પાસપાસે – માધવ રામાનુજ
પાસપાસે તો યે કેટ્લાં જોજન દૂરનો આપણે વાસ !
જેમ કે ગગન સાવ અડોઅડ તો ય છેટાંનો ભાસ.
રાત-દી નો સથવાર તે સામે મળવાનું તો
કોઇ દહાડો સુખ મળતું નથી,
આવકારાનું વન અડાબીડ, બારણું ખોલી
ફળિયામાં સળવળતું નથી;
આસુંને યે દઇ દીધો છે ભવનો કારાવાસ…
પાસપાસે તો યે કેટ્લાં જોજન દૂરનો આપણે વાસ !
ઝાડથી ખરે પાંદડું એમાંય
કેટલાં કિરણ આથમ્યાનું સંભારણું હશે?
આપણી વચ્ચે ‘આવજો’ની કોઇ ભીંત હશે,
કે યાદ જેવું કોઇ બારણું હશે?
પડખે સૂતાં હોય ને લાગે શમણાનો સહવાસ !
જેમ કે ગગન સાવ અડોઅડ તો ય છેટાંનો ભાસ.
-માધવ રામાનુજ
ઘણીવાર વિચાર આવે કે ભગવાન બુદ્ધને આવી કોઈ વેદના નહિ થતી હોય …. પરંતુ આવી માનવ-સહજ વેદના વિના જીવન કેવું થઇ જતું હશે !! અનુભવે જ સમજાય એવી વાત છે……

Rina said,
March 11, 2013 @ 1:26 am
Awesome
Jayshree said,
March 11, 2013 @ 3:50 am
http://layastaro.com/?p=3685
perpoto said,
March 11, 2013 @ 3:52 am
સુંદર ગીત.
તીર્થેશભાઇ,બુધ્ધ,આ વેદનાથી છુટવા માટે જ તો ,મહેલ છોડી ગયાં…..
pragnaju said,
March 11, 2013 @ 10:01 am
ખૂબ સરસ ગીત,
ઝાડથી ખરે પાંદડું એમાંય
કેટલાં કિરણ આથમ્યાનું સંભારણું હશે ?
આપણી વચ્ચે ‘આવજો’ની કોઈ ભીંત હશે,
કે યાદ જેવું કોઈ બારણું હશે ?
પડખે સૂતાં હોય ને લાગે સમણાંનો સહવાસ !
જેમ કે, ગગન સાવ અડોઅડ તોય છેટાંનો ભાસ.
નેહાની વેદના કદાચ આવી હશે ?
બાકી તેમનો પરિચયમા તેમનું આ ગીત યાદ આવે…
આપણે તો ભૈ રમતારામ !
વાયરો આવે-જાય એણે ક્યાંય બાંધ્યાં ના હોય ગામ
વાદળ કેવું વરહે, કેવું ભીંજવે ! એવું ઊગતા દીનું વ્હાલ !
આછેરો આવકાર મળે, બે નેણ ઢળે -
બસ, એટલામાં તો છલકી થાઈં ન્યાલ !
મારગે મળ્યું જણ ધડીભર અટકે, ચલમ પાય
ને પૂછે – કઈ પા રહેવાં રામ ?
વાયરો આવે-જાય એણે ક્યાંય બાંધ્યાં ના હોય ગામ
ઓઢવાને હોય આભ, ઉશીકાં હોય શેઢાનાં, પાથરેલી હોય રાત;
સમણાંના શણગાર સજીને ઊંધ આવે
ને પાંખડીઓ-શા પોપચે આવે મલકાતું પરભાત,
ઝાકળમાં ખંખોળિયું ખૈ ને હાલતા થાઈ, પૂછતા નવાં નામ…
આપણે તો ભૈ રમતારામ !
Maheshchandra Naik said,
March 11, 2013 @ 7:09 pm
પડખે સૂતા હોય ને લાગે સમણાનો સહવાસ !
જેમ કે, ગગન સાવ અડોઅડ તોય છેટાનો ભાસ
સરસ ગીત …………
કવિશ્રી માધવ રામાનુજને અભિનદન………………
Harikrishna. (HariK) Patel said,
March 13, 2013 @ 11:10 am
ખ્રેખ્ર ખુબ જ સ્ર્સ
ધન્ય્વાદ્
Harsha vaidya said,
March 15, 2013 @ 11:11 pm
આ ગી ત મને ખૂબ જ ગમતું ગિત છે.અને ખાસ તો એ વાતનું ગૌરવ છે કે મારી ગુરુ-બેલડીએ ગયું છે.શ્રી.રાસભાઈ અને વિભાબહેન.તેમણે અનેકાનેક વંદન.
Harsha vaidya said,
March 15, 2013 @ 11:13 pm
આ ગી ત મને ખૂબ જ ગમતું ગીત છે.અને ખાસ તો એ વાતનું ગૌરવ છે કે મારી ગુરુ-બેલડીએ ગાયું છે.શ્રી.રાસભાઈ અને વિભાબહેન.તેમણે અનેકાનેક વંદન.