ઘસાતાં ઘસાતાં મળ્યો ઓપ અંતે,
સ્વીકાર્યો પછી તો ઘસારાનો જાદુ.
પારુલ ખખ્ખર

બંધ છે જે કમાડ – નીરવ વ્યાસ

બંધ છે જે કમાડ, ભીતરથી,
સંત, એને ઉઘાડ, ભીતરથી.

છેક પહોંચે ત્વચાને ચીરીને,
રંગ એવા ઉડાડ ભીતરથી.

આમ એણે અડયો નથી, કિન્તુ,
થઈ ગઈ છેડછાડ, ભીતરથી.

વાદ્ય ફિક્કાં બધાં પડી જાશે,
ગીતનો લે ઉપાડ, ભીતરથી.

ચિત્ત-ભ્રામક બધાં ત્યજી ઔષધ;
દર્દ મારું મટાડ, ભીતરથી.

– નીરવ વ્યાસ

મજાની ગઝલ. રદીફ તંતોતંત નિભાવી હોય એવી ગઝલો આમેય ઓછી જોવા મળે છે.

9 Comments »

 1. જગદીશ કરંગીયા ‘સમય’ said,

  June 15, 2017 @ 1:26 am

  @નીરવ વ્યાસ – સુંદર ગઝલ

  કેમ કરી સાંધું સંબંધને જ્યાં;
  પડી હોય તિરાડ, ભીતરથી.

  @ રીડગુજરાતી – આભાર.
  જય ભારત.
  —————
  Jagdish Karangiya ‘Samay’
  https://jagdishkarangiya.wordpress.com

 2. Pravin Shah said,

  June 15, 2017 @ 4:49 am

  ભેીતરની ભીતરથી નીકળી તૂ અહિન્યા આવે બહાર
  પચ્હિ જો હુન્ કેવો કરુન ચ્હુ પ્યાર્ , ભીતરથી

 3. જગદીશ કરંગીયા 'સમય' said,

  June 15, 2017 @ 7:59 am

  @Pravin Shah – આ ગઝલમાં કાફિયા ‘ડ’ હોવાથી , રદીફ(ભીતરથી)ની આગળનો શબ્દ(કાફિયા) એવો હોવો જોઈએ જેના અંતમાં ‘ડ’ આવે.

  જેમ કે, કમાડ, ઉઘાડ, તિરાડ વગેરે..

  જય ભારત.
  —————
  Jagdish Karangiya ‘Samay’
  https://jagdishkarangiya.wordpress.com

 4. shivani shah said,

  June 15, 2017 @ 10:03 am

  ‘વાદ્ય ફિક્કાં બધાં પડી જાશે,
  ગીતનો લે ઉપાડ, ભીતરથી.’

  વાહ કવિ/ ગઝલકાર ! સુન્દર ગઝલ..ટુન્કાણમા, સુન્દર રિતે વધારે કહેવુ ,ઉન્ડાણ વાળી વાત કહેવિ,
  વાચકોના મનમા ગુન્જ્યા કરે એવિ રતે કહેવિ…એ વાત અઘરિ પણ હકદાચ કવિને માટે સહજ અને સરળ હોઇ શકે…

 5. rekha said,

  June 15, 2017 @ 12:51 pm

  વાહ્….સુન્દર

 6. La' Kant Thakkar said,

  June 18, 2017 @ 12:57 am

  ભીતરના કમાડ બાહરથી કોણ ખોલે?
  બાહ્ય સાથે જે સંલગ્ન છે ,તેને બાહરમાંથી , કદાચ “સુયોગ્ય” સાધન ,કોઈ માર્ગદર્શક સદ-ગુરુ” તરીકે સામાન્યત: ઓળખાય છે તેવી “સંત-મૂર્તિ” કર્મગત ક્રમમાં હોય તો મળી પણ જાય, જે માત્ર
  દિશા બતાવે, પણ અંતર-યાત્રા તો સ્વકીય જ હોય ને? બહાર તો ત્યારેજ અનુભવાય જ્યારે,
  ” સ્વાનુસંધાન સધાય”
  ***
  .- અંતર-શોધ….~!

  ધાર્યું ન્હોતું ત્યાંથી સગડ મળ્યા,તત્વ નીકળ્યું,
  મહામૌન ખોદ્યું,તો શબ્દો મળ્યા,સત્વ નીકળ્યું,
  અમે તો ઘણું ફર્યા,સઘળામાં ‘એકત્વ’ નીકળ્યું,
  નગણ્ય કર્યું જે , એમાં અજબ મહત્વ નીકળ્યું,
  પકડી રાખેલું, છોડવા લાયક, ‘મમત્વ’ નીકળ્યું,
  નડતું ‘તું બધો સમય, અહં નું જડત્વ નીકળ્યું,
  મનમાં ભર્યું’તું કંઈ કેટલું? જૂદુંજ રહસ્ય નીકળ્યું
  બીજાની વાત કરતાં, તેમાંથી “સ્વત્વ” નીકળ્યું.
  મનનું વલોણું ચાલ્યું, મંથન થી તથ્ય નીકળ્યું,
  “કંઈક”ની ખણખોદ રંગ લાવી, ને પથ્ય નીકળ્યું .

  -લક્ષ્મીકાંત ઠક્કર ” કંઈક / ૧૮.૬.૧૭”

 7. Rakesh Thakkar, Vapi said,

  June 19, 2017 @ 5:09 am

  વાહ!
  ચિત્ત-ભ્રામક બધાં ત્યજી ઔષધ;
  દર્દ મારું મટાડ, ભીતરથી

 8. Girish Parikh said,

  June 20, 2017 @ 12:34 am

  THE DOOR WHICH IS CLOSED

  The door which is closed from the inside,
  O sage, open it from the inside.

  Tearing the skin reaches deep inside,
  Sprinkle such colors from the inside.

  I have not touched thus, but,
  Romantic feelings slipped, inside.

  Musical instruments all will fade away,
  Let the song be born, from inside.

  Discarding all illusive medicines,
  Cure my diseases, from the inside.

  –Nirav Vyas
  (Rendered in English by Girish Parikh).

 9. Girish Parikh said,

  June 20, 2017 @ 12:42 am

  આ અતિશયોક્તિ નથી કરતો (એ મારા સ્વભાવમાં જ નથી!) પણ નીરવ વ્યાસના ગુજરાતી કાવ્યને અંગ્રેજીમાં અવતાર આપતાં ટાગોર યાદ આવ્યા! સરળ પણ રસમય તથા રહસ્યમય કાવ્ય!
  –ગિરીશ પરીખ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment