શાહીમાંથી આમ કાં ઢોળાય છે તારાં સ્મરણ ?
એને મારું એક મન ઓછું પડ્યુ ? કોને ખબર ?
રમેશ પારેખ

અનુભૂતિ… – મણીન્દ્ર રાય

જાણે કે દૂરદૂરથી સંભળાતું હોય
એવું આહવાન.
જાણે કે પુસ્તકનાં પાનાં વચ્ચે ઝાંખીપાંખી સ્મૃતિના
ગુલાબની કરમાયેલી પાંખડી
આવી ઉદાસ અનુભૂતિ…
પ્રથમ પ્રેમની.

– મણીન્દ્ર રાય
(બંગાળીમાંથી અનુ. ઈશાની દવે)

1 Comment »

  1. pragnaju said,

    January 16, 2008 @ 10:10 AM

    સુંદર અછાંદસ રચના
    ” જાણે કે દૂરદૂરથી સંભળાતું હોય
    એવું આહવાન.”
    સર્જક શબ્દ ઓમ છે, તેથી જ ધ્વનિ એના પર સહુથી શક્તિપૂર્વક અને ત્વરિત અસર કરે છે, અને એને પોતાના દિવ્ય મૂળતત્વની શાશ્વત પ્રેમની અનુભૂતિ આપે છે.
    પણ આ ઉદાસ અનુભૂતિને-
    “જાણે કે પુસ્તકનાં પાનાં વચ્ચે ઝાંખીપાંખી સ્મૃતિના
    ગુલાબની કરમાયેલી પાંખડી
    આવી ઉદાસ અનુભૂતિ…
    પ્રથમ પ્રેમની.”
    તે તરફ મોડ આપે તો!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment