હું ક્યાં કહું છું આપની ‘હા’ હોવી જોઈએ,
પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ.
મરીઝ

સન્નાટો – રશીદ મીર

ભાંગતી રાતનો આ સન્નાટો,
ભીંતને કોઈ તો બારી આપો.

આટલી સ્તબ્ધતા હતી ક્યારે,
ઓસનો સાંભળું છું ધ્રુબાકો.

તે પછી ઊંઘવા નથી દેતો,
થોડી રાતોનો તારો સથવારો.

એય ઉપકાર બની જાયે છે,
કોઈ વેળાનો હળવો જાકારો.

કૈં દયા એની ઊતરી એવી,
મેં ત્યજી દીધા સૌ અધિકારો.

ભરબપોરે શહેરની વચ્ચે,
હુંય શોધું છું મારો પડછાયો.

એના અંગેની ધારણાઓ ‘મીર’,
કેવો આપે છે મનને સધિયારો !

– રશીદ મીર

સાદ્યંત સંતર્પક રચના…

6 Comments »

  1. La' Kant said,

    December 27, 2013 @ 5:48 AM

    સન્નાટો,, સ્તબ્ધતા , ધારણાઓ ‘….વાળા શેર ગમ્યા.

    “તે પછી ઊંઘવા નથી દેતો,
    થોડી રાતોનો તારો સથવારો.” -અન્ગત ધારણાઓને કારણે… હતાશા-નિરાશા હોઇ શકે ?!

    — “કૈં દયા એની ઊતરી એવી,
    મેં ત્યજી દીધા સૌ અધિકારો. ” – એ માનેી લેી ધે લા આત્મ-ભોગ્,ત્યાગ્,સમર્પણનેી વાત નહેીઁ ?
    -લા ‘ કાન્ત /૨૭-૧૨-૧૩

  2. perpoto said,

    December 27, 2013 @ 11:05 AM

    ધારણાઓ —મીરભાઈએ ,બરાબર પુંછડું આમળ્યું છે….

  3. Maheshchandra Naik (Canada) said,

    December 27, 2013 @ 2:01 PM

    સથવારો અને સધીયારો દ્વારા સન્નાટો ઘણુ કહી જાય છે……………..ક્વિશ્રીને અભિનદન …………………………

  4. Hasmukh Changadiya said,

    December 28, 2013 @ 12:31 AM

    એકેએક શેર ચોટદાર…. સમગ્ર ગઝલ માણવા લાયક..
    પણ
    આટલી સ્તબ્ધતા હતી ક્યારે,
    ઓસનો સાંભળું છું ધ્રુબાકો.
    ભરબપોરે શહેરની વચ્ચે,
    હુંય શોધું છું મારો પડછાયો.
    શેર સવિશેષ ગમ્યા….

  5. vineshchandra chhotai said,

    December 28, 2013 @ 2:20 AM

    બહુજ સરસ રજુવ્વાત , ને , સબ્દો ને ગહન્તા , અબિનદન ને ધન્યવાદ

  6. ravindra Sankalia said,

    December 30, 2013 @ 7:17 AM

    હુય શોધુ છુ મારો પડછાયો એ પન્ક્તિ ખુબ ગ મી.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment