હું તો ઝાકળને અડકું, વાદળને અડકું, અડકું છું પડતા વરસાદને;
મને ઝરણાંનાં પાણી દે અમથાં જો કોલ હું પળમાં ઝબોળી લઉં જાતને.
હિતેન આનંદપરા

સહશયન – મનીષા જોષી

કોઈ જાદુઈ જનાવર જેવું શરીર છે તારું
એક અંગ તૂટે અને સો નવાં અંગ જન્મે.
શયનખંડની છતમાં દેખાતી
તારાં નિતનવાં અંગોની સહસ્ત્ર રાશિઓ વચ્ચેથી
હું શોધું છું પ્રેમની રાશિને.
શનયખંડની દીવાલો પર શરીર ઘસતો હોય ત્યારે
તું અદ્દલ લુચ્ચા શિયાળ જેવો લાગે છે.
ભૂખ્યું રીંછ જેમ, સમુદ્રનાં મોજાંઓ સાથે ઊછળતી
માછલીને પાણી વચ્ચેથી અઘ્ધર ઝીલીને ખાઈ જાય
એમ તું મને ચૂમે છે.
ક્યારેક તારા શરીર પર શાહુડી જેવાં કાંટા ઊગે છે
તો કયારેક તું સૂર્ય થઈને ઊગે છે મારાં સ્તનો વચ્ચે
અને સોનેરી બનાવી દે છે મારી ત્વચાને.
શયનખંડમાં પથરાયેલી આપણા ભીના અવાજોની
આર્દ્રતા પર તું રાત બનીને છવાઈ જાય છે
અને શયનખંડ પર એક બાજ પક્ષી
પાંખો ફફડાવતું બેસી રહે છે.
પણ આજે બ્રહ્માંડનું અંધારું ચોમેર ફરી વળ્યું છે.
તું અને રાત હવે ઓળખાતાં નથી,
બાજ પણ અટવાઈ ગયો છે ક્યાંક,
નથી આવી શકતો પોતાના માળા તરફ.
એ વફાદાર પક્ષી જો નહીં આવે તો
કોણ કરશે રખેવાળી
આપણા શયનખંડની ?

– મનીષા જોષી

સ્ત્રીઓની લાચારી અને પુરુષોની બળજબરી સમાજ વ્યવસ્થાના આરંભથી કવિતાનો વિષય બનતી આવી છે. મનીષા જોષી આપણી અંદર ઘરકા પડે એવો તીણો અવાજ લઈને અહીં આવ્યા છે. કહે છે કે પુરુષ સેક્સ પામવા માટે પ્રેમ કરે છે અને સ્ત્રી પ્રેમ પામવા માટે સેક્સ ધરે છે. પણ મોટા ભાગે જાદુઈ જનાવર જેવો પુરુષ અલગ અલગ રૂપે અલગ અલગ સમયે સ્ત્રીનો શિકાર કરે છે પણ એના આ હજારો રૂપમાં પ્રેમનું રૂપ ક્યાંય નજરે ચડતું નથી….

38 Comments »

  1. Rina said,

    March 24, 2012 @ 2:42 AM

    awesome…reminds a poem by Kamla Das…The Old Playhouse

  2. મદહોશ said,

    March 24, 2012 @ 3:13 AM

    તેીવ્ર વ્યથા ભરેલેી છે આ રચના માં… સર્જક કેવી હિમ્મત થી અને વિવિધ રુપકો થી એક ચોટ પેદા કરે છે.

  3. vineshchandra chhotai said,

    March 24, 2012 @ 3:17 AM

    કોઇ મને કહિ સકે ; કે ; આ રમત મધ્યે જિત કોનિ ????????????????????????????????????????

  4. R J T said,

    March 24, 2012 @ 3:22 AM

    ધારદાર

  5. nehal said,

    March 24, 2012 @ 5:30 AM

    ંમને કવિતાનો અંત સમજાયો નહિ.વિવેક, બાજ પક્શી ન પાછા ફરવાનું દુખ છે?ેમ્?

  6. ashok trivedi said,

    March 24, 2012 @ 5:43 AM

    24..3.12 bahusari chotdar kavatia. abhidandan manishaben. ashok trived. http://www.chartsanketstock.com mumbai. kandivali. 9820728124

  7. pragnaju said,

    March 24, 2012 @ 2:32 PM

    તું અને રાત હવે ઓળખાતાં નથી,
    બાજ પણ અટવાઈ ગયો છે ક્યાંક,
    નથી આવી શકતો પોતાના માળા તરફ.
    એ વફાદાર પક્ષી જો નહીં આવે તો
    કોણ કરશે રખેવાળી
    આપણા શયનખંડની ?
    કવયિત્રીની ચીસ ઊઠે… અણસારા ને ભણકારાથી જીવી જીવીને કેટલું જિવાય. માણસ એટલે જ પેરેડોકસ, વિરોધ અને વિરોધાભાસ.જીવનમાં એક બાજુ ઇચ્છાના ઇંધણ છે, કામના છે, વાસના છે, બીજી બાજુ ઉપાસનાની આરત છે. કવયિત્રી એકસાથે બે વસ્તુ માગે છે— આત્મામાં મલ્હારી રાગ છે અને ઇંધણમાં આગ ચંપાયેલી અપેક્ષા છે.સમગ્ર જીવતર કથીર જેવું છે. જીવું છું, પણ જીવન નથી. જીવની ભીતરનો શિવ ખોવાઇ ગયો છે. ઝંખના ખોવાયેલા પીરની છે……………………

  8. Satish Bhatt said,

    March 24, 2012 @ 2:38 PM

    sundarya pamta pahela sundar banvu pade……….. SAUNDARYA,SEX.PREM NE pamva,manva,janva pahela Bhedh nirakhvo jaruri chhe.

  9. Manubhai Raval said,

    March 24, 2012 @ 3:49 PM

    સ્ત્રી પ્રેમ સાથે સેક્સ માગે છે. પશુતા નહી.
    ક્વીયત્રી એ પૂર્ણ સત્ય કહ્યુ

  10. Dhruti Modi said,

    March 24, 2012 @ 4:33 PM

    સુંદર, ચોંટદાર શબ્દો બાજના નહોરની જેમ હૈયામાં ખૂંપી જાય છે.

  11. M.D.Gandhi, U.S.A. said,

    March 24, 2012 @ 8:12 PM

    સુંદર રચના છે.

  12. praheladprajapatidbhai said,

    March 24, 2012 @ 9:39 PM

    યુગોથી શેક્ષ અને પ્રેમ સંતા કૂકડી રમતા આવ્યા છે
    અને હજી સુધી આપણે એના વગર જીવી શક્યા ?
    આ વીટમ્બણા ની વીતક કથાઓ ન્હોર મારી મારી
    કોતરી હૈયું હળવું એમાજ રાચીએ ને સુંદરતાને છાળીએ

  13. વિવેક said,

    March 25, 2012 @ 2:27 AM

    @ નેહલ: એક જ કવિતાના અનેક અર્થ હોઈ શકે. દરેક ભાવક પોતાની ભાવસૃષ્ટિ પ્રમાણે કવિતાને માણી શકે છે…

    બાજ પક્ષી વિશે મને જે સમજાયું છે તે કંઈક આવું છે:

    અલગ અલગ જાનવરોની પ્રકૃતિથી નારીનો માત્ર ભોગ કરવાની મનોવૃત્તિ ધરાવતો પુરુષ ક્યારેક સૂર્ય જેવો પ્રેમનો પ્રકાશ લઈને સ્તનો વચ્ચે ઊગી પણ શકે છે અને ત્વચાને-જીવનને એ ઘડી પૂરતું અજવાળી પણ શકે છે… એજ પ્રમાણે ક્યારેક પુરુષ રાત થઈને પણ છવાઈ શકે છે… રાત એટલે એવું અંધારું જ્યાં સત્યનો, તર્કનો, સમજણનો કોઈ જ પ્રકાશ નથી… આ રાતમાં બાજની જેમ પુરુષનું એક જ લક્ષ્ય હોય છે- એની સ્ત્રીનો ઉપભોગ…

    શિકારને હત થવાની આદત પડી જાય પછી એ શિકારીની ઉપસ્થિતિમાં સુરક્ષિત મહેસૂસ કરવા માંડે છે, જે રીતે પ્રાણીને પાંજરાની આદત પડી જતી હોય છે એમ.

    ક્યારેક એવુંય બને જ્યારે પુરુષને એની સ્ત્રીમાંથી રસ જ ઊડી જાય… એ ઘડીએ પોતાનો શિકાર થતો ન હોવાની લાચારી પણ ખૂંચે છે.. પોતાનો શિકાર થતો રહે છે ત્યાં સુધી સ્ત્રીને ગૌણ તો ગૌણ પણ પોતાનું અસ્તિત્વ, પોતાના હોવાનો કોઈ અર્થ તો છે એવી પ્રતીતિ થતી રહે છે… પણ જે ઘડીએ આ પ્રતીતિ પણ નથી રહેતી ત્યારે સ્ત્રીને કેવી લાગણી થતી હશે !

  14. તીર્થેશ said,

    March 25, 2012 @ 2:47 AM

    વિવેક, અર્થ હજી બેસતો નથી……

  15. વિવેક said,

    March 25, 2012 @ 2:48 AM

    @ તીર્થેશ: I am listening….

  16. તીર્થેશ said,

    March 25, 2012 @ 2:50 AM

    trying….. it seems that lady is awaiting ‘baaj’. i am not clear yet. poetess certainly wants to convey something.

  17. deepak vadgama said,

    March 25, 2012 @ 3:10 AM

    પ્રેમ અને કામને જુદો પડી શકાય નહિ. બન્ને ઇસ્વરીય છે. સ્ત્રી અને પુરુશ, બન્નેની બન્ને જરુરીયત છે. અતિક્રમણ જોવા મળે એ પણ વસ્તવિક્તા છે અને એક બિજ માટે સર્વસ્વ કુર્બાન કરી દેનારા પણ સમજ્મા છે. આપણે સારા વર્તન માથી બોધ લેવો જોઇએ.

  18. milind gadhavi said,

    March 25, 2012 @ 4:21 AM

    Adbhut.. Adbhut.. Adbhut..

  19. milind gadhavi said,

    March 25, 2012 @ 4:25 AM

    Pehli 2 panktio j gajab kari nakhe che..
    Kavita ni maja j ae che ke jyare shikhar par pohche tyare bhasha ogli jaay, maatr samvedan j bache..!

  20. bharat vinzuda said,

    March 25, 2012 @ 8:39 AM

    ઉત્તમ કવિતા…

  21. Heena Parekh said,

    March 25, 2012 @ 8:44 AM

    ચોટદાર કવિતા.

  22. Harikrishna Patel said,

    March 25, 2012 @ 8:56 AM

    As you explained Vivekbhai – it is how you perceive the meaning;This is how I look at it:
    I think the poetess should use past tense in her entire poem except the last bit
    and then imagine this feelings expressed by a single woman who has lost her partner and
    she is lying in bed alone and thinking about her past and her anticipations of the
    present by her ending version.

  23. kalpana said,

    March 25, 2012 @ 9:27 AM

    મને કંઇક આવું સમજાયું.

    નારી વફાદાર પતિને ઝંખે છે. નિત નવા ‘રુપ’ પતિની બેવફાઈ સૂચવે છે. બાજ નામના પક્ષીને વફાદાર સમઝનારી નારી, પતિના ‘બાજ રુપ’ને ઝંખે છે. ધીરે ધીરે એ રુપની આશા ખોઈ બેસે છે અને રાત્રીના અંધકારમા બાજને ઓઝલ થયેલો દેખે છે અને પતિ પાસેથી વફાદારીની આશા છોડી દે છે. અને છેલ્લે એના શયનખંડની રક્ષા થશે કે કેમ એ પણ શંકાસ્પદ લાગવા માંડે છે.

    પ્રગ્નાજુભાઈની જીવ શિવની કલ્પના મને સ્પર્શી ગઈ.

    આભાર.
    વિવેકભાઈ પ્રતિભાવ લખવા વિનંતિ કરું છું.

  24. Nikhil said,

    March 25, 2012 @ 11:57 AM

    Sharp, very sharp!

  25. dr>jagdip said,

    March 25, 2012 @ 2:34 PM

    વાહ કંઈક નવું…..ખરેખર સરસ

  26. P. Shah said,

    March 25, 2012 @ 10:56 PM

    ઉત્તમ !

  27. ભાર્ગવ. said,

    March 26, 2012 @ 4:31 AM

    હુમ્મ્મ્

    ખુબજ સરસ, કાન પકડી ને કહેવુ પડે કે એકદમ ચોટદાર.

    બાજ વિશેઃ
    બાજ હંમેશા એક જ સાથી સાથે સબંધ રાખે છે, અને જ્યારે બે માંથી કોઇ એક મ્રુત્યુ પામે ત્યારેજ તે નવા સાથી ને શોધે છે. તેઓ પોતાના માળા/વિસ્તાર ની રખેવાળી સાથે મળી ને કરે છે, જે ઘણા કિસ્સા મા વરસો સુધી હોય છે.

    કદાચ આ વાત ધ્યાન મા રાખીને રચનાકાર બાજ નુ રૂપક પૂરૂષ ને આપે છે.

    ભાર્ગવ.

  28. munira said,

    March 26, 2012 @ 5:28 AM

    મનીષા જી, ખૂબ ખૂબ સુંદર અછાંદસ!!! વખાણ માટે શબ્દો
    નથી મળતા

  29. pragnaju said,

    March 26, 2012 @ 6:35 AM

    અમેરિકાનૂં રાષ્ટીય પંખી બાજ આજે કવિતાનુ મુખ્ય કેન્દ બન્યું છે.આમતો અમારા પડોશી બાજ ખેડાવાળ અને પડોશમા ડાંગ પ્રદેશનું અગત્યનું ગામ પણ બાજ! અમારા સંગીત મહેફીલમા અમારા કાકાશ્રી બાજ પખાવજના ઉસ્તાદ હતા.
    આ પહેલા કવિઓ એ પણ તેને યાદ કર્યો છે જ
    પાવ પલકકી સુધિ નહીં,
    કરૈ કાલકા સાજ
    કાલ અચાનક મારસી,
    જ્યોં તીતર કો બાજ !

    ‘બાજ’ હો કે હો ‘કબૂતર’ ચાલશે,
    કાં લખો સંધિ કાં પાણીપત લખો

    બાજ સામાન્ય રીતે મિતાહારી શિકારી પંખી છે, પણ તેને બીજા કોઈ ખોરાક કરતાં મધ બહુ જ ભાવે છે. આમાં, ગળપણ પસંદ કરવાની તેની સ્વાદેન્દ્રિયની શક્તિ કારણરૂપ હશે કે કેમ તે તો કોણ જાણે, પરંતુ શિકારીઓ અને વનેચર રખડુઓ કહે છે કે મધ મળે ત્યાં સુધી એ બીજા શિકારની પરવા ભાગ્યે જ કરે છે, અને મધ દેખીને તે પર અવાયો પડે છે
    બાજ એ બાજ છે
    આત્મસંશોધન એ એવી પ્રક્રિયા છે જેમાં સામેલ થયા વિના આપણામાં કેટલી ક્ષમતાઓ પડેલી છે એનો નામ માત્રનો અહેસાસ પણ થતો નથી. આ પ્રક્રિયામાં આવતી સૌથી મોટી રુકાવટ છે પોતાના વિશે ઘર કરી ગયેલી ખોટી માન્યતા. અરીસામાં પોતાની જાત ને નિહાળવાની અત્મશોધન યાત્રા દરમ્યાન પોતાના અદકેરા મુલ્યોની પ્રતીતિ થાય એ સાથેજ વિકાસનો પ્રારંભ થાય છે.
    ધાર્મિક કથામા …
    અગ્નિ દેવને હોલો બનાવ્યા ને
    ઇન્દ બન્યા છે બાજ
    આકાશ માર્ગે ઊડીને ચાલ્યા
    આવ્યા શિબી રાજા પાસ બાકીની તો જાણીતી વાત છે પણમને આ વાત વધુ ગમે છે
    સિદ્ધ પુરુષોની રીતિ-નીતિ :આ રીતની હોય છે.કદાચ કવયિત્રીની કલ્પનામા હોય…!

    બાજ ૫ક્ષી એવું હોય છે અને એવું કરે છે કે આંધી તોફાનની ગતિએ આવે છે, તેના પંજા ખૂબ અણીવાળા હોય છે. ૫છી તે કોઈ પંખી ઉ૫ર હુમલો કરે છે.
    તેમના પેટમાં, આખા શરીરમાં પોતાના નખ ખોસી દે છે અને એ ૫ક્ષી નિર્જીવ બની જાય છે. તે તેને ઉઠાવીને ત્યાંથી લઈ જાય છે અને પોતે જયાં રહેતું હોય ત્યાં લઈ આવે છે. ૫છી શું કરે છે ? ૫છી તેને સ્વાહા કરી જાય છે. ૫છી શું થાય છે ?
    એ ૫ક્ષી તેનું જ – બાજ ૫ક્ષીનું અંગ બની જાય છે.
    તેનું માંસ બાજના પેટમાં ચાલ્યું જશે તો બંને એક જ થઈ જશે ને.
    . સિદ્ધ પુરુષ શું કરે છે ? એવી ઝા૫ટ મારે છે અને ઝા૫ટ માર્યા ૫છી એવી રીતે કેદ કરી લે છે કે વ્યક્તિ નીકળી શક્તી નથી અને તે સિધ્ધ થાય છે.

    પણ
    બાજ પણ અટવાઈ ગયો છે ક્યાંક,
    નથી આવી શકતો પોતાના માળા તરફ.
    એ વફાદાર પક્ષી જો નહીં આવે તો
    કોણ કરશે રખેવાળી
    આપણા શયનખંડની ?

  30. nehal said,

    March 26, 2012 @ 12:48 PM

    @વિવેક @ભાર્ગવ….બન્નેના અર્થઘટન ગમ્યા…મને એવું સમજાયું કે સ્ત્રી પતિ ને પશુ સ્વરુપે સ્વીકારી શકે
    પણ બેવફાઈ નથી સ્વીકારી શકતી,એટલે જ કદાચ જ્યારે વફાદાર બાજ ના જતા રહેવાનું દુખ …પણ આ સ્ત્રીની
    ગુલામી મનોદશા જ સૂચવે …..અને પશુ સાથે સુરક્શિત ! સ્ત્રી એના ગયા બાદ અસુરક્શિત અનુભવે….!વિશય વિવિધતા થી “લયસ્તરો” નું સ્તર હમેશાં ઉંચુ રહ્યું ચ્હે.

  31. tirthesh said,

    March 27, 2012 @ 2:13 AM

    અર્થ હજુ બેસતો નથી. –

    ‘તો કયારેક તું સૂર્ય થઈને ઊગે છે મારાં સ્તનો વચ્ચે
    અને સોનેરી બનાવી દે છે મારી ત્વચાને.
    શયનખંડમાં પથરાયેલી આપણા ભીના અવાજોની
    આર્દ્રતા પર તું રાત બનીને છવાઈ જાય છે…’

    -આ પંક્તિઓ ધિક્કાર નથી સૂચવતી. વળી આખા કાવ્યમાં કેન્દ્રવર્તી વિચાર પુરુષ પ્રત્યેનો ધિક્કાર હોય તેવું નથી લાગતું. મને લાગે છે કે સ્ત્રી-પુરુષ-બાજ વગેરે માત્ર રૂપકો છે જે કોઈ ગર્ભિત અર્થ સૂચવે છે. મારાથી અર્થ પકડતો નથી.

  32. jigar joshi 'prem said,

    March 27, 2012 @ 11:21 AM

    ઉમદા સર્જનનું ઉમદા ઉદાહરણ

  33. jyoti hirani said,

    March 27, 2012 @ 6:53 PM

    ખુબ સુન્દર રચ્ના

  34. Dhruti Modi said,

    March 28, 2012 @ 3:24 PM

    આ કાવ્યમાં કાવ્યનાયિકા પુરુષની પાસે એનાં આક્રમક વર્તનની સાથે સાથે સાચા પ્રેમને ઝંખે છે. વર્તમાનમાં એનો સાથી છોડી ગયો છે તેની એને ફરિયાદ નથી એ ઑરડાની દિવાલો અને છતમાંથી એ ભૂતકાળને અનુભવી રહી છે, પરંતુ એ કહે છે,

    તારા નિતનવા સહસ્ત્ર અંગોની રાશિ વચ્ચે હું શોધું છું એક પ્રેમની રાશિ.
    તો અંતમાં કવિયત્રીને એના જતા રહેવાની પણ ફરિયાદ છે, બાજ પક્ષી ગમે ત્યાંથી વળે છે પોતાના માળા તરફ, પર્ંતુ અંહી તો સાથી પણ બ્રહ્માંડના અંધકાર સાથે ગાયબ થૈ ગયો છે, એટલે અંતમાં કવિયત્રી પૂછે છે કે જો એ વફાદાર પક્ષી નહીં આવે તો કોણ કરશે આપણાં શયનખંડની રખેવાળી?

  35. Falguni said,

    April 15, 2012 @ 10:01 AM

    મનિશા,ગુજ્ર્ર્તરાતિમા લખ્વાનો મારો આ પહેલો પ્રય્ત્ન્.લખાન્ નિ ક્ષતિ દરગુજર્.મને ગમે આવિ રચના.બ્લોગ બદલ આભાર્
    I was really intrigued writing your name in Gujarati.I like the challenge your poems put before readers.Put more challenges …keep writing
    Best
    Falguni

  36. Manish V. Pandya said,

    October 21, 2014 @ 9:55 AM

    ધારદાર, ચોટદાર, અને તીક્ષ્ણ કલમથી લખાયેલી અછાંદસ કવિતા. પ્રશંસા, માત્ર પ્રશંસા.

  37. અમિતકુમાર said,

    October 23, 2014 @ 3:19 AM

    પ્રસ્તુત ગઝલ નારીને પુરુષત્વની સ્નેહભરી આવશ્યકતા હોય છે એમ સમજાવે છે એવો મારો અંગત અભિપ્રાય છે .

  38. શ્રેયસ શાહ said,

    January 22, 2016 @ 11:50 AM

    ખુબ ખુબ અભિનંદન મનીષા બેન,
    ઉત્તમ રચના છે.
    “તારાં નિતનવાં અંગોની સહસ્ત્ર રાશિઓ વચ્ચેથી હું શોધું છું પ્રેમની રાશિને.”
    કહે છે કે પુરુષ સેક્સ પામવા માટે પ્રેમ કરે છે અને સ્ત્રી પ્રેમ પામવા માટે સેક્સ ધરે છે.

    પ્રેમ અને સેક્સ અલગ નથી, પરંતુ પ્રેમ ના ઘણા પ્રકારો છે, તેમાંના માત્ર એક જ પ્રકાર ને અભિવ્યક્ત કરવાની શારીરિક પ્રવૃત્તિ ને સેક્સ કહેવાય છે. આપણી જાતિ એટલેકે મનુષ્ય જાતિ ના અસ્તિત્વ ને ટકાવી રાખવા ઈશ્વરે આ પ્રવૃત્તિ માં એટલો બધો આનંદ મુક્યો છે કે પુરુષ હોય કે સ્ત્રી દરેક આ પ્રવૃત્તિ માં લીન રહે છે. તેમાં કોઈ પાપ નથી, પ્રશ્ન તો ત્યારે ઉભો થાય છે જયારે તમે તમારી જવાબદારી ઓ થી ભાગો, અને કવિયત્રી એ કહ્યું તેમ વફાદાર પ્રેમી કે પતિ ની જગ્યા એ જાદુઈ જાનવર (લુચ્ચું શિયાળ કે રીછ) બની જાવ.

    આ કવિતા માટે છેલ્લે હું એટલું જ કહીશ કે અંતર ના ઊંડાણ થી લખેલી હ્રદય સોસરવી ઉતરતી કવિતા. દરેક ને આત્મ્રપરીક્ષણ કરવા મજબૂર કરે છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment