આમેય વિતાવવાની છે રાત સરોવરમાં,
તો ચાલ કમલદલમાં આ રાત ફસી જઇએ.
– રાજેન્દ્ર શુકલ

ન મોકલાવ – રમેશ પારેખ

આંખોમાં આવી રીતે તું દૃશ્યો ન મોકલાવ,
ખાલી થયેલ ગામમાં જાસો ન મોકલાવ.

ફૂલો ય પૂરબહારમાં હિંસક છે આજકાલ,
રહેવા દે, રોજ તું મને ગજરો ન મોકલાવ.

તું આવ કે પાડી રહ્યો છું સાદ હું તને,
પહાડોની જેમ ખોખરો પડઘો ન મોકલાવ.

ખાબોચિયું જ આમ તો પર્યાપ્ત હોય છે,
હોડી ડુબાડવાને તું દરિયો ન મોકલાવ.

થોડોક ભૂતકાળ મેં આપ્યો હશે કબૂલ,
તું એને ધાર કાઢીને પાછો ન મોકલાવ.

– રમેશ પારેખ

10 Comments »

  1. pragnaju said,

    June 30, 2013 @ 8:45 PM

    ર પા ની સુંદર ગઝલ
    થોડોક ભૂતકાળ મેં આપ્યો હશે કબૂલ,
    તું એને ધાર કાઢીને પાછો ન મોકલાવ.
    વા હ

  2. Manubhai Raval said,

    July 1, 2013 @ 6:21 AM

    ખાબોચિયું જ આમ તો પર્યાપ્ત હોય છે,
    હોડી ડુબાડવાને તું દરિયો ન મોકલાવ.

    થોડોક ભૂતકાળ મેં આપ્યો હશે કબૂલ,
    તું એને ધાર કાઢીને પાછો ન મોકલાવ.

    છેલ્લી ચાર દીલ સોંસરવી ઉતરી ગઈ…. લાજવાબ

  3. વિવેક said,

    July 3, 2013 @ 2:15 AM

    ખૂબ જાણીતી અને મજાની ‘વિન્ટેજ-વાઇન’ ગઝલ…

  4. Akhtar Shaikh said,

    July 4, 2013 @ 7:43 AM

    થોડોક ભૂતકાળ મેં આપ્યો હશે કબૂલ,
    તું એને ધાર કાઢીને પાછો ન મોકલાવ.

    ….. લાજવાબ ગઝલ…

  5. Sureshkumar G Vithalani said,

    July 4, 2013 @ 2:39 PM

    UNDUBTABLY A WONDERFUL GAZAL BY RP.

  6. Sureshkumar G Vithalani said,

    July 4, 2013 @ 2:41 PM

    CERTAINLY A WONDERFUL GAZAL BY RP.

  7. saumil parmar said,

    October 18, 2013 @ 12:24 AM

    વાહ અદ્ભુત શબ્દ રચના ..!!! રમેશ ભાઈ ખરેખર લાજવાબ છે…!!!

  8. હાતિમ said,

    April 13, 2017 @ 11:22 AM

    કોમેન્ટ કરીએ તો અમે અભાગિયાને જવાબ રોકડો ખોટા રૂપિયા જેવો મળે છે “તમે આ કોમેન્ટ કરી ચૂક્યા છો”
    શું કરિયે શામળિયા અમે કેમ કરીને લખિયે રે!!!
    આ હુંડિ વિવેકભાઇ સટેલરને પોન્ચે હાતિમ}

  9. વિવેક said,

    April 14, 2017 @ 8:35 AM

    @ હાતિમ…

    આપ તો હાતિમતાઈ છો… ધારો એ કરી શકો…

    (ઇન્ટરનેટ છે… ક્યારે વંઠે એ કહી ન શકાય!)

  10. Suresh Shah said,

    May 31, 2020 @ 5:26 AM

    થોડોક ભૂતકાળ મેં આપ્યો હશે કબૂલ,તું એને ધાર કાઢીને પાછો ન મોકલાવ.
    ભુત્કાળ વહી ગયેલ સમય માત્ર નથી – ભુતકાળના ઘાવ પણ એમા હોય. એને તાજા કરી ને શુ મળશે? કવિ પોતાની રીતે કહે – ધાર કાઢી ને ના મોકલ.

    – સુરેશ શાગ, સિંગાપોર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment