આપણાથી ક્યાંય પહોંચી ના શકાયું,
આપણે અટકી રહ્યાં હોવાપણામાં.
- વિવેક મનહર ટેલર

મીણબત્તી – કૃષ્ણલાલ શ્રીધરાણી

કયા ખૂણામાં નગર તણા આ
શી ગમ મુજને થાય ?
વીજળી તેલ તપેલું ખાલી
તાર સૂકી હોલાય.

ઓઢી અંધારાનો લાભ
દીવાસળી દ્યે ચુંબન દાહ
મીણબત્તીને, આળસ પાળ
જેવે, ટાઢે હોઠે કપાળ.

એણી નાખ્યો નિશ્વાસ,
પછી લીધો એક શ્વાસ,
ને આપ્યો ઉજાસ.

– કૃષ્ણલાલ શ્રીધરાણી

આપણી ભાષામાં ભાગ્યે જ કોઈ કવિના જીવનના બે સાફ ભાગ પડતા જોઈ શકાય… પરદેશ જતા પહેલાના “પૂર્વ શ્રીધરાણી” અને દોઢ દાયકાનો નખશિખ કાવ્યવટો અને દેશવટો ભોગવી પરદેશથી પરત ફરેલા “ઉત્તર શ્રીધરાણી”- આવા બે સુસ્પષ્ટ ફાંટા આ કવિની કવિતામાં તંતોતંત જોઈ-આસ્વાદી શકાય છે…

ખૂબ નાની ઉંમરે અદભુત કવિકર્મ કરનાર શ્રીધરાણી પરદેશથી દોઢ દાયકા બાદ પરત ફરે છે ત્યારે આઝાદી ઢૂંકડી આવી ઊભી હતી અને ગુજરાતી કવિતાની તાસીર આખી બદલાઈ ગઈ હતી. કવિતાની આ બદલાયેલી સિકલ શ્રીધરાણી અદભુત રીતે ઝીલી શક્યા એની પ્રતીતિ સમું આ કાવ્ય…

કવિના પ્રિય સવૈયા છંદમાં શરૂ થયેલ આ કાવ્યમાં અંતિમ ત્રણ પંક્તિઓ શ્રીધરાણી-છાપ ચુસ્ત-પ્રાસબદ્ધ પણ અછાંદસ મૂકી દઈ કવિએ એ જમાનામાં પણ સારસ્વતોને ચોંકાવ્યા હતા. વીજળી તેલ તપેલાં ખાલી, તાર સૂકી હોલાય જેવા વાક્યપ્રયોગમાં વીજળી જતાં અને તેલના અભાવમાં છવાઈ વળતાં અંધકારને કવિએ કેવો અદભુત રીતે ઉપસાવી આપ્યો છે ! અંધારાનો લાભ ઊઠાવી દિવાસળી આરસની પાળ જેવા ઠંડા મીણબત્તીના માથે-હોઠે ચુંબન ચોરી લે છે એ કલ્પના જ કેવી હૃદ્ય છે !

7 Comments »

  1. narendrasinh said,

    August 10, 2013 @ 3:39 AM

    એણી નાખ્યો નિશ્વાસ,
    પછી લીધો એક શ્વાસ,
    ને આપ્યો ઉજાસ.અતિ ઉત્તમ્

  2. Harshad said,

    August 10, 2013 @ 6:47 AM

    Bahutkhub Shridharanibhai,
    Kevu pade bahutkhub, I like it. Just keep it on……!

  3. Sureshkumar G Vithalani said,

    August 10, 2013 @ 9:24 AM

    Excellent imagination by the poet about the kissing of the matchstick to the candle.

  4. JAyant Shah said,

    August 10, 2013 @ 11:35 AM

    ખૂબ જ સુન્દર !!!આ પહેલા વાચી નહોતી . એ વધારે નવાઇ !!!!

  5. Swaranjali said,

    August 10, 2013 @ 2:38 PM

    ઘણુ સરસ…

  6. sudhir patel said,

    August 10, 2013 @ 10:01 PM

    સુંદર કાવ્ય!
    સુધીર પટેલ.

  7. beena said,

    September 10, 2013 @ 6:24 AM

    સુંદર કાવ્ય.
    પણ મને તો ઉજાસની કવિતાઓ ગમે.
    મિણબત્તિની (કબરસ્તાન અને તાજમહેલ માં વપરાતા )આરસપહાણની હસ્તિમાં ,
    કવિ હુંફ ભરી ,
    શિયાળાનાં તડકા જેવી,
    અને
    ઝાકળ બિંદુને ફરી પાછી અવકાશની સેર માટે લઈ જતાં પ્રાચીનાં પ્રથમ કિરણા જેવી
    ઊષ્મા આપવામાં કવિકર્મ કેમ પાછું પડે?
    આખરેદિવાસળીનો સ્પર્ષ
    મિણબત્તિને તેના અસ્તિત્વની,તેની હસ્તિની પ્રતિતિ તો ચોક્કસા કરાવી જ શકે ને!
    ખેર!કાવ્ય વાંચતા તો આવડતું નથી
    લખતા તો આવડતું જ નથી
    માટે કવિને કહું તો શું કહું?
    હા એક સુહૃદ તરીકે મારી અપેક્ષા રજુ કરી શકું?

    શુક્રિયા!
    બીના કાનાણી

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment