ઝાકળ પડ્યું છે શબ્દનું જીવતરના ફૂલ પર,
ભીની થયેલી ખુશ્બૂને સૌએ કહી ગઝલ.

જીવી શક્યો અઢેલીને જીવનના દર્દને,
ઓકાત શી છે પીઠની? તકિયો બની ગઝલ.
વિવેક મનહર ટેલર

~ – ક્વાસિમોદો (અનુ. નલિન રાવળ)

…હું તને જાણું છું, તારામાં ખોવાઈ ગયો છું,
તારાં સ્તનોના ઉભારમાં નિખરી રહેલું સૌંદર્ય
તારા નિતંબોમાં ફેલાયેલું સૌંદર્ય,
તારા માદક દેહમાં લચી પડેલું સૌંદર્ય
તારા સુકુમાર ચરણોની દસ અંગુલીઓ
અને તારા દેહની રેખાએ રેખામાં ઝંકૃત થઈ
વહી રહેલું સૌંદર્ય.
પણ રહે, તને હું સ્વીકારીશ તો
તું પણ શબ્દ બની જઈશ – વ્યથા બની જઈશ.

– ક્વાસિમોદો (ઈટાલી)
(અનુ. નલિન રાવળ)

માણવા અને પામવા વચ્ચેનો ફરક સમજી લેવાય તો જિંદગીની અડધોઅડધ તકલીફ ઓછી ન થઈ જાય ? ગુણવંત શાહ યાદ આવે છે: “એક માણસ બે ભૂરી ભૂરી આંખોના પ્રેમમાં પડ્યો અને પછી આખા શરીરને પરણવાની ભૂલ કરી બેઠો”

5 Comments »

  1. Shailesh Pandya BHINASH said,

    June 29, 2013 @ 1:08 AM

    Nice…One.

  2. Rina said,

    June 29, 2013 @ 1:44 AM

    Beautiful. …

  3. pragnaju said,

    June 29, 2013 @ 8:35 AM

    સુંદર કાવ્યનો મધુરો અનુવાદ અને વિવેકનો વિવેકપૂર્ણ આસ્વાદ .

    વહી રહેલું સૌંદર્ય.

    વિભાવ, અનુભાવ અને સંચારીભાવના સંયોગથી રસની અનુભૂતિ થાય..
    આલંબન અને ઉદ્દિપન રતિ રસના નાયક અને નાયિકા.
    આની અનુભૂતિમા નાયિકાના ભાવ સ્વાભાવિક છે કે પ્રેમગત તે સમજાતું નથી..
    કેટલાક વર્ણનમા આ કાળ ફરી ન આવે તેવું આવે

    પણ રહે, તને હું સ્વીકારીશ તો

    ત્યારે શાંત રસ ઉત્પન્ન થાય!

    ઇશકે મિજાજી માથી ઇશ્કે ઇલાહી. .
    ઇશ્કે ઇલાહીના કેન્દ્રમાં માત્ર ને માત્ર ખુદાનો પ્રેમ-
    બ્રહ્નવાદનું હુસ્ન અને તેની ખૂબસૂરતી જોવા મળે છે.
    તેમાં હવસની બૂ નથી હોતી. તેમાં વ્યક્ત થતો ઇશ્ક બિલકુલ પાક અને ઇબાદતની પરાકાષ્ટાને ધારદાર રીતે વ્યક્ત કરતો હોય છે

    તું પણ શબ્દ બની જઈશ – વ્યથા બની જઈશ

  4. Dhaval said,

    June 29, 2013 @ 10:04 AM

    સલામ !

  5. Harshad said,

    June 29, 2013 @ 10:55 AM

    The person who realy loved someone in life can feel this beautiful feelings.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment