ગયું છે જીવન એટલું ઊંઘવામાં,
મરણમાં રહ્યું છે હવે જાગવાનું.
– રવીન્દ્ર પારેખ

નીકળી જઈશ – હરીન્દ્ર દવે

હું સરેરાશનો માણસ છું, નીકળી જઈશ,
કોઈ ઓળખશે નહીં. સર્વને મળી જઈશ.

યાદના જલતા દીવાઓથી વધ્યું અંધારું,
હું નર્યા મીણનો માણસ છું ઓગળી જઈશ.

છું હવા, ને એ હવાને વળી વિસ્તાર ક્યો ?
નમતી પાંપણમાં થઈ સ્વપ્ન હું ઢળી જઈશ.

મારી ધરતી તો શું આકાશમાંય આવી જુઓ,
હું તો પગલાંથી નહીં ગંધથી કળી જઈશ.

કાંકરી તમે નાહક નહીં શોધો અય દોસ્ત,
જળનાં ટીપાંથી હું આખોય ખળભળી જઈશ.

– હરીન્દ્ર દવે

મીણના માણસ હરીન્દ્ર દવે યાદ, જુદાઈ અને ઝંખનાની વાત માંડે ત્યારે આવી ગઝલ રચાય છે. કાંકરી તો કવિના જળસપાટી-વત મનને માટે બહુ મોટી વાત છે, એમાં તો જળનું જ એક ટીપું પડે તોય મસમોટાં વમળો રચાય છે – અંતરમનની વ્યથિત અવસ્થાની કેવી નાજુક અને અસરદાર રજૂઆત !

5 Comments »

  1. Jayshree said,

    September 20, 2006 @ 2:06 AM

    વાહ ધવલભાઇ.. ખૂબ જ સુંદર ગઝલ…

    જળનાં ટીપાંથી હું આખોય ખળભળી જઈશ. just too good.. !! Excellent..!!

  2. Rachit said,

    September 20, 2006 @ 9:27 AM

    Haridra Dave has become my current most favorite poet (Ghazal-kar). Absolutely amazing creations!

  3. વિવેક said,

    September 21, 2006 @ 3:25 AM

    હરીન્દ્ર દવે પાસે માત્ર સ્વભાવની જ નહીં, શબ્દોની પણ સહજ સરલ મસૃણતા હતી. એમણે જીવનને એટલું અંદરથી જોયું છે કે એનો માત્ર એક ટકો ય જો હું જોઈ શકું તો કદાચ જીવન સાર્થક થઈ જાય.

  4. સુરેશ જાની said,

    September 21, 2006 @ 3:59 PM

    સંવેદનશીલતાની અદ્ ભૂત અભિવ્યક્તિ

  5. DR.GURUDATT THAKKAR said,

    February 27, 2007 @ 9:57 AM

    જલ ના ટીપા થી …મા અભિવ્ય્ક્તિ ની ચરમ સીમા જણાય છએ…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment