ઝેર તો પીધાં છે જાણી જાણી, મેવાડા રાણા !
ઝેર તો પીધાં છે જાણી જાણી.
મીરાંબાઈ

સમસ્યા – જયશ્રી ભક્ત

હવે થાકી ગઈ છું
તારી સાથે લડીને..
જાત સાથે લડીને..

નથી જીતવું
હથિયાર હેઠાં મૂકી દેવા છે
કંઈ જ સાબિત નથી કરવું
કંઈ જ નથી જોઈતું…
કંઈ જ નહીં… હા… હા, કંઈ જ નહીં

બસ, આ મેદાન છોડી દેવું છે!

પણ,
અભિમન્યુ
અને
મારી સમસ્યા
એક જ છે…

– જયશ્રી ભક્ત

સાચી અને સારી કવિતા હંમેશા બહુ ઓછા અને બહુ સરળ શબ્દો પહેરીને આવે છે. “સમસ્યા” નામના ઉંબરા પર પગ મૂકીને આપણે આ કવિતાના ઘરમાં પ્રવેશીએ છીએ એટલે આપણે તૈયાર છીએ કે કોઈક ઘેરા રંગ સાથે આપણો ભેટો થનાર છે પણ એ રંગ કેટલો ઘેરો ને ઘાટો હોઈ શકે એ તો કવિતામાં પ્રવેશ્યા પછી જ ખબર પડે.

કવિતાનો ઉપાડ ‘હવે’થી થાય છે. આ એક જ શબ્દમાં અત્યારપર્યંતની તમામ નિષ્ફળ કોશિશોનો નિચોડ આવી જાય છે. પ્રથમ પંક્તિથી સાબિત થઈ જાય છે કે આ એક ‘હવે’ થાકેલી સ્ત્રીની એકોક્તિ છે. તારી સાથે લડીને… જાત સાથે લડીને… અહીં કવયિત્રી ક્યાંય “હું’ આવવા દેતા નથી એ વાતની સમજણની ક્ષિતિજ પર “તારી” અને “જાત” એકાકાર થઈ જતા અનુભવાય છે. પછીની પંક્તિઓમાં જિંદગીનો થાક, હાર અને નિરાશા સતત દ્વિગુણિત થતા રહે છે. નાની અમથી કવિતાની પાંચ પંક્તિમાં ચાર-ચાર વાર પુનરુક્તિ પામતા ‘કંઈ જ’ની ધાર આપણા અહેસાસને આરપાર ચીરી નાંખે છે… હજી સુધી કવયિત્રીનો હું કવિતાથી દૂરનો દૂર જ રહ્યો છે જેનો પ્રવેશ આખી કવિતામાં છેલ્લેથી બીજી પંક્તિમાં માત્ર એકવાર થાય છે.

કવિતાના ભાગ પાડી નાંખતી ખાલી જગ્યાઓ પણ ખૂબ બોલકી લાગે છે. જે વાત કવયિત્રી શબ્દોમાં નથી કરતાં એ “બિટ્વિન ધ લાઇન્સ” વંચાતું રહે છે. કવયિત્રીનો આ વિશેષ એમની અગાઉની રચનામાં પણ નજરે ચડે છે.

સમસ્યા કઈ છે એ તો આપણે સહુ જાણીએ જ છીએ… મારે તો કવિતાની technical achievement વિશે જ વાત કરવી હતી… હું તો આને ચૌદ પંક્તિનું મુક્ત-સૉનેટ કહેવા લલચાઈ રહ્યો છું.

અને હા, ટહુકો.કોમની સફળ સંચાલિકા જયશ્રીને આજે જન્મદિવસની વધાઈ આપવાનું તે કેમ ભૂલાય? જન્મદિન મુબારક હો, જયશ્રી !

36 Comments »

  1. વર્ષગાંઠ મુબારક હો, જયશ્રી… ટહુકો.કોમ | ટહુકો.કોમ said,

    September 4, 2013 @ 1:05 AM

    […] હા, જયશ્રીની એક ખૂબ જ ચોટદાર કવિતા લયસ્તરો.કોમ પર આજે મૂકી છે. એ નહીં વાંચો તો […]

  2. Sangita said,

    September 4, 2013 @ 3:29 AM

    Jat jondagi ane jondagi aapamar jode zazine hari gayeli akalvayi strini sachpt manovyatha ! Khu khub ane khub j sachot

  3. rasila kadia said,

    September 4, 2013 @ 3:35 AM

    બહુ ગમી.
    જન્મદિન મુબારક હો.

  4. chintan pandya said,

    September 4, 2013 @ 4:10 AM

    જન્મદિન મુબારક હો, જયશ્રી !

  5. vijay shah said,

    September 4, 2013 @ 6:59 AM

    ંMઅaન્nય્ હ્aપ્pપ્pય્ ર્ેeત્ુuર્rન્ ઓoફ્ તથ્ેe દ્aય્y

  6. vijay shah said,

    September 4, 2013 @ 7:00 AM

    જન્મ્દિવસ મુબારક હો…

  7. pragnaju said,

    September 4, 2013 @ 8:39 AM

    જન્મદિન મુબારક હો

    મને તો તારી આ રચના ગમી હતી-હજુ પણ ગમે છે

    તારી સાથે વાત કરવી
    નથી ગમતી
    આજ-કાલ.
    ‘કેમ છે?’
    એવું તું પૂછી લઈશ તો ?

    હું શું જવાબ આપું?

    હું ગમે એ કહું,
    પણ મારા અવાજની ધ્રુજારીમાં
    જે મારે નથી કહેવું
    એ તું સાંભળી જ લઈશ
    એટલે જ હું કશું બોલતી નથી..

    પણ તુંય હવે ઉસ્તાદ થઈ ગયો છે.
    કશું પૂછતો જ નથી
    બસ, મારો હાથ પકડી લે છે,
    અને કહે છે –
    મારી આંખો માં જો..!
    જાણે મારી જ અવઢવ !
    તેરા તુજકો અર્પણ…

  8. Rekha Sindhal said,

    September 4, 2013 @ 9:37 AM

    બહુ સુંદર રચના જયશ્રેીબેન,

    તમે કવિતા પણ લખો છો એ આજે જ જાણ્યુ. આનંદ થયો. જન્મદિવસનેી વધાઈ!

  9. Yogesh Baxi said,

    September 4, 2013 @ 9:38 AM

    Hi Jayshree,
    HAPPY BIRTHDAY!

  10. joshi shakuntala said,

    September 4, 2013 @ 9:46 AM

    જયશ્રિબેન તમરિ કવિત ખુબજ સરસ વાચતાનિ સથ્હએ જ દિલમા ઉતરિ ગૈ

  11. Ashok said,

    September 4, 2013 @ 10:03 AM

    જન્મદિન મુબારક હો. જયશ્રી ભક્ત

  12. manisha said,

    September 4, 2013 @ 10:52 AM

    ~Many Many Happy Returns of the Day~
    Dear Jayu..
    ur colleague friend..
    -Manisha Rathod

  13. chandrasen said,

    September 4, 2013 @ 12:18 PM

    કવિતt નિnniર્niસ્nર્nriniraસ્nirsrnirasaવ્nirasvnirasavaદ્nirasavિd cચ્cહ્cેh
    h

  14. Hasmukh Shah said,

    September 4, 2013 @ 1:45 PM

    અતિ સુન્દર રચના. જ્ન્મ દિન વધાઈ

  15. lata j hirani said,

    September 4, 2013 @ 4:46 PM

    સરસ કવિતા… જન્મદિવસની શુભેચ્છાઓ…

    લતા

  16. manvant pael said,

    September 4, 2013 @ 6:28 PM

    ત્ુuમ્ જ્િiય્ોo હ્aઝ્aર્ોo સ્aાaલ્l
    સ્aાaલ્lક્ેe દ્િiન્ હ્ોo પ્acચ્aસ્ હ્aઝ્aાaર્ !

  17. VALLABHDAS RAICHURA said,

    September 4, 2013 @ 6:33 PM

    Many happy and poetic returns of the day, dear Jayshreeben.
    That you are a poetess too is known by all of us here to day only.Our judgement has not been strong or aequate enough to have visualized you as a poetess of substance despite the fact that you have been regaling us with traesure trove of poetries of different hues and nuances for years beyond our count. Thanks again and may you and your tribe live longer than you have imagined.

    Vallabhdas Raichura

    North Potomac:
    September 4, 2013.

  18. Pravin V. Patel said,

    September 4, 2013 @ 10:41 PM

    જ્ય હો ——જયશ્રીબેન આપના વ્યક્તિત્વના જમા પાસાની.
    હાર્દિક અભિનંદન.

  19. surbhi raval said,

    September 4, 2013 @ 11:05 PM

    Haappy birthday ! jivan anand mangal bani raho..
    hardik abinandan.

  20. ભૂપેન્દ્ર ગૌદાણા,વડોદરા said,

    September 4, 2013 @ 11:38 PM

    તારી સાથે વાત કરવી નથી ગમતી આજ-કાલ.
    ‘કેમ છે?’એવું તું પૂછી લઈશ તો ?

    હું શું જવાબ આપું? હું ગમે એ કહું,પણ મારા અવાજની ધ્રુજારીમાં
    જે મારે નથી કહેવું એ તું સાંભળી જ લઈશ
    એટલે જ હું કશું બોલતી નથી..

    પણ તુંય હવે ઉસ્તાદ થઈ ગયો છે. કશું પૂછતો જ નથી
    બસ, મારો હાથ પકડી લે છે,
    અને કહે છે – મારી આંખો માં જો..!
    જાણે મારી જ અવઢવ ! તેરા તુજકો અર્પણ…
    સૌ પ્રથમ તો જન્મ દિવસની હાર્દીક શુભેચ્છા! પ્રજ્ઞાન્જુ એ લખેલ આપની અન્ય એક રચના અને તેની પરાકાષ્ટા દર્શાવતી આજની એટલે કે ” હવે થાકી ગઈ છું -તારાથી-જાતથી અને છેલ્લે બસ, આ મેદાન છોડી દેવું છે!
    પણ,
    અભિમન્યુ
    અને
    મારી સમસ્યા
    એક જ છે…

    કહી દેવું ત્યાં એક બીજા પ્રત્યે ના અનુરાગ ની તીવ્રતા દર્શાવી છેવટે તો પોતાની મર્યાદા નો સ્વિકાર કરવો એ મર્યાદા નબળાઈ કરતાં વધુ સમર્પીત થવાની તત્પરતા દર્શાવે છે- માત્ર ને માત્ર, કંઈજ કહ્યા વગર કશું પૂછતો જ નથી
    બસ, મારો હાથ પકડી લે છે,
    અને કહે છે –
    મારી આંખો માં જો..!
    જાણે મારી જ અવઢવ !
    તેરા તુજકો અર્પણ…
    વિરહ કે અનુરાગ એ બે વ્યક્તિ નો એકબીજા પ્રત્યે નો વ્યવહાર ગણીએ તો..
    ” જો તેરા હૈ વો મેરા હૈ ” એ ત્વદિયમ વસ્તુ ગોવિન્દ તુભ્યમેવ સમર્પ્યતે ” કક્ષા નો ઉચ્ચ -દિવ્ય પ્રેમ જ હોઈશકે !

  21. ગો. મારુ said,

    September 5, 2013 @ 1:15 AM

    વહાલા જયશ્રીબહેન,
    ખુબ જ સુંદર કવીતા…
    જન્મદીવસની ખુબ ખુબ શુભકામનાઓ… શુભઆશીષ.

  22. madhusudan said,

    September 5, 2013 @ 1:32 AM

    જનમ્દિન મુબરક હો.ભગવન આપ્ને લાન્બેી ઉઅમર આપે,આપ આમજ આમને કવિતા કહેતા રહો.

  23. M.D.Gandhi, U.S.A. said,

    September 5, 2013 @ 1:35 AM

    બહુ સુંદર કવિતા છે. જોકે, લાખ્ખો નહીં બલ્કે કરોડો-અબજો લોકોની પણ આજ સમસ્યા છે, “મેદાન” છોડી દેવાનું, સંસાર છોડી દેવાનું, પણ છુટતું નથી….!!!!!!
    જન્મદિન મુબારક હો.

  24. urveesh said,

    September 5, 2013 @ 8:14 AM

    કવિતા સરસ
    જન્મ્ દિન મુબારક

  25. ravindra Sankalia said,

    September 5, 2013 @ 10:19 AM

    આપ જિયો હઝારો સાલ ઓર એક સાલકે દિન હો પચાસ હઝાર કવિતા ખરેખર બહુ ગમી.

  26. jitendra parikh said,

    September 5, 2013 @ 11:35 AM

    જય્શ્રેી અભિનન્દ ન્
    વધરે પ્અરિચય તો નથિ
    મ(રિ આન્ખોમા જો
    આખિ કવિતા નઓ નિચોડ આ ચાર સબ્ડ્મા આવિ ગ યો.

  27. jigar joshi prem said,

    September 5, 2013 @ 11:36 AM

    જન્મદિની ખૂબ ખૂબ વધાઈ

  28. sudhir patel said,

    September 5, 2013 @ 9:51 PM

    જયશ્રીબેનને જન્મ-દિવસ નિમિત્તે હાર્દિક અભિનંદન!
    કવિતા પણ સરસ રહી.
    સુધીર પટેલ.

  29. heta said,

    September 6, 2013 @ 11:23 AM

    વાહ…..
    Happy Bday Jayshriben…!!!

  30. mahesh rana vadodara said,

    September 7, 2013 @ 4:57 AM

    MANY MANY HAPPY RETURNS OF THE DAY JAYSHRIBEN INCIDENTLY THE BIRTH DAY OF MY WIFE JYOTIKA IS ALSO 4TH SEPTEMBER
    WE WISH YOU HEALTHY WEALTHY LONG LIFE JAYSHRIBEN

  31. shirinmakhani said,

    September 8, 2013 @ 10:41 PM

    janamdin mubarak ho badha na dilo ooper raj kayam rahe mithdi jayshree

  32. dhirendra said,

    September 11, 2013 @ 3:29 AM

    ખુબજ વેધક ચ્હે સન્સાર અને ચાહત આપના હાથ નિ વાત ચ્હે.મરન અએ ભગવાનના હાથનિ
    happy birthday to you.

  33. Dr. Lalit Nandany said,

    September 13, 2013 @ 2:58 AM

    Better Late than never.

    Happy Happy Birth-day.

  34. જિતેન્દ્ર વોરા. (ટેમ્પા-ફ્લોરીડા) said,

    September 4, 2014 @ 11:14 PM

    જયશ્રીબહેન,
    જન્મદિન મુબારક,
    ખૂબ-ખૂબ અને સરસ જીવો.હમેશા આનંદમય રહો.
    આજે મારી પૌત્રી ‘શ્રી’ નો પણ જન્મદિન છે.શ્રી આજે પાંચ વર્ષ ની થઈ.
    અમને તમારો જન્મદિન હમેશા યાદ રહેશે.

  35. Hasmukh said,

    September 24, 2018 @ 9:56 PM

    અભિનન્દન !!!

  36. Anil Shah.Pune said,

    October 15, 2020 @ 12:20 AM

    સમસ્યા તારી ને મારી,
    એક જ છે,
    તું લડવા માંગે છે, મારી સાથે,
    ને હું જિંદગી સાથે લડી ને,
    થાકી ગયો છું, નહીં,હારી ગયો છું,
    હવે કંઈ બાજી રમવી નથી,
    લે તારી સામે પણ હાર કબુલ કરી,
    હા! હારવું મારો સ્વભાવ થઈ ગયો,
    જે જિંદગી એ જ શીખવાડી દીધું,
    બસ તારી જિત જોઈને ,
    હથિયાર રૂપે મારા શ્વાસ હેઠા મુકું છું…..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment