છે ગઝલ દર્દની ગિરા ‘ઘાયલ’,
માત્ર ભાષાની ઘાલમેલ નથી.
અમૃત 'ઘાયલ'

ગઝલ – સુનીલ શાહ

ક્યાં હું ખુદને હજી કળાયો છું ?
ભીતરે ક્યાંક ભેરવાયો છું.

લોક માને છે કે હું ઊગ્યો છું,
કોને કહું કે હજી દટાયો છું !

રીત છે જીવવાની અહીં એવી,
રોજ જીવીને… હું મરાયો છું.

અવદશાનું મળ્યું છે કારણ એ જ,
હું દિશા બાબતે મૂંઝાયો છું.

મૂળ અકબંધ છે હજી મારાં,
હું ઉપરથી ભલે કપાયો છું.

લાગણીની કરી લખાવટ મેં,
દાદથી ક્યાં વધુ કમાયો છું

– સુનીલ શાહ

નખશિખ સુંદર ગઝલ… બધા જ શેર ધ્યાનાર્હ…

16 Comments »

  1. Rina said,

    June 27, 2013 @ 2:49 AM

    વાહહ…..

  2. jaynvora said,

    June 27, 2013 @ 3:01 AM

    જોર્દાર્!

  3. Manubhai Raval said,

    June 27, 2013 @ 4:02 AM

    રીત છે જીવવાની અહીં એવી,
    રોજ જીવીને… હું મરાયો છું.
    લાજવાબ… સુંદર

  4. Akhtar Shaikh said,

    June 27, 2013 @ 6:20 AM

    લોક માને છે કે હું ઊગ્યો છું,
    કોને કહું કે હજી દટાયો છું !

    રીત છે જીવવાની અહીં એવી,
    રોજ જીવીને… હું મરાયો છું.

    સુંદર….સુંદર….સુંદર

  5. sandhya Bhatt said,

    June 27, 2013 @ 8:25 AM

    અમ્રુત ઘાયલ જેવા શાયરની પન્ક્તિઓ સાથે હાથ મિલાવે તેવી ગઝલ..

  6. perpoto said,

    June 27, 2013 @ 9:21 AM

    મૂંઝવણ વચ્ચે પણ કવિશ્રી દાદ કમાયા છે…..

  7. La'Kant said,

    June 27, 2013 @ 9:51 AM

    “અવદશાનું મળ્યું છે કારણ એ જ,
    હું દિશા બાબતે મૂંઝાયો છું.”

    વાત તો સાચી છે ભાઈ ! !
    ક્યારેક….કો’ક ક્ષણે મનેય એવું લાગ્યું હતું ખરું …

    “સીધી લીટીનો માણસ,દિશા અવળી પકડી લીધી,
    એ અવળી સમજણ મારી,મને હમેશાં નડતી રહી
    નઝર ઉત્તર તરફ રાખી દક્ષિણે ચાલતો રહ્યો “કઇંક”
    કાશ! પાછું ફરીને જોઈ લેત, તો તુંજ ઊભો હતો॰

    ઉત્તર-દક્ષિણનોજ માત્ર વિરોધાભાસ રહ્યો,’’કઇંક’’
    બાકી, ગતિ તો વર્તુળાકારે હોતી હોય છે હવાની ”
    — લા’કાન્ત / ૨૭-૬-૧૩

  8. Ashok Jani 'Anand' said,

    June 27, 2013 @ 2:31 PM

    સુંદર ગઝલ..!!

    આ ગઝલ અહીં ‘લયસ્તરો’ પર પણ વાંચી આનંદ થયો…!!

  9. pragnaju said,

    June 27, 2013 @ 5:12 PM

    સ રસ ગઝલ
    મૂળ અકબંધ છે હજી મારાં,
    હું ઉપરથી ભલે કપાયો છું.

    લાગણીની કરી લખાવટ મેં,
    દાદથી ક્યાં વધુ કમાયો છું

    વાહ્

  10. Harshad said,

    June 27, 2013 @ 8:20 PM

    Bhai Sunil,
    Khuba j sunder gazal. Samje tej samaji shake under na dard ne!!

  11. urvashi parekh said,

    June 27, 2013 @ 8:29 PM

    સરસ rachna chhe.
    mul akbandh chhe haji mara, hu bhale upar thi kapayo chhu.
    lagni ni kari lakhavat me. dad thi kya vadhu kamayo chhu. ghavayela man ni saras abhvyakti .

  12. સુનીલ શાહ said,

    June 27, 2013 @ 11:43 PM

    પ્રોત્સાહક પ્રતિભાવો બદલ સૌ વડીલો–મિત્રોનો હૃદયથી આભાર. વિવેકભાઈનો વિશેષ આભાર, જેમણે ગઝલને અહીં સ્થાન આપ્યું.

  13. ગૌરાંગ ઠાકર said,

    June 28, 2013 @ 2:23 AM

    વાહ વાહ સુનિલભાઇ..સુદર ગઝલ…લોક માને છે કે હું ઊગ્યો છું,
    કોને કહું કે હજી દટાયો છું !

  14. Pravin Shah said,

    June 28, 2013 @ 5:01 AM

    સુંદર ગઝલ ! હું દિશા બાબતે મૂંઝાયો છું……વાહ !

  15. Munavvar A. Vana said,

    June 28, 2013 @ 5:24 AM

    વાહ વાહ સુનિલભાઇ..સુદર ગઝલ…લોક માને છે કે હું ઊગ્યો છું,
    કોને કહું કે હજી દટાયો છું !

  16. Shah Pravinchandra Kasturchand said,

    June 29, 2013 @ 2:20 PM

    વાહ સુનિલભાઈ,”મરીઝ” સાહેબને જીવતા કરી દીધા.
    બળવાન ગઝલે કબરમાં સૂતેલાને બોલતા કરી દીધા.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment