રટે છે નામ ઈશ્વરનું કરે છે પાઠ ગીતાના,
રહે છે કિંતુ જીવનમાં અસર એ કેટલા વરસો.
-કુતુબ ‘આઝાદ’

ગઝલ – મનોજ ખંડેરિયા

યાદ ભૂંસાતી રહી કે હું – ખબર પડતી નથી
જ્યોત બુઝાતી રહી કે હું – ખબર પડતી નથી

હું થતો ભરચક ફૂલોની સાવ વચ્ચેથી પસાર
મ્હેક વીંધાતી રહી કે હું – ખબર પડતી નથી

કૈં યુગોથી છું સફરમાં તોય પ્હોંચાયું નહીં
કેડી રોકાતી રહી કે હું – ખબર પડતી નથી

ક્યાં હવે પળને લીલીછમ રાખનારાં આંસુઓ
આંખ સુકાતી રહી કે હું – ખબર પડતી નથી

એક લક્કડખોદ ઘસતો ચાંચ સૂની સાંજ પર
ડાળ છોલાતી રહી કે હું – ખબર પડતી નથી

– મનોજ ખંડેરિયા

ગઝલના પહેલા શેરમાં બંને કડીમાં તથા પછીના બધા શેરના અંતે જે શબ્દાંશ, શબ્દ કે શબ્દસમૂહ પુનરાવર્તિત થાય એને “રદીફ” કહે છે, જેમ કે આ ગઝલમાં “રહી કે હું – ખબર પડતી નથી” રદીફ છે…

ગઝલમાં લાંબી રદીફ નિભાવવી આમેય કપરું કામ છે. મોટાભાગની ગઝલમાં આવી રદીફ લટકણિયું બનીને જ રહી જતી હોય છે. આવી લાંબી અને પ્રમાણમાં અટપટી રદીફ અદભુત રીતે નિભાવવી એ ખરા કવિકૌશલ્યની સાબિતી છે… માટે જ મ.ખ. ગુજરાતી ગઝલનું ગિરિશિખર ગણાય છે.

8 Comments »

  1. neha said,

    January 9, 2014 @ 1:18 AM

    વાહ જુનાગઢી કવિની સુન્દર રચના

  2. narendrasinh said,

    January 9, 2014 @ 3:30 AM

    અત્યન્ત સુન્દર મઝા નિ રચના ” બસ ખબર પડ્તેી નથેી”

  3. sushma said,

    January 9, 2014 @ 5:39 AM

    Loved reading it. Thanks for sharing ! I always love these two liners too ! ”પગમાં યદિ ન હોય જો સ્વપ્નોના પગરખાં,
    રસ્તા ઊઠીને બોલશે, વ્યવધાન બનીશું.

    વિવેક ટેલર ”

  4. સુનીલ શાહ said,

    January 9, 2014 @ 8:43 AM

    સુદર, રદીફની દૃષ્ટિએ પ્રયોગશીલ ગઝલ.

  5. perpoto said,

    January 9, 2014 @ 9:48 AM

    યાદો રહી કે
    તું ખબર પડતી નથી
    આથમતો હું

  6. rasikbhai said,

    January 9, 2014 @ 9:53 AM

    કયા શબ્દો વાપરુ સમજ નથિ પદ્દતિ સુન્દર ગઝલ ખુબ બહોત ખુબ્.

  7. Maheshchandra Naik (Canada) said,

    January 9, 2014 @ 12:56 PM

    સરસ ગઝલ અને રદીફ વિશેની માહિતી પણ જેને ખબર નહી હોય એને માટે ઉપયોગી બની રહે છે, આભાર્………………………………

  8. Harshad said,

    January 9, 2014 @ 6:47 PM

    Beautiful creation. Like it. Realy ‘khub j sundar’.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment