ડાળીએથી એક ફૂલ ખરવાની ઘટના પણ, રમેશ
મૃત્યુના અહેસાસને પ્રસરાવી દે છે શ્વાસમાં
– રમેશ પારેખ

હજીયે આંખ શોધે છે – વારિજ લુહાર

હજીયે આંખ શોધે છે તરાપો રોજ પાણીમાં,
અને ડૂબી મરે છે કૈંક શ્વાસો રોજ પાણીમાં.

હવે વરસાદ આગાહી બનીને વસ્ત્ર ઉતારે,
અને લૂંટે તરસનો પણ મલાજો રોજ પાણીમાં.

વિખેરી મૌન વરસોનું કિનારે કોક તૂટે છે,
વમળ સાંભળે ભેદી અવાજો રોજ પાણીમાં.

નદી જો આંખ મીંચે તો ફરી દેખાય પરપોટા,
પવનની પણ કપાતી જાય પાંખો રોજ પાણીમાં.

વહે છે ખાનગી રીતે ભળે છે સાવ ખુલ્લામાં,
પછી કયા કારણે આવે ઉછાળો રોજ પાણીમાં ?

– વારિજ લુહાર

આંસુભીની આંખ દુખસાગરમાંથી પાર થવા સતત કોઈક સહારાની શોધમાં છે પણ આ આંસુમાં રોજ કંઈ કેટલી આશાઓ- કેટલા શ્વાસ ડૂબી મરે છે ! વરસાદની આગાહી તો હોય પણ નિર્વસ્ત્ર વરસાદ તરસનુંય માન ન રાખીને આવે જ નહીં એ કેવો અભિશાપ ! સરવાળે મજાની ગઝલ…

7 Comments »

  1. narendarsinh said,

    November 7, 2013 @ 3:04 AM

    અત્યન્ત સુન્દર રચના

  2. perpoto said,

    November 7, 2013 @ 9:19 AM

    આહા, શું વેદનાનુ ઝીણુ નક્શીકામ થયું છે…
    વારિજભાઇની વાહવાહ…

    મારુ તાજુ હાયગા/ફોટોકુ વારિજને અર્પણ…

    સહેજ ફુંકે
    વળી ગઇ દિશાઓ
    ખરેલાં પર્ણો

  3. rasikbhai said,

    November 7, 2013 @ 4:46 PM

    વારિજગ્ નિ કવિતા ઉપર વારિ વારિ જાવઉ..

  4. ravindra Sankalia said,

    November 8, 2013 @ 2:30 AM

    દુખમાથી છુટવા સહારો તો બધાજ શોધે પણ એ ન મળે ત્યરે કેવી વેદના થાય તે વ્યક્ત કરતી સવેદનશીલ ગઝલ આન્ખમા પાણી આવી જાય.

  5. Harshad Mistry said,

    November 12, 2013 @ 8:08 PM

    Vah Varijbhai,
    Gazal khub j gami. Bahut Khub!!

  6. La' Kant said,

    December 4, 2013 @ 6:42 AM

    ” હવે વરસાદ આગાહી બનીને વસ્ત્ર ઉતારે,
    અને લૂંટે તરસનો પણ મલાજો રોજ પાણીમાં.”
    ચોટ્દાર તણખા જેવી છાતીપાર વીંધી નાખે તેવી
    પ્રતિકાત્મક ખૂબજ અસરકારક રજુઆત
    -લા કાંત / ૪-૧૨-૧૩

  7. ધવલ said,

    December 4, 2013 @ 1:53 PM

    હવે વરસાદ આગાહી બનીને વસ્ત્ર ઉતારે,
    અને લૂંટે તરસનો પણ મલાજો રોજ પાણીમાં.

    -સરસ !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment