મારી પાસે આવ, તું; વાતો કરીશું,
સૌ દીપક બુઝાવીને રાતો કરીશું;
આપણી વચ્ચે તડપતુ મૌન તોડી,
સ્નેહભીના શબ્દને ગાતો કરીશું.
દિલીપ મોદી

વરસાદમાં – ભગવતીકુમાર શર્મા

યાદ આછી ફરફરે વરસાદમાં,
આંખ ઝીણું ઝરમરે વરસાદમાં.

બારીની જળમાં થઈ કાલાપલટ,
બારણું ડૂસકાં ભરે વરસાદમાં.

કેટલી વ્યાકુળ તરસની છે તરસ !
કૂવાથાળે કરગરે વરસાદમાં.

મિટ્ટીની ખુશ્બુને પૂરી પામવા,
આભ હેઠું ઊતરે વરસાદમાં.

મોરના ટહુકા ને સણકા છાતીના;
કોણ, ક્યાં ક્યાં વિસ્તરે વરસાદમાં !

પાતળો કાગળ લઈ આકાશનો;
કોઇ હોડી ચીતરે વરસાદમાં.

આંખ ને નભ સર્વ એકાકાર છે;
કોણ આવે ખરખરે વરસાદમાં.

– ભગવતીકુમાર શર્મા

8 Comments »

  1. Pravin Shah said,

    June 16, 2013 @ 1:43 AM

    આભ હેઠું ઊતરે વરસાદમાં…..ભાવુક હૃદયને ભીંજવતી સુંદર રચના !

  2. perpoto said,

    June 16, 2013 @ 5:12 AM

    કોણ આવે ખરખરે વરસાદમાં….ભાવક ને કવિ એકાકાર થઇ જાય..
    બારીની જળમાં થઇ કાયાપલટ….સમજાતું નથી…

  3. Vihang vyas said,

    June 16, 2013 @ 6:38 AM

    Thik chhe.

  4. kantilal vaghela said,

    June 16, 2013 @ 7:32 AM

    ખુબ સુન્દર રચના

  5. pragnaju said,

    June 16, 2013 @ 10:03 AM

    ખૂબ સુંદર ગઝલ

    આંખ ને નભ સર્વ એકાકાર છે;
    કોણ આવે ખરખરે વરસાદમાં.
    વાહ્
    યાદ
    એક તું છે કે તને કંઇ પણ નથી થાતી અસર,
    ભેટવા દરિયાને ઊછળે છે નદી વરસાદમાં.

  6. M.D.Gandhi, U.S.A. said,

    June 16, 2013 @ 10:26 PM

    ભાવુક હૃદયને ભીંજવતી ખુબ સુંદર રચના !

  7. Yogesh Shukla said,

    June 18, 2013 @ 4:27 PM

    શ્રી ભગવતીભાઈ શર્મા જી ,

    ફરી એક રચના વરસાદ પર ,

    Great sir ,તમો છો તો ગુજરાતી જીવંત છે

    અને સાથે સાથે ઉતમ કાવ્ય રચના જીવંત છે

    “યોગેશ શુક્લ ”

    Calgary ,Canada

  8. sandhya Bhatt said,

    June 27, 2013 @ 8:26 AM

    સરસ વરસાદી ગઝલ..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment