હાથમાં ફીકાશ વધતી જાય છે
ક્યાંથી આવે પાછી લાલી હાથમાં
ભાગ્યરેખા હાથથી સરકી ગઈ
રહી ગઈ બસ પાયમાલી હાથમાં
– આદિલ મન્સૂરી

આઝાદ ગઝલ – જિગર જોષી ‘પ્રેમ’

અગર માફક નહીં આવે, સરા-જાહેર કહેવાનો
સમય જેવી કુટેવો છે હું એથી બદલો લેવાનો

સતત પથ્થર કનડવાના,
ઝરણ જેવું જો વ્હેવાનો !

મને સ્થળ, કાળ જેવી કોઈ બાબત ક્યાં અસર કરતી ?
પ્રગટ થાવું હશે ત્યારે પ્રગટ થૈને જ રે’વાનો.

સતત વ્યવહાર રાખ્યો છે,
હું માંગું છું, એ દેવાનો.

કોઈની જ્યોત ઠારીને પૂછે જે ફૂંકની વ્યાખ્યા,
એ માણસ-જાત પર કાયમ મને પ્રશ્નાર્થ રે’વાનો.

– જિગર જોષી ‘પ્રેમ’

ખૂબ નાની વયે એક ગઝલ સંગ્રહ ભાગીદારીમાં અને એક સ્વતંત્રપણે આપ્યા પછીના જિગરના આ ત્રીજા સંગ્રહ – “An Endless Topic… અને હું…” (પ્રથમ કાવ્યસંગ્રહ) –નું લયસ્તરો તરફથી હાર્દિક સ્વાગત છે. ખૂબ જ લાં…બી બહેરની ગઝલથી માંડીને ટૂંકી બહેર સુધી કવિએ પોતાનો કસબ દેખાડ્યો છે. ગુજરાતી, હિંદી અને અંગ્રેજી ભાષાનું યોગ્ય કોક-ટેલ પણ આ સંગ્રહમાં નજરે ચડે છે અને ગીત અને ગદ્યકાવ્યો ઉપરાંત આવી આઝદ ગઝલ પણ. આ આઝાદ ગઝલના ટૂંકી બહેરના બંને શેર સવિશેષ ધ્યાન ખેંચે છે.

કવિને ખૂબ ખૂબ અભિનંદન !

10 Comments »

  1. Rina said,

    September 20, 2013 @ 2:42 AM

    કોઈની જ્યોત ઠારીને પૂછે જે ફૂંકની વ્યાખ્યા,
    એ માણસ-જાત પર કાયમ મને પ્રશ્નાર્થ રે’વાનો.

    સતત પથ્થર કનડવાના
    ઝરણ જેવું જો વ્હેવાનો !

    Waaaahhhh

  2. DINESH said,

    September 20, 2013 @ 3:12 AM

    સતત પથ્થર કનડવાના,
    ઝરણ જેવું જો વ્હેવાનો !

  3. perpoto said,

    September 20, 2013 @ 5:48 AM

    કોણ કોની જયોત ઠારી શક્યું છે…પુછો સમયની ફુંકને…

  4. Deval said,

    September 20, 2013 @ 6:47 AM

    waah Jigari waah…kharekhar tunki baher wala banne sher vadhu maja pade teva chhe 🙂

  5. ravindra Sankalia said,

    September 20, 2013 @ 8:03 AM

    સરસ ગઝલ.પ્રકટ થાવુ હશે ત્યારે પ્રકટ થૈનેજ રહેવાનો એ પન્ક્તિ ખુબ ગમી.

  6. Harshad Mistry said,

    September 20, 2013 @ 9:29 PM

    BAHUT KHUB !! VERY NICE AND REALY LIKE IT.

  7. jigar joshi prem said,

    September 21, 2013 @ 12:56 AM

    વિવેક ભાઈ તથા લયસ્તરો ટીમનો તથા આપ સહુ સર્જક – ભાવકમિત્રોનો ખૂબ ખૂબ આભાર !

  8. Bijal said,

    September 21, 2013 @ 12:58 AM

    કોઈની જ્યોત ઠારીને પૂછે જે ફૂંકની વ્યાખ્યા,
    એ માણસ-જાત પર કાયમ મને પ્રશ્નાર્થ રે’વાનો.

    Simply Superb…….Depth!!!!!

  9. chandresh said,

    September 21, 2013 @ 4:37 AM

    કોઈની જ્યોત ઠારીને પૂછે જે ફૂંકની વ્યાખ્યા,
    એ માણસ-જાત પર કાયમ મને પ્રશ્નાર્થ રે’વાનો.

    બહુ સરસ !!!!

  10. naresh said,

    September 22, 2013 @ 1:18 AM

    કોઈની જ્યોત ઠારીને પૂછે જે ફૂંકની વ્યાખ્યા,
    એ માણસ-જાત પર કાયમ મને પ્રશ્નાર્થ રે’વાનો.

    વાહ જીગર…………..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment