જીવન-મરણ છે એક, બહુ ભાગ્યવંત છું.
તારી ઉપર મરું છું હું તેથી જીવંત છું.
. મરીઝ

અહીંથી અલ્વિદા… – રમેશ જાની

લ્યો આવજો ત્યારે,
અહીંથી અલ્વિદા…
તમારા સાથની સીમા અહીં પૂરી થતી.
જુઓ, આ શ્વાસ પણ અટકી ગયા છે ફૂલના –
.                  તમારી હૂંફને ડગલુંય આગળ માંડવાની છે મના !

જરા પાછું વળી જોયું –
તમારી વ્હેલને છેડે લટકતો દીવો
‘ના, ના’ કહેતો’તો
.                  છેલ્લી પળોને દાબતી ભીની હથેલીના સમો !

નિસ્પંદ આ સીમાન્ત વૃક્ષે
કાળ પાંખો બીડીને થીજી ગયો,
એકાંતને અંગે લપેટી સર્પ-શો અંધાર પણ
.                  અહીં ગૂંછળું થઈને કશો થીજી ગયો !

શિશુની આંખના ડૂમા સમો આ પથ…
વિસામાની હવે કોઈ રહી ના ખેવના
તમારી હૂંફને ડગલુંય આગળ માંડવાની છે મના.
.                  – જુઓ, આ શ્વાસ પણ અટકી ગયા છે ફૂલના !

– રમેશ જાની

ગાગાલગાના આવર્તનોમાં ડોલન શૈલીમાં લખાયેલું, પહેલી નજરે અછાંદસ કહી દેવાનું મન થાય એવું અને ૫-૪-૪-૪ એ રીતે ગીતની ચાલમાં ન ચાલતું હોય એવું મજાનું ઊર્મિકાવ્ય.

વિદાયની ક્ષણો ઘણા બધા સંબંધોમાં ક્યારેક ને ક્યારેક તો આવતી જ હોય છે. આવા કોઈ સંબંધમાં આવેલ આવી કોઈ એક વિદાયની વેળાએ વર્તાતો ગોરંભો કવિએ સ-રસ ઉપસાવી આપ્યો છે.

4 Comments »

  1. perpoto said,

    November 1, 2013 @ 7:47 AM

    મૃત્યુ વિષેની ક્લ્પના જીવતા લોકો માટે હંમેશા રમુજી હોય છે!!!
    સુંદર કાવ્ય…

  2. rasikbhai said,

    November 1, 2013 @ 3:32 PM

    તમારિ વ્હેલ નો દિવો ના ના કહેતો . દિલ દોલ કલ્પના , રમેશ્ જાનિ અભિનનદન્.

  3. Harshad Mistry said,

    November 1, 2013 @ 9:03 PM

    સુન્દર્, ગમ્યુ!!

  4. મીના છેડા said,

    November 5, 2013 @ 10:19 PM

    સરસ!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment