ફક્ત એથી જ કોઈની મદદ માગી નથી શકતો,
શરમથી હાથ લંબાવું અને એ બેશરમ નીકળે !
બેફામ

બે કાફિયાની ગઝલ – નેહા પુરોહિત

એક ઘર ગુમાવતું ઝળહળપણું,
દ્વારને વળગણ હશે સાંકળ તણું.

હું વરસતી ગઈ, બધાએ લઈ લીધું,
ભેજના સંદર્ભમાં ઝાકળપણું.

ના ગમ્યા ઉત્તુંગ હિમશિખરો કે જ્યાં
જળનું ખોવાઈ જતું ખળખળપણું.

કોઈ અમથું અમથું તડપાવે નહીં,
તેંય રાખ્યું હોય છે વળગણ ઘણું.

ચાહું કાયમ રાખવી મારી કને,
દીકરી, નડતું તને થાપણપણું.

– નેહા પુરોહિત

નેહા પુરોહિતે SMS વડે આ બે કાફિયાની ગઝલ મોકલાવી… વાંચતા જ ગમી ગઈ… પણ આ જ આધારના કાફિયા અને આ જ છંદ જાળવીને બે કાફિયાની એક ગઝલ મેં પણ લખી નાંખી. પ્રસ્તુત ગઝલની સાથે-સાથે એ ગઝલ પર પણ નજર નાંખવી ચૂકશો નહીં…

21 Comments »

  1. મીના છેડા said,

    March 5, 2011 @ 1:27 AM

    સરસ

  2. બે કાફિયાની ગઝલ · શબ્દો છે શ્વાસ મારા said,

    March 5, 2011 @ 1:51 AM

    […] પુરોહિતે SMS વડે બે કાફિયાની ગઝલ મોકલાવી. એ વાંચતા જ ભીતર સળવળાટ થયો. […]

  3. nirlep - doha said,

    March 5, 2011 @ 5:48 AM

    હું વરસતી ગઈ, બધાએ લઈ લીધું,
    ભેજના સંદર્ભમાં ઝાકળપણું.

    awesomest….

  4. ડો.મહેશ રાવલ said,

    March 5, 2011 @ 5:56 AM

    અભિનંદન નેહાબેન….
    બહુ સરસ વાત વણી છે ટૂંકી બહરની ટૂંકી ગઝલમાં !
    ખાસ તો,
    ના ગમ્યા ઉત્તુંગ હિમશિખરો કે જ્યાં
    જળનું ખોવાઈ જતું ખળખળપણું.
    -બહુજ ગમી.

  5. સુનીલ શાહ said,

    March 5, 2011 @ 6:43 AM

    સાદ્યંત સુંદર ગઝલ..

  6. divya modi said,

    March 5, 2011 @ 6:56 AM

    “હું વરસતી ગઈ, બધાએ લઈ લીધું,
    ભેજના સંદર્ભમાં ઝાકળપણું…. ”

    … ભર ઉનાળે પાણીની છાલક જેવો ભીનો-ભીનો શેર..!!
    અભિનંદન નેહા.. !!

  7. dHRUTI MODI said,

    March 5, 2011 @ 2:02 PM

    સુંદર ગઝલ.

  8. PRADIP SHETH . BHAVNAGAR said,

    March 7, 2011 @ 2:58 AM

    સરસ ગઝલ…બધાજ શેર સરસ છે..
    કોઇ અમથુ…અમથુ..
    ………….વળગણ ઘણુ..
    અને..અંતીમ શેર ..
    ચાહુ….થપણપણું
    ખૂબજ સુંદર …
    અભિનંદન….

  9. Niraj Mehta said,

    March 8, 2011 @ 2:46 AM

    વાહ સરસ, એક થેી વધુ કાફિયાઓમાં મેં પણ કામ કર્યું છે.
    મજા પડે છે.

    છેલ્લા બે અશઆર ખૂબ ગમ્યા

  10. rakesh said,

    March 8, 2011 @ 7:28 AM

    વાહ

  11. P Shah said,

    March 10, 2011 @ 4:03 AM

    બે કાફિયાની સુંદર રચના !
    બધા જ શેર આસ્વાદ્ય થયા છે.
    અ શેર વધુ ગમ્યો-
    હું વરસતી ગઈ, બધાએ લઈ લીધું,
    ભેજના સંદર્ભમાં ઝાકળપણું.

    અભિનંદન !

  12. shubham bhatt said,

    March 14, 2011 @ 10:07 AM

    ઘનુ જ સરસ્. કિપ ઇટ્ અપ નેહા. . . . . . . . . . .

  13. nirbhay jajal said,

    March 17, 2011 @ 5:54 AM

    ઘણુ સરસ મેડમ.

  14. ketan said,

    April 29, 2011 @ 7:33 PM

    મારે ગઝલ લખતા શિખવુ મને કોઇ શિકવો ને પ્લિઝ્……….

  15. Manan Desai said,

    September 11, 2011 @ 9:36 AM

    તું નથી તો અહી શું રહ્યું છે જિંદગીમાં,
    તારી યાદોએ બધું કહ્યું છે જિંદગીમાં,
    તારા વિનાએ જીવી રહ્યો છે અહીં ‘મન્’,
    ભલે જુદાઈનું દર્દ સહ્યું છે જિંદગીમાં……….-મનન

  16. alp-jeev said,

    January 9, 2013 @ 9:26 AM

    નેહા ખુબ જ સહજ્-સ્પર્શેી ગઝલ્……એક્ શેર ઉમેરુ……..

    એમ કફન ધન્કો નહેી તન પર્,એન્તેીમ યાત્રા મા તો હો સહજ્પન્નુ.

    અલ્પ્-જિવ્.

  17. Neha said,

    August 31, 2015 @ 1:55 PM

    આભાર લયસ્તરો
    કોમેન્ટ્સ માટે આભાર મિત્રો.

  18. Suresh Shah said,

    February 20, 2016 @ 4:10 AM

    ચાહું કાયમ રાખવી મારી કને,
    દીકરી, નડતું તને થાપણપણું.

    ઉંચા હિમશિખરો પણ ના ગમ્યા; શું કામ? તો કે ખળખળ વહેતા ઝરણાંનો નિનાદ ખોવઈ જાય છે ત્યાં.
    મા તો હંમેશા દિકરીને પાસે રાખવા માગતી હોય; પણ એમાં થાપણપણું નડે છે – દિકરી ને પારકી થાપણ અમથી નથી કહી ….

    – સુરેશ શાહ, સિંગાપોર

  19. RISHABH MEHTA said,

    February 22, 2016 @ 4:10 AM

    પ્રિય નેહાબેન,
    મને આપની , આપ જેને બે કાફિયાવાળી ગઝલ કહો છો , તે ગઝલ ગઝલની રીતે ગમી પણ હું એને બે કાફિયાવાળી ગઝલ તરીકે સ્વીકારી શકતો નથી. એના મત્લાના શઍરમાં જ એ ચૂસ્તતા જળવાઈ નથી. કારણ કે ” ઝાકળપણું ” બે અલગ અલગ શબ્દો નથી જે રીતે ” સાંકળ તણું ” છે. બીજી વાત ” ઝાકળપણું ” જેવો બીજો શબ્દ ” ખળખળપણું ” બરાબર છે પણ ” થાપણપણું ” અને ” વળગણપણું ” અલગ છે. તેથી મત્લાના શઍરમાં જે કાફિયા આપે ” ઝાકળપણું ” માંથી ‘ ઝાકળ ‘ ને અલગ પાડી એની સાથે ‘ સાંકળ ‘ ને કાફિયા તરીકે પ્રયોજ્યો તેવું આખી ગઝલમાં થયું નથી તેથી આ દોષયુક્ત છે.હા, આને આપ હમરદીફ હમકાફિયાવાળી ગઝલ તરીકે ઓળખાવી શકો. આપ જેને બે કાફિયાવાળી ગઝલ કહો છો તે મારા મત મુજબ કંઈક આ રીતે રચાયેલી હોવી જોઈએ…

    પી ગયું છે ભૂલથી એ જળ ઘણું
    પેટ હમણાં ફાટશે વાદળ તણું !

    આશા રાખું છું મારી વાત પર આપ તટસ્થતાપૂર્વક વિચારશો.

    આભાર .

    રિષભ મહેતા

  20. RISHABH MEHTA said,

    February 22, 2016 @ 4:17 AM

    માફ કરશો. મેં ” ઝળહળપણું ” ને સ્થાને ” ઝાકળપણું ” શબ્દ ભૂલથી વાપર્યો પણ મારો મુદ્દો આપ સમજી શક્યા હશો.

  21. વિવેક said,

    February 22, 2016 @ 8:38 AM

    પ્રિય રિષભભાઈ,

    આપ જેને ખામી ગણો છો એને હું ગણું છું. બંને શબ્દ અલગ હોય અને બે કાફિયા બને એ તો સામાન્ય થયું પણ બે શબ્દોના સમન્વય કરી બે કાફિયા એકબીજામાં ઓગાળી શકાય એ કવિનો કસબ છે એમ મારું માનવું છે. હું ખોટો પણ હોઈ શકું. કારણ કે આપણા અંગત મત એ શાસ્ત્ર નથી.

    કુશળ હશો.

    વિવેક

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment