ઊભો રહું છું આયના સામે જ રોજ હું,
એક ન્યાયાધીશ, એક ગુનેગાર હોય છે.
હેમેન શાહ

સૂકી જુદાઈની ડાળ – અનિલ જોશી

સૂકી જુદાઈની ડાળી તણાં ફૂલ અમે છાના ઊગીને છાના ખરીએ
તમો આવો તો બે’ક વાત કરીએ…

ફાગણ ચાલે ને એનાં પગલાંની ધૂળથી,
નિંદર ઊડે રે સાવ કાચી,
જાગીને જોયું તો ઊઠે સવાલ, આ તે
ભ્રમણા હશે કે વાત સાચી,
જીવતર આખ્ખુંય જાણે પાંચ-સાત છોકરાં પરપોટાં વીણતાં દરિયે,
સૂકી જુદાઈની ડાળી તણાં ફૂલ અમે છાના ઊગીને છાના ખરીએ
તમો આવો તો બે’ક વાત કરીએ…

કેડીના ધોરિયે જંગલ ડૂબ્યાં,
ને અમે કાંઠે ઊભા રહીને ગાતા;
રાતા ગુલમહોરની યાદમાં ને યાદમાં
આંસુ ચણોઠી થઈ જાતા !
કોણ જાણે કેમ હવે ઝાઝું જીરવાય નૈ, મરવા દિયે તો કોઈ મરીએ !
સૂકી જુદાઈની ડાળી તણાં ફૂલ અમે છાના ઊગીને છાના ખરીએ
તમો આવો તો બે’ક વાત કરીએ…

– અનિલ જોશી

આમ તો આખું ગીત જ નખશિખ આસ્વાદ્ય છે પણ મારું મન તો માત્ર સૂકી જુદાઈની ડાળે છાનું ઊગીને છાનું ખરી જતા ફૂલ પર જ અટકી ગયું… કેવી અદભુત સંવેદના કવિએ આ એક જ પંક્તિમાં ઠાંસી-ઠાંસીને ભરી છે ! જુદાઈની ડાળ તો જાણે સમજ્યા પણ માત્ર ‘સૂકી’ વિશેષણ જુદાઈની કેવી ધાર કાઢી આપે છે..! અને ડાળ સૂકી હોય એ પાનખર સૂચવે છે પણ અહીં તો પાનખરમાં ફૂલ ખીલે છે… વિરહ અને આશાનો કેવો કારમો વિરોધાભાસ ! એક લીટીની કવિતા તો અહીં જ પૂરી થઈ ગઈ હોત પણ કવિએ ઊગવા અને ખરવાની ક્રિયાને છાની રાખીને- પોતાની વિરહ-વ્યથાને માત્ર જાતમાં જ સંકોરી રાખીને પ્રેમને એવરેસ્ટની ઊંચાઈ બક્ષી છે…

10 Comments »

  1. Jagdip said,

    August 18, 2013 @ 12:48 AM

    સુક્કી ડાળીએ ભીના ભીના કરી દીધાં…..!!

  2. Rina said,

    August 18, 2013 @ 3:15 AM

    Beautiful. ….

  3. Suresh Shah said,

    August 18, 2013 @ 3:23 AM

    વિરહવેદનાનુ આ ગીત હ્રદયસોંસરવુ નિકળે છે.
    જાગીને જોયું તો ઊઠે સવાલ, આ તે
    ભ્રમણા હશે કે વાત સાચી,
    આશા અમર છે.
    જરાસી આહટ હોતી હે, તો દિલ સોચતા હે ….
    અને, આવી પરિસ્થિતિમાં નથી જીવાતું કે નથી મરાતું.
    કોણ જાણે કેમ હવે ઝાઝું જીરવાય નૈ, મરવા દિયે તો કોઈ મરીએ !
    સૂકી જુદાઈની ડાળી તણાં ફૂલ અમે છાના ઊગીને છાના ખરીએ

  4. Bijal said,

    August 18, 2013 @ 5:56 AM

    Hope for ….. aavo to be-ek vaat kariye………?!?!?!!?
    Superb…….

  5. Jayshree said,

    August 18, 2013 @ 11:36 AM

    મારું ખૂબ જ ગમતું ગીત..!! સોલી કાપડિયાએ મઝાનું સ્વરાંકન પણ કર્યું છે જે વારંવાર સાંભળવું ગમે એવું છે.

  6. Upendraroy said,

    August 19, 2013 @ 12:59 AM

    Anilbhai,your heart is bottomless?? !!!

    How one can assess its depth?It is a bonanza of emotions !!!

    Kaviraj,you have echoed humankind’s bleeding heart……….

    Shatam Jivam Sharad.hhhhh………Mara priya Kaviraj…….Ghani Ghani Khamma Tamne !!!……..Gondal Ma Ava Rudyo Ja Dhadke Chhe??Sai Makarand…….Jai Vasavada…….Pujya Harnath Yogi!!!!!!

  7. Zarina Zuberi said,

    August 22, 2013 @ 12:27 AM

    English
    F12

  8. Zarina Zuberi said,

    August 22, 2013 @ 12:28 AM

  9. Vijay Bhatt ( Los Angeles) said,

    August 22, 2013 @ 3:44 AM

    તમારો આસ્વાદ પણ ખુબ જ સાચો છૅ.
    “….મારું મન તો માત્ર સૂકી જુદાઈની ડાળે છાનું ઊગીને છાનું ખરી જતા ફૂલ પર જ અટકી ગયું……”

  10. heta said,

    September 6, 2013 @ 12:37 PM

    આનું composition પણ બહુ સરસ છે…..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment