વિચાર છે કે થઈ જાઉં નિર્વિચાર જરા,
વિચાર પર છે પરંતુ ક્યાં અખ્તિયાર જરા?
વિવેક મનહર ટેલર

ઋતુઓનું વર્ણન – દલપતરામ

શિયાળે   શીતળ  વા  વાય   પાન   ખરે   ઘઉં  પેદા થાય;
પાકે   ગોળ   કપાસ   કઠોળ,   તેલ   ધરે    ચાવે   તંબોળ.
ધરે   શરીરે   ડગલી   શાલ,   ફાટે ગરીબ તણા પગ ગાલ;
ઘટે દિવસ ઘણી મોટી રાત,  તનમાં જોર મળે ભલી ભાત.

ઉનાળે   ઊંડા જળ જાય, નદી સરોવર જળ સુકાય;
પામે    વનસ્પતિ  સૌ  પાન,  કેસૂડાં  રૂડાં  ગુણવાન.
સારા હોજ ફુવારા બાગ,   પ્યારા ચંદન પંખા લાગ;
બોલે કોયલ મીઠાબોલ,   તાપ પડે તે તો વણ તોલ.

ચોમાસું   તો   ખાસું ખૂબ,  દીસે  દુનિયા  ડૂબાડૂબ;
લોક ઉચ્ચારે રાગ મલાર, – ખેતર વાવે ખેતીકાર.
ચંપા ચમેલી જૂઈ જાય, ફૂલ ગુલાબ ભલા ફુલાય;
છત્રી ચોમાસે સુખ માટ,  ચાખડીઓ   હીંડોળાખાટ.

-દલપતરામ

અહીં અમેરિકા આવીને fall, autumnના ચક્કરમાં ભારતીય ઋતુઓ ભૂલી જવાય છે. વળી, અહીં ચોમાસા જેવી તો ઋતુ જ નથી. બારેમાસ વરસાદ પડે રાખે. અહીં એક અમેરીકન દોસ્તને સમજાવતો’તો કે ચોમાસું શું ચીજ છે. બિચારાને માનવામા આવે જ નહીં કે ગુજરાતમાં માત્ર ચાર જ મહીના વરસાદ પડે અને બાકીના આઠ મહીના તદ્દન કોરા ! રોજે રોજ હવામાનના સમાચાર જોઈને જીવતા લોકોને કેમ કરીને સમજાવવું કે અમને અઠ્યાવીસ વરસ લગી કદી હવામાનના સમાચાર સાંભળવાની જરુર લાગેલી જ નહીં !

7 Comments »

  1. Kathiawadi said,

    October 9, 2005 @ 12:34 PM

    સાચી વાત છે. અહિં બ્રિટન માં તો અમેરીકા કરતાં પણ ખરાબ પરિસ્થિતિ છે. 22 વરસ ભારત માં જેટલી છત્રી કે કોટ નહોતા વાપર્યા તેટલા બ્રિટન માં પહેલા એક-દોઢ વરસ માં જ વપરાઇ ગ્યા’તા!

  2. SV said,

    October 9, 2005 @ 5:44 PM

    Noted the new url. A suggestion now that you have your own site maybe you should move from blogger. You know you can use Typepad or WordPress tool. That will give you a lot of flexibility. Your blog is one of the few blogs that I enjoy immensely whenever I find time. Thanks. – SV

  3. narmad said,

    October 9, 2005 @ 8:53 PM

    SV, I have actually considered WordPress. I agree that it would give a lot more flexibility. I will eventually do it. I am happy that you enjoy my blog.

  4. Siddharth said,

    October 13, 2005 @ 6:48 PM

    આ કવિતા ખરેખર સરસ છે. અમેરિકામાં ઋતુઓ આપણા કરતા અલગ છે. અહિ વસંત અને પાનખર ખરેખર ખબર પડે છે, જ્યારે ભારતમાં ખાસ તો ગુજરાતમાં એ અનુભવાતુ નથી. વધતા જતા પ્રદૂષણને કારણે ઉનાળો એ બારમાસી ઋતુ થઈ ગઈ છે, શિયાળો એકદમ અલ્પ્જીવી અને ચોમાસુ પણ અલ્પ્જીવી થઈ ગયુ છે. પરંતુ વરસાદમાં નહાવાની મજા તો હ્જી પણ દેશમાં જ આવે છે. અહીના વરસાદમાં ઠંડી ખૂબ જ લાગે છે. આ કવિતા વાંચીને નાનપણ યાદ આવી ગયુ ત્યારે ઋતુઓ ખરેખર વિભાજીત હતી, પરંતુ સમયની સાથે સાથે વધતા જતા પ્રદૂષણ અને જંગલોના નિકંદન સાથે ઋતુઓ પણ અલોપ થવા માંડી છે.

    સિદ્ધાર્થ

  5. narmad said,

    October 14, 2005 @ 10:42 PM

    Very true, Siddharth. One of the best experiences the next generation would be missing is – taking bath in rain !

  6. ઋતુઓનું વર્ણન – દલપતરામ | ટહુકો.કોમ said,

    March 24, 2011 @ 6:20 PM

    […] ઋતુઓનું વર્ણન – દલપતરામ By Jayshree, on March 25th, 2011 in કાવ્ય , દલપતરામ | અહીં અમેરિકા આવીને fall, autumnના ચક્કરમાં ભારતીય ઋતુઓ ભૂલી જવાય છે. વળી, અહીં ચોમાસા જેવી તો ઋતુ જ નથી. બારેમાસ વરસાદ પડે રાખે. અહીં એક અમેરીકન દોસ્તને સમજાવતો’તો કે ચોમાસું શું ચીજ છે. બિચારાને માનવામા આવે જ નહીં કે ગુજરાતમાં માત્ર ચાર જ મહીના વરસાદ પડે અને બાકીના આઠ મહીના તદ્દન કોરા ! રોજે રોજ હવામાનના સમાચાર જોઈને જીવતા લોકોને કેમ કરીને સમજાવવું કે અમને અઠ્યાવીસ વરસ લગી કદી હવામાનના સમાચાર સાંભળવાની જરુર લાગેલી જ નહીં ! – ધવલ શાહ […]

  7. Maheshchandra Naik said,

    March 25, 2011 @ 8:26 AM

    સુરતની પ્રાથમીક શાળામા અભ્યાસ કરતો હતો ત્યારે વાંચેલી કવિતા દ્વારા બાળપણ યાદ કરાવવા બદલ આભાર્…………….કેનેડામા પણ ચોમાસુ, ઊનાળો અને શિયાળોની મૌસમ અનુભવવાનો અભાવ હમેશ સાલે છે………ત્યાં ચોમાસાનો ધોધમાર વરસાદ અને સરદાર પુલ પરથી પસાર થતા એનો આનદ અને ઉમગ………..ઉનાળામા ગામ જઈ હાફુસ અને પાયરી કેરીની રોજ રોજની મિજબાની………..શિયાળો તો સુરતનો જ સારો પાપડી, પોંક અને પતગની સાથે ઉધિયુ, મલાઈની મહેફીલ માણવાની, ચ્ંદનીપડવાની ઘારી ભુસુની મઝા અહી ક્યા છે??????? અહી બધુ હશે પણ આ બધુ નથી……………..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment