અણગમતું આયખું લઈ લ્યોને, નાથ !
મને મનગમતી સાંજ એક આપો...
જગદીશ જોષી

મારી કોટડીમાં સામાન ઘણો – નીનુ મઝુમદાર

એક ખૂણે મારો પ્રેમ ભર્યો છે,
એક ખૂણે અભિલાષા
એક ખૂણે ધિક્કાર ભર્યો છે,
એકમાં ઘોર નિરાશા
બાળપણાની શેરી લઈ પેલી
ભરી છે આખી ને આખી.
યૌવનના કંઈ બાગ બગીચા,
પ્રીતડીઓ વણચાખી.
ભર્યો છે હાસ્યને રુદન સાથે ઝોળો સુખદુઃખ તણો
મારી કોટડીમાં સામાન ઘણો.

પાર વિનાની ભૂલ પડી છે,
કોઈના કંઈ ઉપકારો
ઓસરતા ભૂતકાળની મૂર્તિ,
ભાવિના કૈંક ચિતારો
સર્જનનો ઈતિહાસ ભર્યો છે,
ભૂગોળ ખગોળ ભેળો
લેશ જગ્યા નહીં મુજ માટે,
ઉભરાયો છે વ્યર્થનો મેળો.
બંધ આ મારાં દ્વારની પાછળ વધ્યો કોટિ કોટિ ગણો
મારી કોટડીમાં સામાન ઘણો.

– નીનુ મઝુમદાર

જન્મ લઈએ ત્યારે આપણી કોટડી ખાલી હોય છે પણ આપણો બધો પરિશ્રમ આ કોટડીને ભરવાની દિશામાં જ થતો હોય છે. પ્રેમ, મોહ, માયા, મદ, ક્રોધ, કામ ઓછું પડતું હોય એમ સંબંધો, આશાઓ, દુઃખ-સુખ – શું શું નથી ભર્યે જતા આપણે? બે ઘડી પણ આપણને એ પ્રતીતિ થતી નથી કે “મશક અહીંની અહીં રહી જવાની, છતાં પણ એ ભરવાની મહેનત દિવસ-રાત થઈ છે.”

10 Comments »

  1. Rina said,

    March 28, 2013 @ 1:47 AM

    પાર વિનાની ભૂલ પડી છે,
    કોઈના કંઈ ઉપકારો
    ઓસરતા ભૂતકાળની મૂર્તિ,
    ભાવિના કૈંક ચિતારો

    Beautiful. ….

  2. perpoto said,

    March 28, 2013 @ 3:49 AM

    રાખું નજર

    કુલી માથે પેટારો

    કિંમતી ઘણો

  3. B said,

    March 28, 2013 @ 5:47 AM

    Hard truth poet says in this poem , yet we don’t get it .

  4. P. P. M A N K A D said,

    March 28, 2013 @ 7:02 AM

    The absolute truth of not only his [poet’s] life & thoughts, but is that of all of us. Very good poem.

  5. pragnaju said,

    March 28, 2013 @ 9:13 AM

    બંધ આ મારાં દ્વારની પાછળ વધ્યો કોટિ કોટિ ગણો
    મારી કોટડીમાં સામાન ઘણો.
    સરસ

    ઈતિહાસ સાથે જીવવાનો કોઈ અર્થ નથી. આટલા બધા સામાનની વચ્ચે મારે ઊભા રહેવા માટે લેશ પણ જગ્યા રહી નથી. આસપાસ વ્યર્થનો મેળો ઊભરાય છે અને આ બધી હકીકત હોવા છતાંયે, આ હકીકતની સમજણ હોવા છતાંયે, મારા બંધ બારણા પાછળ કરોડ ગણો સામાન વધ્યા જ કરે છે. આ સામાનના ભાર તળે હું દટાયા કરું છું, ધરબાયા કરું છું. આમાંથી કશું ઊપજતું નથી કે કશું નીપજતું નથી.

  6. Harikrishna. (HariK) Patel said,

    March 28, 2013 @ 9:44 AM

    ંમ્ઝુમ્દારજિ
    શુ ત્મરા દિમાગ્મા આવો ખ્જાનો ભ્ર્યો ચેૅૅ જે
    અમારા માતે હ્મેશ થ્લ્વાતો ર્હે
    ઢ્ન્યાવાદ

  7. ભૂપેન્દ્ર ગૌદાણા,વડોદરા said,

    March 28, 2013 @ 2:01 PM

    જાયેગા જબ યહાઁ સે , કુછભી ન સાથ હોગા … દો ગજ કફન કા ટૂકડા તેરા હી સાથ હોગા… એવીજ વાત
    બધીજ ખબર હોવા છતાં.. બે ઘડી પણ આપણને એ પ્રતીતિ થતી નથી કે “મશક અહીંની અહીં રહી જવાની, છતાં પણ એ ભરવાની મહેનત દિવસ-રાત થઈ છે.”… સનાતન સત્ય! એક નાની વાત યાદ આવે છે, એક ધનિક માણસ જ્યોતિષ પાસે જાય છે- જાણવા કે તેની આવનાર પેઢી કેટલી સુખી હશે !? જ્યોતિષે કહ્યું ” આનંદ કરો ! તમે સાત પેઢી સુધી ન ખૂટે એટલી સંપત્તિ અને ધન કમાશો !” ધનિક માણસ રડવા માંડ્યો ” મારી આઠમી પેઢી નું શું થશે? જીવનભર ભૌતિક સુખ સંપત્તિ ખાતર એ સિવાય પણ ઘણી ભૂલો થતી હોય છે, પ્રેમ તો સમજ્યા, ધીક્કર,ઘોર નિરાશા ,હાસ્ય સાથે રૂદન ,કોઈના ઉપકાર ભૂલાઈ જવા! બધુંજ અહીં છોડી ને જવાનું છે તે જાણતા હોવા છતાં!

  8. Maheshchandra Naik said,

    March 29, 2013 @ 1:17 AM

    જીવનની વાસ્તવિકતા રજુ કરતી રચના, ઊચી ગજાની ફિલોસોફી સ્વિકારવી રહી………………

  9. Harshad said,

    March 30, 2013 @ 3:46 PM

    bahu j saras!! I read it as a poem and enjoyed like Gazal!! Gharma anubhavati
    harsh ane khushini manobhavananu khub j saras chitran. Ahi potana sharirne
    ane astitvane ghar samaji kareli rachana khub j gami.
    God Bless You!!

  10. La'Kant said,

    April 2, 2013 @ 5:17 AM

    “ભૂગોળ ખગોળ ભેળો
    લેશ જગ્યા નહીં મુજ માટે,
    ઉભરાયો છે વ્યર્થનો મેળો.”
    -આપણે આ સમસ્તના એક અક્ષુણ્ણ ” અંશમાત્ર” !
    શું અને કેટલી વિસ્સાત આપણી ?
    બધું ગોળ ગોળ ગોળ …અંતત: ‘ શૂન્ય =’ગોલ’ ગોળ
    -લા’કાન્ત / ૨-૪-૧૩

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment