સાચો છું તો ય હું મને સાબિત નહીં કરું,
હું સત્યને એ રીતથી લજ્જિત નહીં કરું.
રઈશ મનીઆર

ફૂલોના ગજરા – યશવન્ત ત્રિવેદી

અરીસાની આંખોમાં ફૂલોના ગજરા.
દીવાલોમાં, દ્વારોમાં લો, આ દિશાઓમાં
મહેકી રહ્યા કોના ફૂલોના ગજરા ?

કોઈ સોનમછલી તરંગાય સરવર
નજર જાય તાણી અરીસાનું સરવર
તરંગો તરંગોમાં ફૂલોના ગજરા
ઢોળાય ગગનો ને ભીની હવાઓમાં
મહેકી રહ્યા કોના ફૂલોના ગજરા ?

નેણ વરસે ને ભીનાય કોરાં ને કોરાં
ચાંદરણાંનાં ચકલાંય ફોરાં ને ફોરાં
પલળેલી રાતોમાં ફૂલોના ગજરા
પોઢ્યાં કોણ ઓઢી અરીસાને આભે ?
ને મહેકી રહ્યા કોના ફૂલોના ગજરા ?

– યશવન્ત ત્રિવેદી

જરા અલગ જ ફ્લેવરનું ગીત… એક-એક કલ્પન પકડીને શાંતિથી વિચાર કરીએ એ પછી આખું ગીત મઘમઘ થતું અનુભવાય…

3 Comments »

  1. Chetna Bhatt said,

    January 10, 2014 @ 5:07 AM

    વાહ વાહ્..

  2. ધવલ said,

    January 10, 2014 @ 11:06 AM

    કોઈ સોનમછલી તરંગાય સરવર
    નજર જાય તાણી અરીસાનું સરવર
    તરંગો તરંગોમાં ફૂલોના ગજરા
    ઢોળાય ગગનો ને ભીની હવાઓમાં
    મહેકી રહ્યા કોના ફૂલોના ગજરા ?

    – સરસ !

  3. La' Kant said,

    February 12, 2014 @ 10:09 AM

    “મહેકી રહ્યા કોના ફૂલોના ગજરા ?”
    યાદ આવે: ” એવું ખરું કે મન મજામાં હોય તો ,સૂર્ય વધુ ચમકીલો લાગે! તડકો વધુ સોનેરી લાગે ”
    -લા’કાંત / ૧૨-૨-૧૪

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment