હવે સ્થાયી થવાનું હું વિચારું છું,
તમારી ડાયરીમાં કોરું પાનું છે ?
કિરણ ચૌહાણ

જ્યારથી – મુકેશ જોષી

મેં સિતારાઓની એને વાત કીધી જ્યારથી,
એ મને આકાશ સમજે છે જુઓને ! ત્યારથી.

શુષ્ક નદીઓને જોઇને ડૂમે ચઢેલા
પ્હાડનાં આંસુનો હું તો અંશ છું,
એ મને કહે છે કે હું કો’
રાજવી દરિયાવની ભરતીનો એકલ વંશ છું.
મેં મારા જળપણાની વાત કીધી જ્યારથી,
માછલી બનવાને એ ઊછળી રહ્યા છે ત્યારથી.

ફૂલ થાવાનો કર્યો’તો કાંકરીચાળોય અંતે
ભાગ્યમાં ખોટો પડ્યો,
પથ્થરો મારે ખભે મૂકીને ઊભા હાથ
ને એવી ક્ષણે ફોટો પડ્યો.
મેં પછી પથ્થરપણાની વાત કીધી જ્યારથી,
એ હવે ઈશ્વરપણું શોધી રહ્યા છે ત્યારથી.

– મુકેશ જોષી

એક તાજગીસભર રચના…….

3 Comments »

  1. narendarsinh said,

    September 30, 2013 @ 3:24 AM

    પથ્થરો મારે ખભે મૂકીને ઊભા હાથ
    ને એવી ક્ષણે ફોટો પડ્યો.
    મેં પછી પથ્થરપણાની વાત કીધી જ્યારથી,
    એ હવે ઈશ્વરપણું શોધી રહ્યા છે ત્યારથી. અતિ સુન્દર રચ્ના

  2. Nilesh Rana said,

    June 18, 2016 @ 11:15 AM

    સુન્દર રચના નવીન અભીવ્યક્તી

  3. pragnajuvyas said,

    November 12, 2021 @ 8:40 AM

    કવિ શ્રી મુકેશ જોષીનું સ રસ ગીત
    મેં મારા જળપણાની વાત કીધી જ્યારથી,
    માછલી બનવાને એ ઊછળી રહ્યા છે ત્યારથી.
    વાહ્

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment