ટાઢક વળે છે દિલને મહોબતની આગથી;
જોવાને એ કમાલ, જરા તો નજીક આવ !
– અમર પાલનપુરી

તમે આંખો ભરી છે… – શૈલેષ પંડ્યા ‘ભીનાશ’

તમે આભારની વાતો કરો છો,
હજી અમને પરાયા કાં ગણો છો ?

હસ્યો હું ને તમે આંખો ભરી છે,
ભલા ક્યારેક તો સમજી શકો છો !

મૂકી દો સોનું લોકરમાં નિરાંતે,
બિચારા પ્રેમને ક્યાં ત્યાં મૂકો છો ?

કયા શબ્દોની ગેરંટી મળી છે ?
અમારા મૌનને કાં અવગણો છો ?

નજરમાં સ્તબ્ધ થઈ બેસી ગયા પણ,
કદી ‘ભીનાશ’ની આંખે ચડો છો ?

– શૈલેષ પંડ્યા ‘ભીનાશ’

પોતાનો પ્રથમ કાવ્યસંગ્રહ “નિખાલસ” લઈને આવેલ કલોલના શૈલેષ પંડ્યા ‘ભીનાશ’નું લયસ્તરોના આંગણે સહૃદય સ્વાગત છે. ગઝલ-ગીત-અછાંદસ અને ટ્રાયોલેટના ગુલદસ્તામાંથી પસંદ કરેલ એક ગઝલ-પુષ્પ આપ સહુ માટે…

15 Comments »

  1. Pravin Shah said,

    June 28, 2013 @ 3:00 AM

    કદી ‘ભીનાશ’ની આંખે ચડો છો ? વાહ !
    ‘નિખાલસ’ માટે ખાસ અભિનંદન !

  2. narendrasinh s chauhan said,

    June 28, 2013 @ 3:32 AM

    નજરમાં સ્તબ્ધ થઈ બેસી ગયા પણ,
    કદી ‘ભીનાશ’ની આંખે ચડો છો ? ખુબ સુન્દર વાહ

  3. jaynvora said,

    June 28, 2013 @ 4:41 AM

    જોર્દાર્

  4. HIREN SHRIMALI said,

    June 28, 2013 @ 4:52 AM

    Che Aasha Rehse “BHINASH” Hamesha dil ma..
    o Khuda NIKHALAS Bani Magu Chu Duaa Bas Etli j…

  5. Akhtar Shaikh said,

    June 28, 2013 @ 6:22 AM

    મૂકી દો સોનું લોકરમાં નિરાંતે,
    બિચારા પ્રેમને ક્યાં ત્યાં મૂકો છો ?

    ખુબ સુન્દર વાહ

  6. nishidh said,

    June 28, 2013 @ 12:09 PM

    ખુબ સરસ… નિખાલસ… ઃ)

  7. pragnaju said,

    June 28, 2013 @ 1:21 PM

    સરસ ગઝલ

    કયા શબ્દોની ગેરંટી મળી છે ?
    અમારા મૌનને કાં અવગણો છો ?

    વાહ

  8. Harshad said,

    June 29, 2013 @ 12:25 AM

    Shaileshbhai,
    Tame sache j ‘Nikhalas’ cho. I like your kruti.

  9. Shailesh Pandya BHINASH said,

    June 29, 2013 @ 1:05 AM

    Thanxs….All.

    Vivekbhai… special Thanxs..for appreciation!

  10. Upendraroy said,

    June 29, 2013 @ 2:01 AM

    Shaileshbhai,Tame Malava Jevu Manas Chho !!!

    Ava Sojja SHARe .Kalol Ma Ja Raho Chho,To Amadavad To Dhunkadu Chhe ??Ammari Sathe Jamava Aavo. Prem Na Bonanza Ma sathe Nahishu!!

    Maro Smpark,079-2676 2948.M-98257025740.

    Dhanyavad !!!

  11. rajesh shrimali said,

    June 29, 2013 @ 2:04 AM

    ખુબ જ મસ્ત…..

  12. PRAGNYA said,

    June 29, 2013 @ 9:25 AM

    હસ્યો હું ને તમે આંખો ભરી છે,
    ભલા ક્યારેક તો સમજી શકો છો–ખુબ સરસ!!!!

  13. વિજય ચલાદરી said,

    July 1, 2013 @ 5:14 AM

    તમે આભારની વાતો કરો છો,
    હજી અમને પરાયા કાં ગણો છો ?

  14. અબ્દુલ ગફ્ફાર કોડવાવી [પાકિસ્તાન ] said,

    July 1, 2013 @ 8:06 AM

    તમો આભાર ની વાતો કરોછો

    હજી અમને પરાયા કાં ગણો છો

    —————————————–

    એક પંક્તિ મારા તરફથી ………….

    અમે પણ પાકા ગુજરાતી છીયે

    ખાલી પાકિસ્તાની કાં ગણો છો

  15. વિવેક said,

    July 3, 2013 @ 2:27 AM

    @ અબ્દુલ ગફ્ફાર કોડવાવી (પાકિસ્તાન) :

    જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,
    ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment