કાયમ રહી જો જાય તો પેગંબરી મળે,
દિલમાં જે એક દર્દ કોઈવાર હોય છે.
મરીઝ

ગઝલ – લક્ષ્મી ડોબરિયા

મનને હું હાથમાં જ રાખું છું !
એ જ એનો ઈલાજ રાખું છું !

આ સહજ થઈ જવાનો રસ્તો છે,
આજમાં ખાલી આજ રાખું છું !

નોખી રીતે તરસને પોંખી છે,
હું અષાઢી મિજાજ રાખું છું !

સાંભળ્યું મૌનને તો લાગ્યું કે –
હું યે મારો અવાજ રાખું છું !

થાય છે ત્યાં સવારનો મહિમા,
જ્યાં વધાવીને સાંજ રાખું છું !

– લક્ષ્મી ડોબરિયા

ગઝલના પહેલા ચાર શેર તો જાણે મરીઝનો આત્મા કવયિત્રીમાં પ્રવેશ્યો હોય એવા ઉત્તમ… સરળ બાનીના તીરથી માર્મિક લક્ષ્યવેધ !

11 Comments »

 1. Rajnikant Vyas said,

  May 2, 2015 @ 4:12 am

  બહુ જ સુંદર ગઝલ!

 2. binitapurohit said,

  May 2, 2015 @ 7:09 am

  સુંદર ગઝલ દી

 3. Sureshkumar G. Vithalani said,

  May 2, 2015 @ 11:19 am

  One of the best Gazals,from Laxmiji. It is great that Saraswati has chosen Laxmi to shower her blessings on !

 4. લક્ષ્મી ડોબરિયા said,

  May 2, 2015 @ 12:45 pm

  વિવેકભાઈ…
  લયસ્તરો માં મારેી ગઝલ ને અવારનવાર સ્થાન આપેી ને પ્રોત્સાહિત કરવા બદલ આપનો આન્ંદમય આભાર.

  જે મિત્રોએ પ્રતિભાવ આપ્યા છે એમનો પણ આભાર.

 5. Harshad said,

  May 2, 2015 @ 10:41 pm

  Beautiful. Like it.

 6. nehal said,

  May 2, 2015 @ 11:56 pm

  આ સહજ થઈ જવાનો રસ્તો છે,
  આજમાં ખાલી આજ રાખું છું !

  નોખી રીતે તરસને પોંખી છે,
  હું અષાઢી મિજાજ રાખું છું !

  Waah…adbhut..!

 7. Sandip Bhatia said,

  May 4, 2015 @ 4:07 am

  ખૂબ સરસ ગઝલ. અભિનંદન.

 8. yogesh shukla said,

  May 4, 2015 @ 11:25 pm

  સરસ રચના
  સાંભળ્યું મૌનને તો લાગ્યું કે –
  હું યે મારો અવાજ રાખું છું !

 9. Sandhya Bhatt said,

  May 10, 2015 @ 1:13 am

  વિવેકભાઈ સાથે સંમત….આવો અવાજ આપણી પાસે છે તેનું ગૌરવ છે.

 10. મીના છેડા said,

  May 2, 2016 @ 2:42 am

  વાહ ! બધા જ શેર સરસ

 11. નિનાદ અધ્યારુ said,

  May 2, 2016 @ 10:53 am

  આ સહજ થઈ જવાનો રસ્તો છે,
  આજમાં ખાલી આજ રાખું છું !

  ખાલી આજ …! ઉત્તમ શેર ..!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment