક્યું ના આપણું જગમાં મિલન,
ભીડ કૈં એવી હતી કે હું જ રઘવાયો હતો.

આ ગઝલ કેરી ઇમારત છે અડીખમ આજ પણ,
એના પાયે ‘શૂન્ય’ કેરો પ્રાણ પૂરાયો હતો.

12 Comments »

  1. ravindra Sankalia said,

    January 7, 2014 @ 6:52 AM

    ભીડ એવી હતી કે હુ જ રઘવાયો હતો એ પન્ક્તિ બહુ ગમી .

  2. P. P. M A N K A D said,

    January 7, 2014 @ 8:45 AM

    Very touching ghazal. Preserved carefully to read it time and again.

  3. perpoto said,

    January 7, 2014 @ 11:30 AM

    વાહ કવિ,ગઝલની ઇમારતે જીવી જવાનુ કૌવત દાખવે….

  4. Dhaval said,

    January 7, 2014 @ 10:07 PM

    આ ગઝલ કેરી ઇમારત છે અડીખમ આજ પણ,
    એના પાયે ‘શૂન્ય’ કેરો પ્રાણ પૂરાયો હતો.

    – સલામ !

  5. વિવેક said,

    January 8, 2014 @ 12:34 AM

    મજાની ગઝલ.. ફરી માણવી ગમી…

  6. Harshad said,

    January 8, 2014 @ 7:19 PM

    સુન્દર.

  7. Maheshchandra Naik (Canada) said,

    January 9, 2014 @ 12:11 AM

    સરસ ગઝલ……………..

  8. ketan narshana said,

    January 13, 2014 @ 9:37 AM

    નામ પર મારા કોઇ શરમાય એ એની કસૂર ?
    હું વિના વાંકે જીવન આખું વગોવાયો હતો.

    માફ કરજે થઇ શક્યું ના આપણું જગમાં મિલન,
    ભીડ કૈં એવી હતી કે હું જ રઘવાયો હતો.

    તમામ જવાબદારિ સ્વકાર્…….

    સુન્દર.

  9. La' Kant said,

    February 3, 2014 @ 11:41 PM

    વિવેક ભાઇની વાત :-“બધું જ ભ્રમ છે હું જાણું છું પણ મનાતું નથી, ના પ્રતિભાવમાઁ -“‘અભાસ’એજ સત્ય (જીવન)જાણ્યું અમે!
    —————————————————————–
    -અમે !
    છાયા અને પડછાયામાં જીવતા અમે!
    ‘અભાસ’એજ સત્ય (જીવન)જાણ્યું અમે!
    બાકી….પ્રલંબ પ્રતીક્ષા છે જીવન,‘કંઇક’!
    લાંબી મજલ કાપ્યા પછી જાણ્યું અમે!

    -લા’ કાન્ત / ૪.૨.૧૪

  10. La' Kant said,

    February 3, 2014 @ 11:42 PM

    વિવેક ભાઇની વાત :-“બધું જ ભ્રમ છે હું જાણું છું પણ મનાતું નથી, ના પ્રતિભાવમાઁ -“‘અભાસ’એજ સત્ય (જીવન)જાણ્યું અમે!
    —————————————————————–
    -અમે !
    છાયા અને પડછાયામાં જીવતા અમે!
    ‘અભાસ’એજ સત્ય (જીવન)જાણ્યું અમે!
    બાકી….પ્રલંબ પ્રતીક્ષા છે જીવન,‘કંઇક’!
    લાંબી મજલ કાપ્યા પછી જાણ્યું અમે!

    -લા’ કાન્ત / ૪.૨.૧૪,મન્ગળવાર્

  11. La' Kant said,

    February 3, 2014 @ 11:49 PM

    “ડગલે પગલે ભવમાં હું જેનાથી ભરમાયો હતો,
    કોને જઇ કહેવું કે એ મારો જ પડછાયો હતો ?”
    અને
    “તારી આંખોના ઇશારે મારી એકલતા ટળી,
    ભરસભામાં હું નહિતર ખૂબ મૂંઝાયો હતો.”

    પોતાને જ “ગુન્હેગાર્ ગણવુઁ ….પોતાને જ સમજણ ઓછી …એટલે મૂંઝવણ ?

    મનોવ્યથા
    ‘પ્રેમ’,-એક હૃદય-કારણની ઘટના સહજ ઘટી! ચુપકીદી કોર્યા કરે,
    ભીતરના કોલાહલો ,શબ્દ-અનભિવ્યક્તિથી આસપાસ વિસ્તર્યા કરે,
    હું રંગાતો-લેપાતો રહું,અશાંતિ,મનોવ્યથા,પીડા સાંકળ બાંધ્યા કરે!
    કેમ થશે? શું થશે? એવા અનેક સવાલો મને અને તેને મૂંજવ્યા કરે!

    –લા’ કાન્ત / મંગળવાર , ૪.૨.૧૪,

  12. HATIM K. THATHIA BAGASRAWALA said,

    March 31, 2015 @ 2:50 PM

    ષુન્ય નિઝલ મ કૈન કહેવનુ હોઇ નહિ.ક્ત વન્ચવનિ અને પચ્હિ આન્ખ બન્ધ કરિ ને વઆગ્લોવનિ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment