ઉડવા માટે જ જે બેઠું હતું,
આપણો સંબંધ પારેવું હતું.
અંકિત ત્રિવેદી

ઉપરછલ્લા છે – રઇશ મનીઆર

દર્દ ઊંડાણમાં, ઉપચાર ઉપરછલ્લા છે
યત્ન ચાલે જે લગતાર ઉપરછલ્લા છે

વાંસ તૂટ્યો કોઈ મારી જ ભીતર ખૂંપી ગયો
શું કરું ? બ્હારના આધાર ઉપરછલ્લા છે

એકબીજાથી રહી ગઈ અપરિચિતતા અમાપ
માપસરના બધા વ્યવહાર ઉપરછલ્લા છે

ફ્રેમ જેનાથી જડી એ ખીલી ખૂંપી છે ભીતર
ને લટકતા બધા ફૂલહાર ઉપરછલ્લા છે

જે ન આંસુનો અનુવાદ કરી મૂકી શકે
એ કલા અંધ,કલાકાર ઉપરછલ્લા છે

મોતની ઓઢતા હળવાશ કપાસી, લાગ્યું-
જિંદગીના આ બધા ભાર ઉપરછલ્લા છે

– રઇશ મનીઆર

10 Comments »

  1. Rina said,

    August 5, 2013 @ 3:08 AM

    Awesome…….

  2. perpoto said,

    August 5, 2013 @ 5:07 AM

    ને લટકતા બધા ફૂલહાર ઉપરછલ્લા છે….અતિસુંદર….

    પણ કવિસાહેબ આ બધા ,આભાસ પણ ઉપરછલ્લા છે…
    ને મોતને પામ્યાં વિના,એના ભાર પણ ઉપરછલ્લા છે…

  3. Suresh Shah said,

    August 5, 2013 @ 5:28 AM

    મૂક દર્દની આ અભિવ્યક્તિ સુંદર છે.
    દર્દ ઊંડાણમાં, ઉપચાર ઉપરછલ્લા છે – કોને કહેવું?
    માપસરના બધા વ્યવહાર ઉપરછલ્લા છે – માત્ર ઑપચારિકતા ….
    જે ન આંસુનો અનુવાદ કરી મૂકી શકે, એ કલા અંધ, કલાકાર ઉપરછલ્લા છે આંસુનો અનુવાદ કરવા ભીતરનું દર્દ જાણવુ પડે!

    આસ્વાદ કરાવવા માટે આભાર.

    – સુરેશ શાહ, સિંગાપોર

  4. vijay Shah said,

    August 5, 2013 @ 7:09 AM

    મોતની ઓઢતા હળવાશ કપાસી, લાગ્યું-
    જિંદગીના આ બધા ભાર ઉપરછલ્લા છે

    “કપાસી” હળવાશ! અને તે પણ મૃત્યુની….
    વાહ! રઈશ્ભાઇ વાહ.. મઝા આવી ગઈ.

  5. rasila kadia said,

    August 5, 2013 @ 11:49 AM

    બહુ ગમ્યુ—-

  6. સુનીલ શાહ said,

    August 5, 2013 @ 11:50 PM

    વાહ…ખૂબ સુંદર

  7. CHANDRESH said,

    August 6, 2013 @ 5:07 AM

    વાહ! રઈશ્ભાઇ વાહ.. મઝા આવી ગઈ.

  8. વિવેક said,

    August 8, 2013 @ 2:24 AM

    મજાની ગઝલ, ઉપરછલ્લી નહીં પણ ઊંડી !!

    બધા જ શેર આસ્વાદ્ય !

  9. MehulS said,

    August 16, 2013 @ 2:25 AM

    વાહ વાહ.. દિલ ખુશ થઇ ગયુ…

  10. Vijay Pathak (Ghazal Singer, Vadodara) said,

    December 12, 2016 @ 11:49 AM

    ફ્રેમ જેનાથી જડી એ ખીલી ખૂંપી છે ભીતર
    ને લટકતા બધા ફૂલહાર ઉપરછલ્લા છે!!!! ખોૂબ જ ઉત્તમ શેર!!!!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment