પુસ્તક ઊઘાડતાં શું જૂનું ગુલાબ મહેકે?
ના, ફૂલ એ સૂકું નહિ, પણ યાદ એક ચહેકે.
- વિવેક મનહર ટેલર

જીવન અને સેક્સ – દેવીપ્રસાદ વર્મા (અનુ. સુરેશ દલાલ)

તું નહિ શકુન્તલા
હું નહિ દુષ્યન્ત
તું નહિ કામિની
હું નહિ કંથ
સાધારણ નારી-નર
આપણે નહિ અનંત
રોજી ને રોટીના ચક્કરમાં
જીવનનો અન્ત
(જીવ્યા વિના)
મરણ પછી આપણે એકાંતમાં
સેક્સ વિશે વિચારશું.

– દેવીપ્રસાદ વર્મા
(અનુ. સુરેશ દલાલ)

હચમચાવી મૂકે એવું કાવ્ય. આજના સ્ત્રી-પુરુષની વાત છે. બંને જાણે છે કે એ લોકો દુષ્યંત કે શકુંતલા જેવા અસામાન્ય નથી. વેદના આપે એવી વાત તો એ છે કે એ લોકો જાણે છે કે કદાચ એ લોકો જીવનની દોડધામમાં પતિ-પત્ની પણ નથી રહ્યા, માત્ર સ્ત્રી-પુરુષ બની ગયા છે અને સાચા અર્થમાં જીવ્યા વિના જ મૃત્યુ પણ પામશે. સ્ત્રી-પુરુષ સાહચર્યની મુખ્ય ધરી સેક્સ કરવાની વાત તો દૂર રહી, એ લોકો જીવતેજીવત એના વિશે વિચારી પણ નથી શકતા… કેમકે સેક્સ વિશે વિચારવા માટે એકાંત જોઈએ જે કદાચ મરણ પછી નસીબ થાય…

પરંપરિત ઝુલણા છંદના કારણે નાનું અમથું આ કાવ્ય દરિયાના મોજાંની જેમ આવ-જા કરતું હોય એમ ચિત્તતંત્રને ઝંકોરતું રહે છે…

15 Comments »

  1. PRAGNYA said,

    August 9, 2012 @ 9:54 AM

    ખુબ સરસ!!!!

  2. Gaurav Pandya said,

    August 9, 2012 @ 10:11 AM

    kya baat hai……

    Outstanding… with inner thoughts..

  3. પુષ્પકાંત ગજ્જર said,

    August 9, 2012 @ 10:49 AM

    જીવનનું સનાતન સત્ય ! આદર્શ જીવનની આદર્શ વાતોને અનુસરવામાં કુદરતથી દૂર થતાં માનવની વ્યથા ની કથા ! જેના માટે સાહચર્ય સ્વીકારે છે તે જ ક્રિયા થી દૂર રહેતા માનવની મજબૂરીનું અનોખું શબ્દાંકન ! સેક્સ જેવા અછૂતાં વિષય પર ખૂલીને વિચારો વ્યક્ત કરવા બદલ શ્રી દેવીપ્રસાદ વર્મા અને શ્રી સુરેશ દલાલ નો દિલથી આભાર.

  4. pragnaju said,

    August 9, 2012 @ 10:56 AM

    આ સંવેદનશીલ વાતો જ્યારે જ્યારે પણ રજુ થાય ત્યારે કેટલાકને મધુરી અભિવ્યક્તી લાગે તો કટલાકને બિભત્સતા લાગે ! બિભત્સતા શબ્દોમાં ઓછી અને મનમાં વધુ હોય છે. ગઝલમાં પ્રેમિકા, સાકી-શરાબ અને ઈશ્વરની વાતો જ થતી હતી.હવે આતંકવાદ અને તેના પરિણામોની વિભીષિકા દર્શાવે છે. અને શબાબ ,સુરા ,અને સુંદરી ના ત્યાગ પાછળ કઇ શક્તિ કામ કરશે ?. સરળ ઉત્તરછે પ્રેમ! અને સાંસાર પ્રેમ થી ઈશ્વર પ્રેમ તરફ
    વાલ્મિકી , નર્મદ, કલાપી, મુકુલ , નયન, પંચમે,વિવેકે પણ આવું સંવેદનશીલ લખ્યું છે.તેને
    સમજુ સાહિત્યપ્રેમીઓ એ સાહજિકતાથી લીધું છે તે રીતે આ વેદના
    રોજી ને રોટીના ચક્કરમાં
    જીવનનો અન્ત
    (જીવ્યા વિના)
    મરણ પછી આપણે એકાંતમાં
    સેક્સ વિશે વિચારશું.

    સમજાશે

  5. Tanvi Patel said,

    August 9, 2012 @ 1:21 PM

    બહુ જ સચોટ ને ધારદાર કવિતા ખુબ જ સરસ

  6. sweety said,

    August 10, 2012 @ 3:35 AM

    રોજી ને રોટીના ચક્કરમાં
    જીવનનો અન્ત
    (જીવ્યા વિના)
    મરણ પછી આપણે એકાંતમાં
    સેક્સ વિશે વિચારશું.

    કેટલુ ખરુ, જિવન નેી કરુણા

  7. La' KANT said,

    August 10, 2012 @ 8:29 AM

    બે વ્યક્તિઓ =સ્ત્રી અને પુરુષના જીવનની મૂળભૂત જરૂરત,.સેક્સ ..<.રોટી,કપડા મકાન અને ખાવું,પીવું [તરસ મીટાવવી ,જેવું અને જેટલું અગત્યનું..તત્ત્વ .(ઇન્ટીગ્રલ પાર્ટ ઓફ લાઈફ) ] .
    માટે આખરી પ્રાયોરિટી આપવી પડે એ કેવી કરુણતા ?! જીવનને ખરા અર્થમાં જીવવાની ચાર્મ….
    વગરનું જીવન ! અને તેય "મરણ પછી આપણે એકાંતમાં સેક્સ વિશે વિચારશું." કહેવું,અનુંભવવું પડે એ નાગરી જીવનનો મહા-અભિશાપ જ !

    બાકી , "પ્રજ્ઞાજુ" જી ની વાત પણ માર્મીલી અને સાચી છે જ! ઃ ,

  8. ધવલ શાહ said,

    August 10, 2012 @ 8:37 AM

    ચોટદાર !

  9. Dhruti Modi said,

    August 10, 2012 @ 3:26 PM

    વેધક અને ધારદાર કાવ્ય.

  10. Dhruti Modi said,

    August 10, 2012 @ 3:31 PM

    શ્રી સુરેશ દલાલસાહેબના સમાચાર જાણવા મલ્યા. પ્રભુ ઍમના આત્માને શાંતિ આપે.

    ઓમ શાંતિ ઓમ્……

  11. pragnaju said,

    August 10, 2012 @ 6:15 PM

    સ્વ સુરેશભાઇ દલાલને અમારી શ્રધ્ધાંજલી
    પ્રભુ એમના આત્માને શાંતી આપે.
    નીરવ રવે પર પધારશો

  12. Mukesh Kishnani said,

    August 10, 2012 @ 9:31 PM

    સુરેશભાઇ દલાલને અમારી શ્રધ્ધાંજલી
    પ્રભુ એમના આત્માને શાંતી આપે.

  13. Nivarozin Rajkumar said,

    September 2, 2012 @ 11:25 AM

    રોજી ને રોટીના ચક્કરમાં
    જીવનનો અન્ત………..

    સર્વ સામાન્ય તકલીફ્….સરળ રજૂઆત્

  14. Andien said,

    July 26, 2014 @ 1:06 AM

    Wham bam thank you, ma’am, my quesniots are answered!

  15. Suresh Shah said,

    April 10, 2015 @ 1:23 AM

    કુદરતથી દૂર થતાં માનવની વ્યથા ની કથા ! માનવની મજબૂરી.
    બિભત્સતા શબ્દોમાં ઓછી અને મનમાં વધુ હોય છે. સાંસાર પ્રેમ થી ઈશ્વર પ્રેમ તરફ
    વાલ્મિકી , નર્મદ, કલાપી, મુકુલ , નયન, પંચમે,વિવેકે પણ આવું સંવેદનશીલ લખ્યું છે. તેને
    સમજુ સાહિત્યપ્રેમીઓ એ સાહજિકતાથી લીધું છે તે રીતે આ વેદના.
    જીવનની કરુણા તાદ્શ રજૂ કરી. આધુનિક યંત્ર યુગનો માનવ જીવે છે કરો?
    વિકએન્ડ પેરેન્ત્સ જેવા કુદરતને ક્યાંથી માણે – અરે સહજીવન જીવવાની ક્ષમતા પણ ગુમાવી દીધી છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment