પૃષ્ઠે પૃષ્ઠે મળશે તમને,
સ્નેહ નથી સાંકળિયા જેવો.
સાહિલ

બોલ સખી – મુકેશ જોષી

બોલ સખી તારા હૈયામાં શોર થયો કે નહિ
કાલ સુધી તું લાગણીઓને પીંછા પીંછા કહેતી એ પીંછાઓમાં થી મોર થયો કે નહિ ?

રૂમાલમાં ચાંદો સંતાડે, ગાંઠો વાળે, પાછી છોડે એવા તારા મનને ક્યાંથી બાંધું
તું ના માને એ સાંજે હુ ફાટી ગયેલા અંધારાને પંપાળી ને દીવો લઈને સાંધુ
મારા ગઝલો વાંચી તારી રાજી થાતી રાતો વચ્ચે મુશાયરાનો દોર થયો કે નહિ ?

સ્મિત તણા પારેવા તું ઉડાવે એને આંખોના પિંજરમાં કોઈ કેદ કરી લે ચાહે
એમ સીવે તું હોઠ કે જાણે શબ્દો બધા ઠોઠ અને તું કરે સાથીયા નામ લઇ મનમાંહે
તને પૂછ્યા વિણ તારું હૈયું લઈને જે ભાગે એ છોને મનગમતો પણ ચોર થયો કે નહિ

– મુકેશ જોષી

4 Comments »

  1. perpoto said,

    November 24, 2013 @ 8:34 AM

    સુંદર કલ્પન… ફાટી ગયેલા અંધારાને દિવો લઇને સાધે..
    પ્રેમમાં ગળાબુડ કવિ , લવારે ચઢ્યો,કોણ પછી પકડી પાડે…

  2. Maheshchandra Naik (Canada) said,

    November 24, 2013 @ 5:21 PM

    કવિશ્રીની પ્રિયતમાને માટે સારી કલ્પના…………..

  3. Rushikesh Mesia said,

    November 25, 2013 @ 3:48 AM

    nice one

  4. Harshad Mistry said,

    November 25, 2013 @ 7:38 PM

    સુન્દર મઝાનુ કાવ્ય. ખુબ જ ગમ્યુ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment