ગામ આખું ફર્યા એમ માની ‘નયન’
એનું ઘર આવવાનું આ ફળિયા પછી
નયન દેસાઈ

ગજરો – રમેશ પારેખ

(1)

ફૂલ –
તે વૃક્ષે પેટાવેલા દીવા છે
એ જોવા કે
સુગંધમાં ડૂબકી મારે એવા
કોણ મરજીવા છે !

(2)

ફૂલ કરશે કેટલો સ્વીકાર એનો
          શી ખબર ?
જીવનો ખોબો અમે
          અર્પણ કરીએ છીએ આઠે પ્રહર…

(3)

જે ખૂણે
ફૂલો વિનાનું પડ્યું હોય ફ્લાવરવાઝ
તે ખૂણો જ
ઘરનો સૌથી વધુ સુશોભિત હિસ્સો હોય છે !

(4)

ફૂલો તો છે
ગોદડી સાંધવા માટે
– સોયમાં દોરો પરોવવા મથતી
– ઝાંખુડી નજરવાળી
વૃદ્ધ મા જેવાં.
એને પરોવવો હોય છે
મનુષ્યમાં એક ધાગો
ને સાંધવી હોય છે
મનુષ્યની આંખોને
જે બોમ્બ ફૂટ્યા પછી ફાટી ને ફાટી રહી ગઈ છે
પરંતુ
વૃદ્ધ માની સોયમાં દોરો પરોવી આપે કોણ ?

– રમેશ પારેખ

ચાર જુદા જુદા ભાવ વાળા ‘ફૂલ’ વિષય પરના નાનાકડા, ફૂલ-શા કાવ્યનો સંપૂટ – એને તદ્દન ઉપયુક્ત નામ આપ્યું છે – ગજરો ! ત્રીજા કાવ્યમાં ફૂલ અને ફૂલદાની વિષે એક અલગ દૃષ્ટિકોણથી વાત કરી છે. બે દિવસ પર મૂકેલું ફૂલદાની કાવ્ય આ સંદર્ભમાં જોવા જેવું છે.

8 Comments »

  1. Pinki said,

    February 21, 2008 @ 5:22 AM

    શીર્ષક ચિત્તાકર્ષક …..!!

    જાણે ફૂલોના તમામ ભાવોને ગૂંથીને એક ગજરો બનાવ્યો…..!!

  2. વિવેક said,

    February 21, 2008 @ 7:42 AM

    મજાનાં લઘુકાવ્યો…. બધા જ ગમી જાય એવા છે પણ ચોથું કાવ્ય હચમચાવી ગયું….

  3. pragnaju said,

    February 21, 2008 @ 10:59 AM

    રમેશ, ભાગ જલદી ભાગ, કોરા કાગળમાં
    સમયનું ઝેર ચડ્યું છે, ઉતારવું પડશે.+
    લઘુ લઘુ ચારેય કાવ્યો ગમ્યાં
    તેમા આ વધુ ગમ્યું
    ફૂલ કરશે કેટલો સ્વીકાર એનો
    શી ખબર ?
    જીવનો ખોબો અમે
    અર્પણ કરીએ છીએ આઠે પ્રહર…
    … અને આ લીટી વાંચતા જ ગમગીની છવાઈ ગઈ
    વૃદ્ધ માની સોયમાં દોરો પરોવી આપે કોણ ?

  4. divya said,

    February 21, 2008 @ 12:43 PM

    રમેશ પારેખ – “અદભૂત” શબ્દનો પર્યાય છે.. ફક્ત નામ જ કાફી છે..

  5. Vijay Bhatt said,

    February 21, 2008 @ 3:49 PM

    Ramesh’s contribution deserves a Nobel prize. We, Gujaratis should make a movement to translate all of his works and let other language people enjoy his works and know that we have a poet of this level! I am sure, if he would have been an English language poet, he would have been recognized much more.
    ( To be honest I do not care for Nobel Prize for him, it is just a metaphor to show his importance. I am proud and happy that we have a poet like Ramesh in Gujarati )

  6. વિવેક said,

    February 22, 2008 @ 1:22 AM

    પ્રિય દિવ્યા અને વિજયભાઈ,

    આપ બંનેની વાત સાથે સહમત થવા સિવાય છૂટકો નથી… ર.પા. એ ર.પા. છે… આપણી ભાષાનો એ અનન્વય અલંકાર છે…

  7. MAYANK TRIVEDI SURAT said,

    February 24, 2008 @ 10:20 AM

    રપા એ રપા જ છૅ ચોથી રચના આંખો માં પાણી લાવી દીધા,WONDERFUL

  8. Nirlep Bhatt said,

    February 7, 2009 @ 1:00 PM

    missing u R.P…….u were the gem of the poet.most of ur creations are simply adorable.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment