પ્રતીક્ષાની ગલીઓમાં રસ્તો ભૂલ્યાં છે -
સદી છે કે ક્ષણ છે, શી રીતે કળાશે ?
વિવેક ટેલર

શ્વાસમાં – રાજેન્દ્ર શુક્લ

તમને ખબર નથી કે અમારા પ્રવાસમાં,
થીજી રહ્યું છે મૌન હવે શ્વાસ શ્વાસમાં !

ઝાકળ વિશે મળ્યો છે મને પત્ર એકદા,
ઊકલે કદાચ તારા નયનના ઉજાસમાં !

મારા હરેક સ્વપ્નની સૂની કિનાર પર,
ડોકાઇ કોણ જાય છે કાળા લિબાસમાં !

પામી ગયો છું અર્થ હવે ઇન્તેઝારનો,
જંગલ ઊગી ગયાં છે હવે આસપાસમાં !

ખાલી ક્ષણોના જામથી છલકાય શૂન્યતા,
વધઘટ કશી ન થાય સુરાલયની પ્યાસમાં !

-રાજેન્દ્ર શુક્લ

4 Comments »

  1. Rina said,

    July 1, 2013 @ 1:34 AM

    Awesome. ..

  2. pragnaju said,

    July 1, 2013 @ 2:26 PM

    ખૂબ સરસ ગઝલનો આ શેર

    પામી ગયો છું અર્થ હવે ઇન્તેઝારનો,
    જંગલ ઊગી ગયાં છે હવે આસપાસમાં !

    શુભાન અલ્લહ
    રાહ કોની જોઈએ છે એ જેટલું અગત્યનું છે એટલું જ જાણવું જરૂરી છે કે રાહ શા માટે જોઈએ છીએ. બધી કેડીઓએ અંતે તો પ્રેમના રાજમાર્ગ તરફ જ વળવાનું છે. યુવાનીમાં કોઈક નામ નાટકના હાંસિયામાં ચૂપચાપ સ્થાન લઈ લે અથવા હિંમતવાન હથેળીમાં છડેચોક અંકાય. સમય સાથે મનવાંછિત જણ ન મળે ત્યારે હાંસિયાનું નામ પસ્તીમાં જતું રહ્યું હોય. હથેળીના નામ પર તો કંઈકેટલાં પાણીએ આક્રમણ કર્યા હોય.

  3. વિવેક said,

    July 3, 2013 @ 2:22 AM

    સાદ્યંત સુંદર ગઝલ… રા.શુ. પ્રવર્તમાન ગુજરાતી ભાષામાં લખે એ જ નવાઈ !

    પામી ગયો છું અર્થ હવે ઇન્તેઝારનો,
    જંગલ ઊગી ગયાં છે હવે આસપાસમાં !

    – આ શેર વાંચી એક શેર યાદ આવ્યો:

    કોઈની ઇચ્છા મને એ તીવ્રતાથી સાંપડો,
    રોમે-રોમે વાલિયાના જેમ ફૂટ્યો રાફડો…

  4. Mitul said,

    July 3, 2013 @ 5:09 AM

    આવેસોમે!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment