ઝળહળતો થઈ જઇશ પછી હું ક્ષણાર્ધમાં
તારી નજરના સ્પર્શથી શણગારજે મને
-ભગવતીકુમાર શર્મા

એણે કાંટો કાઢીને – વિનોદ જોશી

એણે કાંટો કાઢીને મને દઇ દીધું ફૂલ
હું તો છાતીમાં સંઘરીને લાવી બુલબુલ…

પછી ઢોલિયે જરાક પડી આડી તો,
અરે ! અરે ! ટહુકાથી ફાટફાટ ચોળી,
ઓશીકે બાથ ભરી લીઘી તો,
ફર્ર દઇ ઊડી પતંગિયાની ટોળી;

મારે કંદોરે લળી પડી મોતીની ઝૂલ,
મેં તો શરમાતી ઓઢણીમાં સંતાડી ભૂલ.

હવે દીવો ઠારું? કે પછી દઇ દઉં કમાડ?
હું તો મૂંઝારે રેબઝેબ બેઠી,
આઘી વઈ જાઉં પછી ઓરી થઇ જાઉં
પછી પગલું માંડું તો પડું હેઠી!

હું તો પડછાયો પાથરીને કરતી ‘તી મૂલ,
કોઇ મારામાં ઓગળીને પરબારું ડૂલ…

-વિનોદ જોશી

એક રળિયામણું ગીત…..

5 Comments »

  1. વિવેક said,

    April 22, 2013 @ 3:09 AM

    શૃંગારરસથી ભર્યુંભાદર્યું મસ્ત મજાનું ગીત !

  2. Suresh Shah said,

    April 22, 2013 @ 3:13 AM

    તળપદી ભાષામાં શણગારેલું, ભાવનાઓને દર્શાવતું સુંદર કાવ્ય.

    – સુરેશ શાહ, સિંગાપોર

  3. pragnaju said,

    April 22, 2013 @ 1:23 PM

    એણે કાંટો કાઢીને મને દઇ દીધું ફૂલ
    હું તો છાતીમાં સંઘરીને લાવી બુલબુલ…
    સરસ
    ફ્રોઈડના મનોવૈજ્ઞાનિક સંશોધને કળાસાહિત્યમાં મનોવિશ્લેષણની એક નવી પદ્ધતિ માટેની ભૂમિકા તૈયાર કરી એટલું જ નહિ. પણ શૃંગારરસના નિરૂપણ માટે પણ એક નૂતન દિશા ખોલી આપી. ફ્રોઈડનાં આ વિચારને લઈને કેટલીય આવી કૃતિઓનું સર્જન થયું

  4. Maheshchandra Naik said,

    April 22, 2013 @ 4:42 PM

    પ્રિયતમાની મનભાવન પ્રિયતમ માટેની ઉત્કૃષ્ટ લાગણીઓની અનુભુતિ વ્યકત કરતુ સરસ માદક ભાવનાઓ થી ભરપુર ગીત્……………………….

  5. નરેન્દ્ર કાણે said,

    April 27, 2013 @ 2:32 AM

    મનનિ ભાવનાને શાબ્દિક ચિત્ર મા રજુ કરતિ સરસ કવિતા

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment