જાત તોડી ધનુષ્યને બદલે
એ કથા આપણા સ્વયંવરની.
ઉર્વીશ વસાવડા

ગઝલ – ધ્વનિલ પારેખ

સોળે સજ્યા શણગાર પર તું હે ગઝલ, થઈ જા પ્રગટ
આ શબ્દના આધાર પર તું હે ગઝલ, થઈ જા પ્રગટ.

કાયમ કિરણની કામના કરતા રહો, સારું નથી;
આજે સકલ અંધાર પર તું હે ગઝલ, થઈ જા પ્રગટ.

વીંધી શકાતું હોય છે જ્યાં મત્સ્યને પળવારમાં,
ગાંડીવના ટંકાર પર તું હે ગઝલ, થઈ જા પ્રગટ.

વરસાદ વરસી જાય તો એ ભોંય ફાડી પ્રગટે પણ,
આ વીજના ચમકાર પર તું હે ગઝલ, થઈ જા પ્રગટ.

આકાશરૂપી મંચ પર નર્તન હવા કરતી રહે,
રણકાર પર, ઝણકાર પર તું હે ગઝલ, થઈ જા પ્રગટ.

– ધ્વનિલ પારેખ

કવિની ખુમારી છે… ગઝલ પાસે યાચના નહીં, માંગણી કરે છે બાકી સંવેદનાનો વરસાદ પડે તો તો ગઝલ પ્રગટ થવાની જ છે…

13 Comments »

  1. Manoj Shukla - Gujarati Kavita said,

    April 10, 2011 @ 4:48 AM

    આકાશરૂપી મંચ પર નર્તન હવા કરતી રહે,
    રણકાર કે ઝણ્કાર પર તું હે ગઝલ, થૈ જા પ્રગટ. – સરસ વાત કહી છે.

  2. Kirftikant Purohit said,

    April 10, 2011 @ 5:48 AM

    વરસાદ વરસી જાય તો એ ભોંય ફાડી પ્રગટે પણ,
    આ વીજના ચમકાર પર તું હે ગઝલ, થઈ જા પ્રગટ

    સરસ શેર

  3. pragnaju said,

    April 10, 2011 @ 6:57 AM

    ખૂબ સુંદર ગઝલના આ શેર વધુ ગમ્યા
    કાયમ કિરણની કામના કરતા રહો, સારું નથી;
    આજે સકલ અંધાર પર તું હે ગઝલ, થઈ જા પ્રગટ.
    હૃદયના સમર્પણભાવથી જ સાચી ભક્તિ પ્રગટ થાય છે.પ્રાણી માત્રના પ્રેમથી પરવશ થઇને પ્રભુ પ્રગટ થાય છે.તેમ સકલ અંધારની વેદના…
    રડી રડી ને પ્રગટ એ જ તો કરે છે સૌ,
    કે વેદનાથી વધારે છે વેદનાની અસર.
    ગઝલ પ્રગટ થવાનું વાતાવરણ તૈયાર થાય છે. જ્યારે તેની રહેમ થાય ત્યારે પ્રયાસ કરવો પડતો નથી સ્વયં અંદરથી ગુંજન થઇ પ્રગટ થાય
    આકાશરૂપી મંચ પર નર્તન હવા કરતી રહે,
    રણકાર પર, ઝણકાર પર તું હે ગઝલ, થઈ જા પ્રગટ.
    અને
    તને નિહાળ્યા પછી તો બધાંય સુંદર છે,
    બધાંમાં આવી ગઇ તારી રમ્યતાની અસર.
    હે ગઝલ, થઈ જા પ્રગટ.

  4. ગૌરાંગ ઠાકર said,

    April 10, 2011 @ 9:01 AM

    વાહ સરસ ગઝલ…
    સોળે સજ્યા શણગાર પર તું હે ગઝલ, થઈ જા પ્રગટ
    આ શબ્દના આધાર પર તું હે ગઝલ, થઈ જા પ્રગટ.
    કાયમ કિરણની કામના કરતા રહો, સારું નથી;
    આજે સકલ અંધાર પર તું હે ગઝલ, થઈ જા પ્રગટ.
    મઝાના શેર…..

  5. Pancham Shukla said,

    April 10, 2011 @ 10:28 AM

    નવા અને લાંબા રદીફમાં ગમી જાય એવી ગઝલ.

  6. ડૉ.મહેશ રાવલ said,

    April 10, 2011 @ 1:33 PM

    સુઘડ અને સક્ષમ માવજતપૂર્ણ સશક્ત અભિવ્યક્તિ ગઝલને પ્રગટવા…-તું થઈ જા પ્રગટ- કહી શકે.
    એકેક શેર અનોખું વજન લઈને પ્રગટ્યો છે અહીં….
    -અભિનંદન ધ્વનિલજી….

  7. DHRUTI MODI said,

    April 10, 2011 @ 2:56 PM

    સુંદર અને મિજાજે ગઝલ સાથે પ્રગટ થયેલી ગઝલ.

  8. ઊર્મિ said,

    April 10, 2011 @ 7:30 PM

    ક્યા મિજાજી ગઝલ હૈ… ખૂબ જ ગમી…

    આ શેર જરા વધુ પોતીકો લાગ્યો…

    કાયમ કિરણની કામના કરતા રહો, સારું નથી;
    આજે સકલ અંધાર પર તું હે ગઝલ, થઈ જા પ્રગટ.

  9. Ramesh Patel said,

    April 10, 2011 @ 8:28 PM

    ખીલતી મલકાતી સુંદર ગઝલ.
    કાયમ કિરણની કામના કરતા રહો, સારું નથી;
    આજે સકલ અંધાર પર તું હે ગઝલ, થઈ જા પ્રગટ.
    …………………
    રમેશ પટેલ(આકાશદીપ)

  10. સુનીલ શાહ said,

    April 10, 2011 @ 8:59 PM

    સકલ અંધાર.. વાળી વાત સ્પર્શી ગઈ. સરસ ગઝલ.

  11. MAHESHCHANDRA NAIK said,

    April 11, 2011 @ 9:54 PM

    કવિશ્રી ખુમારી સાથે ગઝલ દ્વારા સંવેદનાઓ વ્યક્ત કરવા માટેની તત્પરતા સાથે અધિકારપુર્વક સરસ શબ્દોમા ગઝલને પ્રગટ કરી, આપણી પાસે લઈ આવ્યા છે, અભિનદન……………………….

  12. gunvant thakkar said,

    April 12, 2011 @ 12:17 AM

    સરળ, સચોટ, અભિવ્યક્તિ

  13. Sandhya Bhatt said,

    April 12, 2011 @ 10:17 AM

    એકે એક શબ્દ વજન લૈને આવ્યો છે! મઝા આવી ગૈ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment