મરણરૂપે જ મૂકાઈ ગઈ છે મર્યાદા
જીવનથી સહેજ વધારે હું વિસ્તરી ન શકું
ભરત વિંઝુડા

અનહદ અપાર વરસે – નયના જાની

આ ધોધમાર વરસે, ચોમેર ધાર વરસે,
હું કેટલુંક ઝીલું ? અનહદ અપાર વરસે !

ના શ્રાવણી અષાઢી વરસાદના દિવસમાં,
એ તો અકળ અમસ્તું બસ વારવાર વરસે !

ભીંજાઉં ન્હાઉં ડૂબું આઘે તણાઉં એવું,
આ નેહના ગગનનો સઘળોય સાર વરસે !

હા જો કહું તો વરસે, ના પણ કહું તો વરસે,
કૈં ના કહું તો આવી આવી ધરાર વરસે !

છલકી જવાય એવું કે છોળ થઈ જવાતું,
ઘેઘૂરને ઘુઘવતો એવો ખુમાર વરસે !

– નયના જાની

વરસવાની મોસમ છે એવામાં આ એક વરસાદી ગઝલ… પ્રિયતમ કંઈ શ્રાવણ-અષાઢ જોઈને થોડો વરસે છે? એ તો વરસે, અમસ્તો અમસ્તો વરસે ને વારંવાર વરસે.  એને હા પાડો તોય વરસે ને ના કહો તોય. અને કંઈ જ ન કહો તો તો ઘડી ઘડી વરસશે. પ્રેમનો વરસાદ જ કંઈ એવો છે કે છલકી ઊઠાય, છોળ થઈ ઊઠાય, અસ્તિત્વ ઘુઘવાટા મારી ઊઠે એ ખુમારીથી એ વરસે છે…

15 Comments »

  1. મીના છેડા said,

    September 21, 2012 @ 1:23 AM

    🙂

  2. Rina said,

    September 21, 2012 @ 2:29 AM

    Beautiful

  3. sneha said,

    September 21, 2012 @ 4:14 AM

    awesome

  4. Rasila Kadia said,

    September 21, 2012 @ 7:04 AM

    આ માત્ર વરસાદની ધારા નથી કે પ્રીતમનો સ્થૂળ પ્રેમ નથી. આ તો છે આધ્યાત્મિક પ્રેમ!!
    સુક્ષ્મ અનુભૂતિ નું સુંદર આલેખન

  5. rajesh mahant said,

    September 21, 2012 @ 7:32 AM

    બસ વરસી પડાયુ
    ઘણા વખત કોઇ ક્રુતિ મળી કે જેને વાન્ચતા જ દિલ તરબોળ થૈ જાય્
    ખુબ જ મજા આવી

  6. ધવલ said,

    September 21, 2012 @ 7:43 AM

    છલકી જવાય એવું કે છોળ થઈ જવાતું,
    ઘેઘૂરને ઘુઘવતો એવો ખુમાર વરસે !

    – વાહ !

  7. pragnaju said,

    September 21, 2012 @ 8:19 AM

    સરસ

  8. Yash jani said,

    September 21, 2012 @ 8:46 AM

    nice one

  9. perpoto said,

    September 21, 2012 @ 8:46 AM

    રમેશ ્પારેખની –મને ભિંજવે તુ, તને વરસાદ ભીંજવે…..યાદ આવે

  10. ભૂપેન્દ્ર ગૌદાણા વડોદરા said,

    September 21, 2012 @ 11:04 AM

    આ ધોધમાર વરસે, ચોમેર ધાર વરસે,
    હું કેટલુંક ઝીલું ? અનહદ અપાર વરસે !

    છલકી જવાય એવું કે છોળ થઈ જવાતું,
    ઘેઘૂરને ઘુઘવતો એવો ખુમાર વરસે !
    ભીંજાઉં ન્હાઉં ડૂબું આઘે તણાઉં એવું,

    વરસવું અને ભીંજાવું અને તે પણ સતત તેજ સહજીવન નો મરમ (મર્મ) છે. આધ્યાત્મિક અર્થમાં પણ ઢાળી શકાય એવી રચના છે – આ નેહના ગગનનો સઘળોય સાર વરસે !

    બસ , લયસ્તરો પાસેથી પણ આવીજ અપેક્ષા છે
    – અસ્તિત્વ ઘુઘવાટા મારી ઊઠે એ ખુમારીથી એ વરસે !!
    – મને ભિંજવે તુ ( લયસ્તરો!), તને વરસાદ (જ્ઞાનનો) ભીંજવે…..

  11. Amin Panaawala said,

    September 22, 2012 @ 3:09 AM

    ઘનુ સરસ્

  12. P Shah said,

    September 24, 2012 @ 1:11 AM

    ઘેઘૂરને ઘુઘવતો એવો ખુમાર વરસે !

    સરસ !

  13. PUSHPAKANT TALATI said,

    September 24, 2012 @ 7:24 AM

    Very nice and briliant IDEA has been embodied in this poem.
    All FIVE are full of thoughts; but however I liked the followings most.

    ભીંજાઉં ન્હાઉં ડૂબું આઘે તણાઉં એવું,
    આ નેહના ગગનનો સઘળોય સાર વરસે !

    હા જો કહું તો વરસે, ના પણ કહું તો વરસે,
    કૈં ના કહું તો આવી આવી ધરાર વરસે !

    HEARTIEST THANKS to LAYASTARO for such a nice materials.

  14. Maheshchandra Naik said,

    September 25, 2012 @ 9:33 AM

    સરસ રચના, અભિનદન

  15. Jayshree Bhakta said,

    December 5, 2017 @ 12:42 AM

    એકદમ મજેદાર ગઝલ.. અને એનું એટલું જ મઝાનું સ્વરાંકન…
    http://tahuko.com/?p=17260

    હા જો કહું તો વરસે, ના પણ કહું તો વરસે,
    કૈં ના કહું તો આવી આવી ધરાર વરસે !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment