ભર્યું ત્યાં સુધી તો અધૂરા રહ્યા, પણ
કરી મનને ખાલી છલોછલ થવાયું !
– મેહુલ એ. ભટ્ટ

પ્રિય…ને, – જયા મહેતા

તમે મને તમને પ્રેમ કરતાં શીખવ્યું છે,
તમે મારા દિવસોને આનંદથી ભરી દીધા છે.
તમે મારા આંગણામાં પારિજાત ઉછેર્યો છે,
તમે મારી રાત્રીઓને મઘમઘતી કરી છે.

તમે મારા ડૂબુંડૂબું થતા વહાણને ઉગાર્યું છે,
તમે કિનારાને કિનારો હોવાની સાર્થકતા બક્ષી છે.
તમે ઘુવડની આંખને પ્રકાશનું માહાત્મ્ય સમજાવ્યું છે,
તમે મારા ખંડમાં અજવાળું પાથર્યું છે.

તમે મને તૃણથી તરુવર સુધી વહેતી હવાની ઝાંખી કરાવી છે.
તમે મારી બધી થોરકાંટાળી વાડને તોડી છે.
તમે મને સાઇરન અને મંદિરના ઘંટનો ભેદ સમજાવ્યો છે,
તમે મને તમને પ્રેમ કરતાં શીખવ્યું છે.

તમે મને દુનિયાને પ્રેમ કરતાં શીખવ્યું છે.

– જયા મહેતા

ચૌદમી પંક્તિ ઉમેરી હોય તો મુક્ત-સૉનેટ કહેવાનું મન થાય એવું મજાનું કાવ્ય. પહેલી બાર પંક્તિમાં તો કવિતા એક પ્રેમીનું બીજા સામેનું કબૂલાતનામું જ બની રહે છે. તમે મારા જીવનમાં આ ને તે અને પેલું અને ઓલું અને વગેરે વગેરે બનીને આવ્યા છો… પણ કવિતાનો ખરો પંચ એની આખરી પંક્તિમાં છે.. જે કોઈ એકની મહત્તા અને મહત્વ સમજી-સ્વાકારી કોઈ એકને સાચા અર્થમાં પ્રેમ કરી શકે એ સમસ્ત વિશ્વને ચાહતાં શીખી જાય છે…

6 Comments »

  1. rekha said,

    November 23, 2013 @ 2:20 AM

    બહુ સુન્દર વાત ને સાચીવાત વિવેક્ભાઈ…

  2. Rina said,

    November 23, 2013 @ 3:08 AM

    Beautiful. ….

  3. Rajbalayadav1977 said,

    November 23, 2013 @ 3:45 AM

    ઉ સરસ રેતય પ્રમ નેી અનુભુતિ કરવ્તા સબ્દોૂ થેી સજેીત કવિત

  4. ravindra Sankalia said,

    November 23, 2013 @ 6:28 AM

    પ્રેમ કદિ સ્વાર્થી નથી હોતો.એ કોઇ એકને નહિ સમસ્ત વિષ્વને ચાહે છે. વસુધૈવ કુતુમ્બકમ્

  5. narendarsinh said,

    November 23, 2013 @ 8:06 AM

    ઊચ કોટેી ના પ્રેમ નો પ્રતિભાવ

  6. Harshad Mistry said,

    November 23, 2013 @ 8:58 PM

    Very beautiful.
    Remind me my love life I never forget.
    When and where you get true shelfless love, you will like to love everything in the universe.
    Thank You Vivekbhai for this beautiful love poem.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment