ખુશબૂ અડચણ વિના વહે છે બધે,
વહાલની વાત છે, પ્રચાર નથી.
વિવેક મનહર ટેલર

સવા-શેર : ૯ : મીંડું – મનહર મોદી

એક મીંડું અંદર બેઠું છે
એ આખી દુનિયાને તાગે.
-મનહર મોદી

લયસ્તરોની નવ વર્ષની અનવરત સફર અને ત્રણ હજાર પૉસ્ટની ઉજવણી નિમિત્તે એક-એકથી સવાયા સવા-શેર અહીં રજૂ થયા અને દરેક શેર પર અમે ચારેય સંપાદકોએ પોતપોતાની ટિપ્પણીઓ આપી… હવે આજે આ છેલ્લો સવા-શેર… પણ આ શેર વિશે અમે ચાર મિત્રો કશું નહીં બોલીએ…

લયસ્તરોના માનવંતા વાચકમિત્રોને આ શેર વાંચતી વખતે એમના ચિત્તતંત્રમાં કયા-કયા ભાવ જાગ્યા, આ શેરનું કઈ રીતે તેઓ પૃથક્કરણ કરે છે એ અમને પ્રતિભાવ તરીકે પાઠવવા માટે આમંત્રણ છે…

-ધવલ -વિવેક -તીર્થેશ -મોના
(ટીમ ‘લયસ્તરો’)

8 Comments »

  1. lata j hirani said,

    December 14, 2013 @ 3:29 AM

    કમાલનો શેર….

    અંદર બેઠેલું બ્રહ્માંડ જેનાથી આપણે સૌ અજાણ છીએ….

  2. lata j hirani said,

    December 14, 2013 @ 4:24 AM

    લયસ્તરોની ટીમને સો સલામ…..

  3. perpoto said,

    December 14, 2013 @ 8:57 AM

    મનહર મોદી-સાદા,સરળ પણ વેધક….

    તાગે ફોતરે
    ઝાડે બેઠો વાંદરો
    નકલ કરે

    મનહરભાઈને આ હાયકુ અર્પણ

  4. Chandresh Thakore said,

    December 14, 2013 @ 10:48 AM

    “ગાડા તળે કૂતરું ચાલે, મારે માથે ભાર” … મીંડાં વગર ૧ થી ૯ની કીંમત વધતી નથી જ. દુનિયા ભલે ને એના તાનમાં મસ્તાન હોય, મીંડું પોતાની કીંમત સમ્જીને મૂછે વળ દઈને દુનિયાની રમત જોઇ રહ્યું છે …

  5. સુરેશ જાની said,

    December 14, 2013 @ 5:38 PM

    ‘મીંડું’ શબ્દ વાપરીને મ.મો.એ કમાલ કરી દીધી છે. ‘તાગે’ શબ્દમાં પ્રેક્ષા તરફ નિર્દેશ લાગે છે.
    ———
    આપણું પાયાનું અસ્તિત્વ ‘શૂન્ય’ છે – એ અનુભૂતિ થાય ( ગનાન નહીં ! ) અને ‘વિચારક’ ભાવની જગ્યા ‘પ્રેક્ષક’ ભાવ લે – પછી બધી વાણી શમી જાય છે –
    એમ ત્યાં પહોંચેલા મહાન આત્માઓ જણાવે છે.

  6. ભૂપેન્દ્ર ગૌદાણા,વડોદરા said,

    December 15, 2013 @ 1:15 AM

    મીંડુ એટલે કે શુન્ય નો અર્થ અજ્ઞાન ? દુનિયાને તાગે એટલે શાશ્વત જ્ઞાનની આકાંક્ષા? અથવા ખાલી ચણો વાગે ઘણો એ અર્થમાં મિથ્યાડ્ંબરનું પ્રદર્શન? ખરેખરતો… સુરેશજાની એ કહ્યું જે વધુ યોગ્ય લાગે છે, તેમ જો ” આપણું પાયાનું અસ્તિત્વ ” શૂન્ય” છે એની અનુભૂતિ થાય, અને ” વિચારક”ભાવની જગ્યા “પ્રેક્ષક” ભાવ લે- પછી બધી વાણી ( ડહાપણ)ની શમી જાય. બસ એ કક્ષાએ પહોંચાય એટલી જીજીવિષા જાગવી જોઈએ! તાગવું શબ્દનો અર્થ “પરિક્ષા” કે “ચકાસવું” અર્થ માં લઈએ તો… ઈસુ એ ગૉડ ને પ્રાર્થના કરેલ એમ ” એમને માફ કરજે, એવો શું કરી રહ્યા છે એનું એમને જ્ઞાન નથી!!!” એમ કહી ને બેસી તો ન રહેવાય , પરંતુ “ઊંડા અંધારેથી પરમ તેજે લઈ જવા” ના પ્રયત્ન શરુ કરી દેવા જોઈએ, વધુ નુકશાન થાય કે કરે તે પહેલા!

  7. La' Kant said,

    December 16, 2013 @ 2:09 AM

    સુરેશ જાની said, / December 14, 2013 @ 5:38 pm / “એ અનુભૂતિ થાય “,…-આવા જ ‘કૈંક’ અર્થ-મર્મ ની વાતો… જીવન ના એક પડાવે …સહજ સ્વાભાવિક ….” એક મીંડું અંદર બેઠું છે “માં જે અભિપ્રેત છે …તે …” …પછી બધી વાણી ( ડહાપણ)ની શમી જાય. ” નો સ્ટેજ આવે એવી
    જીજીવિષા પણ ન જાગે ….. એ જ લક્શ્ય …સધાય સહજ … અપ્રયત્ન …તે સહી….

    ” હું ! ને, મારું કેન્દ્ર !

    “એને” શોધતા શોધતા અચાનક હુંજ મુજને જડી ગયો છું .
    મુજમાં સ્થિર થઇ ખુદનાજ મર્મસ્થાને કેન્દ્રમાં,ઠરી ગયો છું.
    આ”હું”, “હું છું” ના મોજાં…ધ્વનિ-આંદોલનોના ગેબી નાદ,
    ઊછળ્યા કરે છે,ગૂંજ્યા કરે છે ભીતર, વારંવાર ,લગાતાર .
    આ ગૂંજ…આ ઘૂમરાવ,…આ ઘંટારવ….ઓમકાર, વળે કરાર,
    ચકરાવે ચઢી ગયો છું, આ ગોળ ગોળ ચક્કર ચક્કર અપાર ,
    ઊંડે..ઓર.. ઊંડે..આ વમળમાં..વમળ..તેમાં વમળ,કમળ
    અહંના વળ ,જાણે ‘બ્લેક હોલ’નું તળ, જાણે એ સ્થિર પળ.
    ‘…અને પછી, ‘આ’ કે ‘તે’ ?ના વિકલ્પ પણ, આગળ પાછળ,
    મનની અંદર બંધાતી રહે, પળ-પળ , ‘હું’,’મારું’ની સાંકળ,
    તણખલા જ્યમ તણાયા કરું દિશાહીન સાવ વિકળ-આકળ ,
    ફૂલો,રંગો સુગંધો ને શીતળતા, કોમળ કળી પર ઝાકળ,
    કોણ જાણે આ લાંબી જીવન યાત્રા થાશે સફળ કે વિફળ?
    નિજમાં ઠરવું,કંઈ મળ્યું કે ના મળ્યું, શામાટે થાવું વિહ્વળ?
    પરમ આનંદની અનુભૂતિ,પછી કરવી શેની સખળ ડખળ?
    જોતા રહેવું, ગુજરતી પળ પછીની પળ, થઇ શાંત સરળ.

    -લા’કાંત / ૧૬-૧૨-૧૩

  8. harnish said,

    December 16, 2013 @ 10:29 AM

    હુ’ રોજ લયસ્તરો માણુ’ છુ’. ટિમને આભિન્;દન

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment