લ્યો, કાગળ આપું કોરો,
સોળ વરસનો એક જ ટહૂકો લથબથ એમાં દોરો,
લ્યો, કાગળ આપું કોરો.
ભગીરથ બ્રહ્મભટ્ટ

ચિત્ર – શેરકો બીકાસ (ઈરાકી કૂર્દિશ) અનુ. હિમાંશુ પટેલ

ચાર બાળકો
તૂર્ક, પર્શિયન
એક આરબ અને કૂર્દ
ભેગાં મળી માણસનું ચિત્ર દોરતાં હતાં.
પહેલાએ એનું માથું દોર્યું
બીજાએ એના હાથ અને ઉપલાં અંગો દોર્યાં
ત્રીજાએ દોર્યા એના પગ અને ધડ
ચોથાએ એના ખભા પર બંદૂક દોરી.

– શેરકો બીકાસ (ઈરાકી કૂર્દિશ)
(અનુ. હિમાંશુ પટેલ)

ક્યારેક કોઈ એક જ કવિતા આખા અસ્તિત્વ માટે પણ પર્યાપ્ત હોય છે. આ કવિતા તરફ જુઓ. કેટલી નાનકડી અને કેટલી સરળ ! પણ વાંચો અને ભીતરથી ચીસ ન ઊઠે તો આપણા માણસપણા અંગે શંકા જરૂર કરવી. આપણી ‘સંસ્કૃતિ’ હવે કેટલી હદે વણસી છે એનું આ તાદૃશ ઉદાહરણ છે. આપણું સર્જન પણ વિનાશ સથે જ જોડાયેલું છે અને આ વાત આપણી ગળથૂથીમાં જ પચી ગઈ છે કદાચ.

12 Comments »

  1. AMARISH said,

    March 12, 2010 @ 1:57 AM

    khoob saras kavita aapi 6 ane haa 1 vat saras raju karel 6 jema manvi ni hal ni man ni munjavan dekhadi 6 ke manavi ketali had sudhi jai shake DHANYAVAAD

  2. ચાંદ સૂરજ said,

    March 12, 2010 @ 6:19 AM

    .
    ભાઈ, ‘ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ ‘ એ ઉક્તિ શું આપણી સંસ્કૃતિને પણ લાગુ નથી પડતી ? શ્રી ભરતના ભાતૃભાવિક નંદિગ્રામથી શ્રીરામના રામરાજ્યની અયોધ્યા તરફ યાત્રા કરવાને બદલે શું એ રાવણની લંકા તરફ તો પ્રયાણ નથી કરી રહી ને ?
    ગીતાપંચામૃત કહે છે ” ક્રોધથી થાય સંમોહે સ્મૃતિ વિભ્રમ; સ્મૃતિભ્રંશે બુદ્ધિનાશ, બુદ્ધિનાશે વિનાશ છે.”
    હિંસાએ અહિંસાનું ખૂન કર્યા પછી હવે શું ચાહે છે ?

  3. પારુલ દેસાઈ said,

    March 12, 2010 @ 9:05 AM

    પ્લીઝ please પ્લીઝ please પ્લીઝ please પ્લીઝ please …..

    મને પંખી નો માળૉ ફીલ્મ નું “રાજકોટ રંગીલુ શહેર છે” આ ગુજરાતી ગીત સાંભળવુ છે.

    મુકો ને………..

    પારુલ દેસાઈ

  4. Pancham Shukla said,

    March 12, 2010 @ 9:53 AM

    નાનકડી પણ વેધક કવિતા. આ કવિતા, બાળકોને માધ્યમ બનાવી, ‘એ પ્રદેશ’ની અસ્થિરતાને કેવી સચોટ રીતે રજૂ કરે છે.

    ક્યારેક કયારેક ગુજરાતી કવિતા સિવાય વિશ્વકવિતાનું વાચન કરવાથી કવિતા વિશેની આપણી સમજમાં વિધાયક ફેરફાર થતો હોય છે. હિમાંશુભાઈના અનેકવિધ કાવ્યોને સામાન્ય કાવ્યવાચન કે કાવ્યઆનંદની સપાટીથી ઊપર ઊઠીને વાંચવા પડે એવા હોય છે. એમનું વિશ્વકવિતાના અનુવાદનું કામ પણ ધ્યાનથી જોવા જેવું છે.

    કવિતાને ઝીણી નજરે જોવાવાળા માટે હિમાંશુભાઈના બ્લૉગની લિંકઃ

    http://himanshupatel555.wordpress.com/

    એમના બ્લૉગ પર ઈ-પૉએટ્રી, કાવ્યાસ્વાદ, રિવ્યુ જેવા વિભાગો પણ છે.

  5. preetam lakhlani said,

    March 12, 2010 @ 10:16 AM

    નાનકડી પણ વેધક કવિતા., કવિતા કઇ ભાષાની છે એ મહત્વ નથી, કવિતા ગુજરાતીમા પણ ધારદાર હોય્ શકે અને બીજી ભાષામા પણ આટલી તેજદાર હોય શકે , બસ આપણી તરસ કેટલી છે એ મહત્વની છે! પાણી કુવાનુ છે કે નળનુ છે એ બહુ મહત્વનુ નથી રહેતુ………

  6. અનામી said,

    March 12, 2010 @ 10:43 AM

    ચીસ આજે તો ઉઠી જ છે…….પણ એક સમય એવો પણ આવશે કે ચીસ કદાચ ના પણ ઉઠે…..એ પેહલા આ બધુ બંધ થાય એવી ભગવાન ને ખરા મનથી પ્રાથના.

  7. sudhir patel said,

    March 12, 2010 @ 2:51 PM

    જે તે પ્રદેશમાં વર્ષોથી ચાલી રહેલી યુધ્ધ અને હિંસાની પરિસ્થિતિની બાળકોના માનસ પર કેવી અસર પડે છે એનો વેધક ચિતાર દોરતી કવિતા!
    કવિ, અનુવાદક અને રજૂ કરનાર ‘લયસ્તરો’ને દિલથી અભિનંદન!
    સુધીર પટેલ.

  8. Girish Parikh said,

    March 12, 2010 @ 7:59 PM

    કાવ્યનું ચિંતન કર્યા પછી મને આ પ્રશ્ન થાય છેઃ
    શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યા પછીનું અર્જુનનું ચિત્ર દોરવાનું બાળકોને કહેવામાં આવે તો અર્જુનનાં બીજાં અંગો દોર્યા પછી કોઈ બાળક અર્જુનના હાથમાં શું મૂકશે?
    અલબત્ત, શ્રી કૃષ્ણે અર્જુનને ધર્મયુદ્ધ માટે તૈયાર કર્યો હતો.
    – – ગિરીશ પરીખ
    Blog: http://www.girishparikh.wordpress.com

  9. himanshu patel said,

    March 13, 2010 @ 9:42 PM

    જે મિત્રો એ મારું ધ્યાન દોર્યું તેમનો તેમજ લય્સ્તરોના સંચાલકોનો આ કાવ્ય મૂકવા બદલ આભાર.
    ાને પંચમભાઈ લિન્ક મૂકવા બદલ આભાર . જેમણે કોમેન્ટ્સ લખી તેમનો પણ આભાર.મારી અનુવાદની લિન્ક્ઃ
    http://himanshu52.wordpress.com

  10. dakasha maheta said,

    March 13, 2010 @ 9:48 PM

    આ આવા કવ્ય વાંચતા વાંચતા પારુલ દેસાઈને ફિલ્મની ફરમાઈશ ક્યાંથી સુઝી? લયસ્તરોને ખાન્ગી
    મેલ મોકલ્વી જોઈએ, અહી કાવ્ય વિશે લખાય,
    વિછ્છીન્ન સંસકૃતિઓનું કળાત્મક કાવ્યસ્વરૂપ આમાં વાંચવા મળે છે.

  11. pragnaju said,

    March 14, 2010 @ 2:30 PM

    ભાવવાહી અભિવ્યક્તી
    યાદ આવી
    કવિતા ઉઠે છે હદય ના દ્વારથી

    કવિતા વાવેતર ઘટનાઓના રૂપનું

    ગમારોળે કવિતા કુદરતી બાગને

    કવિતા કુદરતી ખોળે ખુપેલી લાગણી

    નથી ભૂગોળ ઇતીયાસ ની કોઈ વાવણી

    અહીના અધૂરા અરમાંને બોન્ધેલી ગજલ

  12. Pinki said,

    March 15, 2010 @ 8:47 AM

    પશુઓનું પાશવીપણું તો તેમની શારીરિક શક્તિ જેટલું જ
    પણ આપણે તો માણસ – બુદ્ધિ વધુ વાપરીએ

    વિનાશ માટે પણ !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment