ફૂલ સમી તું દૃષ્ટિ ફેંકે, તને મળે ગજરો ઉત્તરમાં*,
રગરગમાં કંઈ મઘમઘ મહેંકે, કહેવું કેમ કરી અક્ષરમાં?
વિવેક મનહર ટેલર

ગઝલ – ગૌરાંગ ઠાકર

(ગૌરાંગ ઠાકરે સ્વહસ્તે ખાસ લયસ્તરો માટે લખી આપેલી અપ્રગટ રચના)

એક તો તારો મને પર્યાય દેખાતો નથી,
ને ઉપરથી તું સરળતાથી અહીં, મળતો નથી.

તું હવે વરસાદ રોકે તો હું સળગાવું ચૂલો,
રોટલો આ છત વગરના ઘરમાં શેકાતો નથી.

ફૂંક મારીને તું હવાને આટલી દોડાવ ના,
ધૂળ છે કે મ્હેંક, એનો ભેદ પરખાતો નથી.

એક માણસ ક્યારનો આંસુ લૂંછે છે બાંયથી,
આપણાથી તો ય ત્યાં રૂમાલ દેવાતો નથી.

ડાળથી છૂટું પડેલું પાંદડું પૂછ્યા કરે,
વૃક્ષ પરનો એક ટહુકો કેમ ભૂલાતો નથી ?

ભીતરી આખી સફર પર ચાલવાની છે મજા,
એકલા બસ આપણે એ ભીડનો રસ્તો નથી.

-ગૌરાંગ ઠાકર

થોડા સમય પહેલાં જ આપણે અહીં ગૌરાંગ ઠાકરના હિસ્સાના સૂરજના અજવાસમાં ન્હાયા હતા. આજે એમણે સ્વહસ્તે ખાસ લયસ્તરો માટે લખી આપેલ એક અક્ષુણ્ણ રચના માણીએ. ઈશ્વરને વરસાદ રોકવાની વિનંતી હોય કે બાંયથી આંસુ લૂછતી ગરીબીને સાંત્વનનો રૂમાલ આપવાની વાત હોય યા હોય ભીતરની સફર પર ચાલવાના આનંદની વાત, દુષ્યન્તકુમારની યાદ આવી જાય એવી સશક્ત બયાની અહીં જોવા મળે છે એ સૂરતનું સદભાગ્ય ગણી શકાય… આભાર, ગૌરાંગભાઈ!

24 Comments »

  1. Vashishth Shukla said,

    September 1, 2007 @ 12:37 PM

    We are thankful to “Laystaro” for entertaining us and giving chance to peep into the dignity and decorum of our Gujarati Culture….. Such a nice ghazal of Gaurangbhai…
    Special thanks to him for giving confidence about potential writer…
    Vashishth Shukla
    Vadodara
    098795 98918

  2. ધવલ said,

    September 1, 2007 @ 6:06 PM

    ડાળથી છૂટું પડેલું પાંદડું પૂછ્યા કરે,
    વૃક્ષ પરનો એક ટહુકો કેમ ભૂલાતો નથી ?

    – બહુ સરસ વાત !

    ફૂંક મારીને તું હવાને આટલી દોડાવ ના,
    ધૂળ છે કે મ્હેંક, એનો ભેદ પરખાતો નથી.

    – તદ્દન નવી વાત !

    સૂરતને સશક્ત ગઝલકારોનું અદભૂત વરદાન મળેલું છે !

  3. Ketan Shah said,

    September 3, 2007 @ 12:19 AM

    એક માણસ ક્યારનો આંસુ લૂંછે છે બાંયથી,
    આપણાથી તો ય ત્યાં રૂમાલ દેવાતો નથી.

    વાહ ગૌરાંગભાઈ. ગરીબીનો બહુ જ દુખદ ચીતાર આપ્યો છે.

    કેતન શાહ
    વડોદરા

  4. Jina said,

    September 3, 2007 @ 3:16 AM

    “એક તો તારો મને પર્યાય દેખાતો નથી,
    ને ઉપરથી તું સરળતાથી અહીં, મળતો નથી.

    તું હવે વરસાદ રોકે તો હું સળગાવું ચૂલો,
    રોટલો આ છત વગરના ઘરમાં શેકાતો નથી.”

    …. જલન માતરી યાદ આવી ગયાં…

  5. Tulsi Thakar said,

    September 3, 2007 @ 9:23 AM

    Gaurang Bhai,

    Great Gazal …. Waah Ustaad !!

  6. Pinki said,

    September 3, 2007 @ 12:32 PM

    ડાળથી છૂટું પડેલું પાંદડું પૂછ્યા કરે,
    વૃક્ષ પરનો એક ટહુકો કેમ ભૂલાતો નથી

    વાહ ! આ તો અદ્-ભૂત વાત !!

  7. Hiral Thaker - 'Vasantiful' said,

    September 6, 2007 @ 4:08 AM

    Excellent…!!!!!!

    Specialy Ilike these four lines from this GAZAL…..

    “એક તો તારો મને પર્યાય દેખાતો નથી,
    ને ઉપરથી તું સરળતાથી અહીં, મળતો નથી.

    તું હવે વરસાદ રોકે તો હું સળગાવું ચૂલો,
    રોટલો આ છત વગરના ઘરમાં શેકાતો નથી.”

  8. Anuradha said,

    September 9, 2007 @ 7:31 AM

    ” ફૂંક મારીને તું હવાને આટલી દોડાવ ના,
    ધૂળ છે કે મ્હેંક, એનો ભેદ પરખાતો નથી.”

    This line is very special for every person who can’t know that somone is love him or not……….. very beautiful creation thanks .
    I also want some gazal/geet like “EK RAJKAN SURAJ THAVANE SHAMANE……………”and “AKHIYE RAT TANE KAHEVANI VAT……………”and “VRUKSH VRUKSHNE DAL DAL NE PAN PAN NE FUL FUL MA NARTAN……………”If you have this songsor any helpline to achive this than please tell me as soon as possible…..

  9. Jayshree said,

    September 9, 2007 @ 3:33 PM

    બધા જ શેરમાં ખૂબ મજા આવી….

    ડાળથી છૂટું પડેલું પાંદડું પૂછ્યા કરે,
    વૃક્ષ પરનો એક ટહુકો કેમ ભૂલાતો નથી ?

    just excellent… !!

    પણ મને છેલ્લો શેર ના સમજાયો….

  10. Harry said,

    September 12, 2007 @ 2:40 AM

    nice gazal !!

    ડાળથી છૂટું પડેલું પાંદડું પૂછ્યા કરે,
    વૃક્ષ પરનો એક ટહુકો કેમ ભૂલાતો નથી ?

  11. Bhavin Gohil said,

    September 12, 2007 @ 7:57 AM

    ખૂબજ સુંદર રચના…… વાહ !

  12. Urmi said,

    September 12, 2007 @ 9:03 AM

    ડાળથી છૂટું પડેલું પાંદડું પૂછ્યા કરે,
    વૃક્ષ પરનો એક ટહુકો કેમ ભૂલાતો નથી ?

    ……..

  13. Pinki said,

    September 13, 2007 @ 4:40 AM

    જયશ્રીબેન,વિવેકભાઇ,

    ગુસ્તાખી માફ!
    જે સમજાયું એ લખ્યું છે….

    ‘ભીતરી આખી સફર પર ચાલવાની છે મજા,
    એકલા બસ આપણે એ ભીડનો રસ્તો નથી.’

    જિંદગીની મંઝિલ છે પરમ તત્ત્વને પામવાની
    અને તે મળે છે – ભીતરી સફરથી
    તે રસ્તો ભીડનો નથી
    એકલપંડે જ કાપવાનો છે………
    અને એ રસ્તે એકલા ચાલવાની જ મજા છે.

  14. Pinki said,

    September 13, 2007 @ 4:43 AM

    પ્રેમગલી અતિ સાંકરી, ઇનમેં દોનોં નાહિ સમાઇ,
    જબ મૈં હું ગુરુ નાહિ, ગુરુ હૈ અબ મૈં નાહિ
    – સંત કબીર

    શબ્દો આગળપાછળ હોઇ શકે છે
    પણ હાર્દ તો આ જ છે.

    એકલા બસ આપણે એ ભીડનો રસ્તો નથી.

  15. વિવેક said,

    September 13, 2007 @ 4:49 AM

    પ્રિય પિંકી,

    જયશ્રીના ખુલ્લા ઈજનનો કોઈ સ્વીકાર કરે એની જ હું રાહ જોતો હતો. \”લયસ્તરો\” ભલે હું અને ધવલ ચલાવતા હોઈએ, આ ફોરમ હકીકતે તો આપ જેવા ભાવકો અને વાચકોનું જ છે. આપના પ્રતિભાવો જ આ સંપત્તિના ખરા માલિક છે એટલે ગુસ્તાખી માફ એવું કંઈ પણ કહેવાની કોઈ જરૂર જ નથી… \’લયસ્તરો\’ આપનું પોતાનું જ છે એની સદા ખાતરી રાખજો…

    આ શેરની વાત કરીએ તો શેરના સત્વની લગોલગ જ છો તમે… ઈશ્વરનો સંદર્ભ ન લગાડીએ તો પણ આ વાત સાચી જ છે. આખી જિંદગી જે સફર આપણે કાપીએ છીએ એના ન તો માર્ગ પર આપણો કાબૂ છે, ન તો મંઝિલ પર અખ્તિયાર. એક ભીતરની -માંહ્યની- જ સફર એવી છે જ્યાં માર્ગ, મંઝિલ, રાહબર અને મુસાફર- આ બધું તમે જ છો. દુનિયાદારીની ભીડમાંથી મુક્ત થઈ જો આપણે આપણી જાત સાથે એકલા રહેતાં શીખી શકીએ તો અને તો જ એ ભીતરની મુસાફરીની સાચી મજા લઈ શકાય… બાકી જીવન તો બધા જ પૂરું કરી જાય છે, જીવી કેટલા જાણે છે?

    અને આ કબીરનો  દોહો જે આપે ટાંક્યો છે એ તો સોનામાં સુગંધ જેવો છે… ગૌરાંગ ઠાકરની કલમ વિશે મેં \”સશક્ત બયાની\” શબ્દપ્રયોગ કર્યો હતો તે હવે યથાર્થ ભાસે છે…

  16. Pinki said,

    September 13, 2007 @ 5:09 AM

    હા, વિવેકભાઇ

    પ્રતિભાવમાં લખતાં લખતાં આ જ વિચાર
    ઝબકી ગયેલો તો ખરો જ કે,

    આમ પણ , જિંદગીની કોઇ પણ પળે
    આ માંહ્યલો જ સાથ આપે છે અંતિમ ક્ષણ સુધી-
    બાકી તો બધું ?!!!

    અને માંહ્યલો પણ પાછો ઝંખે તો એ પરમ તત્ત્વને જ
    એટલે લાગ્યું કે, સાચી મંઝિલ તો ખરે એ જ છે
    પાછું પુષ્ટિકરણ મળી ગયું !!!

    વાચકોની સમક્ષ આજે લયસ્તરોને આપે
    સાચે જ વધુ લયબદ્ધ અને એક ઓર સ્તર ઊંચું લાવીને મૂકી દીધું
    આટલી સ્વતંત્રતા આપીને………..!!!

  17. pradip said,

    September 14, 2007 @ 5:50 AM

    અદભુત રચના અભિનદન્

  18. anil chavda said,

    March 12, 2008 @ 4:14 AM

    ગૌરાગ ભાઇ
    ખુબ જ ગમી ગઝ્લ્

  19. kiran "rose" said,

    May 16, 2008 @ 5:13 AM

    “ALLAH KAREY JOR-E-KALAM AUR ZYADA”. JUST KEEP IT UP AND BE NOVICE IN YOUR WORK AS IT IS IN THIS POEM. SEE YOU SOON. AT YOUR HOME WITH BHABHI”S TEA. GOOD BYE.

  20. MANSI THAKER said,

    July 13, 2008 @ 11:03 AM

    વાહ ખુબ સરસ.

  21. janki thaker said,

    July 13, 2008 @ 11:11 AM

    wah papa wah……….m really thank ful to god to give me such talented dad……….. keep it up…………..

  22. divya said,

    July 15, 2008 @ 9:21 AM

    ગાંધીસ્મ્રુતિ ભવનમાં ગયા વર્ષે યોજાયેલા એક મુશાયરામા કવિને આ જ ગઝલ પેશ કરતાં
    સાંભળ્યા હતાં… ને યાદ છે કે કવિએ આખો હોલ માથે લીધો હતો… દરેક શેર પર તાળીઓનો ગડગડાટ.. જે હજુયે કાનમાં ગૂંજે છે !! રચના તો ઉત્તમ જ , પણ રજૂઆત તો સર્વોત્તમ…!!!

  23. kirankumar chauhan said,

    January 25, 2009 @ 7:38 AM

    kavi aavi j dhardar gazlo aapta raho.

  24. sagar kansagra said,

    December 10, 2013 @ 5:07 AM

    વાહ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment