શબદને હાથ ઝાલીને કલમ પલાણી છે મેં તો,
જીતી જવો છે મર્ત્યલોક, પણ સમય તો લાગશે!
- વિવેક મનહર ટેલર

અપેક્ષા – પન્ના નાયક

વાસંતી સવારે
પ્રફુલ્લિત ડેફોડિલ્સ લહેરાતાં હોય
અને
પંખીઓ કલ્લોલ કરતાં હોય
ત્યારે
બારીમાંથી પ્રવેશી
કુમળો તડકો
સંતાકૂકડી રમતો રમતો
મારી આંખ બંધ કરી દે
એમ જ નીરવ પગલે આવે
મૃત્યુ
અને…

-પન્ના નાયક

પન્ના નાયકનું આ નાનકડું અછાંદસ કાવ્ય અનુભૂતિના તાર-તાર રણઝણાવી દે એવું બળુકું છે… તડકા જેટલી નીરવતાથી બીજું કોણ આવી શકે? અને મૃત્યુ જો એ નીરવતાથી મળે તો…. જ્યાં કવયિત્રી અટકી જાય છે ત્યાં જ આપણે પણ અટકી જઈએ… ( તડકાના નિઃશબ્દ આગમનને આવી જ વેધકતાથી શેરમાં સમાવી લેતી જયંત પાઠકની આ ગઝલ પણ આ સાથે ફરી એકવાર માણવા જેવી છે).

5 Comments »

  1. pragnaju said,

    February 24, 2008 @ 10:01 AM

    સરળ-સીધુ છતાં સચોટ અછાંદસ -બધાની જ અપેક્ષા ! ખાસ કરીને જરા વ્યાધીથી પીડીત અમારા જેવાની અપેક્ષાને સુંદર વાચા આપી…
    યાદ આવી
    જીંદગી વીતી ભલે ધીમે ધીમે;
    મોતને રસ્તે ધસે છે જીંદગી!
    ક્યાં હશે ગંગોત્રી જીવનની,અહો !
    કયા સાગરમાં જઈ ઠરશે, કહો-
    ક્યાં સુધી વહેતું રહેશે આ ઝરણ?

  2. Pinki said,

    February 24, 2008 @ 10:38 AM

    અને ….. ?
    શાશ્વત,નીરવ શાંતિ ! !

  3. ધવલ said,

    February 24, 2008 @ 12:21 PM

    બહુ ઉત્તમ વાત… મૃત્યુનું પીંછ ફર્યુ ને જીવન મઘમઘી ઊઠ્યું… આ વાત આવે તો ઉ.ઠ.ની ગઝલ ( https://layastaro.com/?p=242 ) તો યાદ આવે જ …

  4. પંચમ શુક્લ said,

    February 27, 2008 @ 1:45 PM

    પન્નાબેનનું એક વધુ સુંદર કાવ્ય.

  5. kanchankumari parmar said,

    October 12, 2009 @ 4:10 AM

    આમ તુ દુર દુર ઉભો રહિ લુચુ હસ્યા કરે તે કેમ ચાલે? હુ તો થાકિ હારિ ક્યાર નિ તારિ વાટ જોતિ રહિ છુ ;કારણ તારો એક સહારો જ મને શાન્તિ નિ ઓર લૈ જશે……

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment