ઇન્કાર એના હોઠ ઉપર ધ્રુજતો હતો,
અમને અમારી વાતનો ઉત્તર મળી ગયો.
મનહરલાલ ચોક્સી

ગઝલ – હેમંત પુણેકર

જેને તું ગણાવે છે ઇબાદતથી વધારે
શક છે મને એ કંઈ નથી એક લતથી વધારે

સહસા જે કરે રાઈને પર્વતથી વધારે
ચુપ કેમ છે આજે એ જરૂરતથી વધારે?

જે પ્રશ્ન સરળતાથી ઉકેલાઈ ગયો હોત
ગુંચવાયો છે એ તારી કરામતથી વધારે

કિસ્મત કને આથી વધુ શું માગવું બોલો?
છું આપની નજદીક હું નિસ્બતથી વધારે

સંબંધનો આધાર છે વિશ્વાસ પરસ્પર
પાયો ચણો મજબૂત ઇમારતથી વધારે

– હેમંત પુણેકર

સુંદર ગઝલ…

7 Comments »

  1. Rina said,

    November 29, 2013 @ 3:43 AM

    Waaahh

  2. સુરેશ જાની said,

    November 29, 2013 @ 8:31 AM

    જેને તું ગણાવે છે ઇબાદતથી વધારે
    શક છે મને એ કંઈ નથી એક લતથી વધારે
    ——-
    એકદમ નવો નક્કોર વિચાર.
    કદાચ્.. કહેવાતેી અન્તરયાત્રા પણ મનના વિચારોના પૂરનુઁ એક વમળ હોઈ શકે !!
    પણ અનેક નઠારી ટેવો કરતાઁ એ લત વ્યાજબી હોઈ શકે.
    પણ એક વાત ચોક્કસ છે કે, જ્યારે એ ઈબાદત સામાજિક ઝનૂન બને છે; ત્યારે ખાના ખરાબી સર્જી જાય છે.

  3. perpoto said,

    November 29, 2013 @ 8:52 AM

    ગઝલ અતિસુંદર છે પણ સ્વ શબ્દથી ઘેરાયેલો છે….

  4. anup desai said,

    December 1, 2013 @ 9:29 AM

    very good. love for GOD is best, kismat kane athi vadhu shu mangu.

  5. Rakesh said,

    December 2, 2013 @ 12:55 AM

    સુંદર

  6. lalit trivedi said,

    December 2, 2013 @ 12:01 PM

    અદભુત સુન્દર સરલતા અને તેથેી જ સરસ અભિ

  7. Harshad Mistry said,

    December 3, 2013 @ 8:50 PM

    First time got something from Hamentbhai. Truley like this Gazal very much.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment