વૃક્ષ તો અફળાય સ્વાભાવિક રીતે,
આગ પેલા વાયરા પેટાવતા.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

છાતી ખોલી જોયું તો ? – ઉશનસ

છાતી ખોલી જોયું, મહીં ખીલા હતા !
યુગો પછી પણ એ ભીના-લીલા હતા !

ક્યાં સમયની છે જરા ઘા પર અસર ?
ત્યારે હતા એમ જ ખૂને ખીલ્યા હતા !

હચમચાવી જોયું તો હું ખુદ હાલ્યો !
એ થયા ક્યાં સ્હેજ પણ ઢીલા હતા ?

બ્હાર જોયું તોય ક્યાં છે ફેર કંઈ ?
એ જ ગાડરિયા પુરાણા સિલસિલા હતા.

કંઈક બદલાયું હશે, પણ તે ન મન;
ઊલટું ઊંડા ગયેલા ઊતરી ચીલા હતા !

આજેય ખીલા એ જ હાથે છે ઉગામ્યા;
ક્યાં છે પરંતુ છાતી જેણે ઘાવ એ ઝીલ્યા હતા ?

– ઉશનસ

4 Comments »

  1. Pinki said,

    February 15, 2008 @ 2:09 AM

    છાતી ખોલી જોયું, મહીં ખીલા હતા !
    યુગો પછી પણ એ ભીના-લીલા હતા !
    વળી,ખૂને ખીલ્યા હતા !

    કંઈક બદલાયું હશે, પણ તે ન મન;
    ઊલટું ઊંડા ગયેલા ઊતરી ચીલા હતા !

    ઉશન્.સ નવી શૈલીમાં અનેરા ખીલી ઊઠે છે ….!!

  2. pragnaju said,

    February 15, 2008 @ 10:03 AM

    જ્યારે છાતીમાં ખીલા ખોસાયા ત્યારે તેના હ્રુદયમાં તો અસીમ પ્રેમ હતો !
    અને પ્રભુને પ્રાર્થતો હતો કે જે ખીલા ઠોકે છે તેને માફ કરી દે અને તેથી
    જ ૨૦૦૮ વર્ષ પછી પણ તેનો પ્રેમનો ધર્મ આગળ સહજ માથું નમી જાય છે!
    આ પક્તીઓ ગમી-
    બ્હાર જોયું તોય ક્યાં છે ફેર કંઈ ?
    એ જ ગાડરિયા પુરાણા સિલસિલા હતા.
    કંઈક બદલાયું હશે, પણ તે ન મન;
    ઊલટું ઊંડા ગયેલા ઊતરી ચીલા હતા !
    આજેય ખીલા એ જ હાથે છે ઉગામ્યા;
    ક્યાં છે પરંતુ છાતી જેણે ઘાવ એ ઝીલ્યા હતા ?
    મોટા ગજાના ઉશનસ જ્યારે િનરાશાવાદી થાય છે ત્યારે અલ્પમતી મારું માનવું છે કે એટલી બધી િનરાશા જનક સ્િથતી નથી…આ પ્રેમની અસરથી સમાજ જીવવા જેવો રહ્યો છે હજુ પણ પ્રેમપૂર્વક સામી છાતીએ ખીલા ઠોકાવનાર બંદા છે!
    હવે બાકીનુ –
    શે ષ પ્રે મ થી પૂ રી એ

  3. Abhijeet Pandya said,

    September 3, 2009 @ 4:00 AM

    રચના સુંદર છે. પ્ર્ંતુ ઘ્ણી જ્ગ્યાએ છ્ંદદોષ જોવા મ્ળે છે.

  4. વિવેક said,

    September 3, 2009 @ 4:49 AM

    સાચી વાત છે, અભિજીતભાઈ… સૉનેટ-ઊર્મિગીતનો કવિ ગઝલ પર હાથ અજમાવે ત્યારે બહુધા આવું થવાની ભીતિ રહેલી જ હોય છે…

    તમારી છંદ-દોષ વિશેની ટિપ્પણી અવારનવાર જોતો રહું છું. છંદ પરત્વેની આપની ચિવટાઈ જોઈ આનંદ થાય છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment