સૌ પ્રથમ ચકમક ઝરી, પણ એ પછી
ટાંકણાએ શિલ્પને કેવું ઘડ્યું!
જગદીપ નાણાવટી ડૉ.

યાદગાર ગીતો :૦૧: ગુણવંતી ગુજરાત – અરદેશર ખબરદાર

ગુણવંતી ગુજરાત ! અમારી ગુણવંતી ગુજરાત !
નમીએ નમીએ માત ! અમારી ગુણવંતી ગુજરાત !
મોંઘેરા તુજ મણિમંડપમાં ઝૂકી રહ્યાં અમ શીશ :
માત મીઠી ! તુજ ચરણ પડીને માગીએ શુભ આશિષ !
.                                                         અમારી ગુણવંતી ગુજરાત !

મીઠી મનોહર વાડી આ તારી નંદનવન-શી અમોલ !
રસફૂલડાં વીણતાં વીણતાં ત્યાં કરીએ નિત્ય કલ્લોલ !
.                                                         અમારી ગુણવંતી ગુજરાત !

સંત મહંત અનંત વીરોની વહાલી અમારી માત !
જય જય કરવા તારી જગતમાં અર્પણ કરીએ જાત !
.                                                         અમારી ગુણવંતી ગુજરાત !

ઊંડા ઘોર અરણ્ય વિષે કે સુંદર ઉપવનમાંય;
દેશવિદેશ અહોનિશ અંતર એક જ તારી છાંય
.                                                         અમારી ગુણવંતી ગુજરાત !

સર સરિતા રસભર અમીઝરણાં રત્નાકર ભરપૂર;
પુણ્યભૂમિ ફળફૂલ ઝઝૂમી, માત ! રમે અમ ઉર !
.                                                         અમારી ગુણવંતી ગુજરાત !

હિન્દુ, મુસલમિન, પારસી, સર્વે માત ! અમે તુજ બાળ :
અંગ ઉમંગ ભરી નવરંગે કરીએ સેવા સહુ કાળ !
.                                                         અમારી ગુણવંતી ગુજરાત !

ઉર પ્રભાત સમાં અજવાળી ટાળી દે અંધાર !
એક સ્વરે સહુ ગગન ગજવતો કરીએ જયજયકાર
.                                                         અમારી ગુણવંતી ગુજરાત !

નમીએ નમીએ માત ! અમારી ગુણવંતી ગુજરાત !

– અરદેશર ફ. ખબરદાર ‘અદલ’

(જન્મ: ૦૬-૧૧-૧૮૮૧, મૃત્યુ: ૩૦-૦૭-૧૯૫૩)

સંગીત સંયોજન : મેહુલ સુરતી
સ્વર : દ્રવિતા ચોક્સી

[audio:http://urmisaagar.com/saagar/audio/gunvanti-gujarat.mp3]

ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવવામાં પારસી કોમના જે કવિઓનો ફાળો રહ્યો છે, એમાં અરદેશર ખબરદારનું સ્થાન ધ્રુવના તારા સમું છે. ‘ગુણવંતી ગુજરાત’ અને ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’ કાવ્યો થકી એ અમર કીર્તિ પામ્યા છે. દમણમાં જન્મેલા અને ત્યાં જ વસેલા, માત્ર પ્રાથમિક શિક્ષણ પામેલા આ કવિ મોટર-સાઇકલનો સામાન વેચવાનો ધંધો કરતા હતા પણ અનિર્વચનીય વતનપ્રેમથી છલકાતા હતા.  (કાવ્યસંગ્રહો: ‘કાવ્યરસિકા’, ‘વિલાસિકા’, ‘પ્રકાશિકા’, ‘ભારતનો ટંકાર’, ‘સંદેશિકા’, ‘કાલિકા’, ‘ભજનિકા’, ‘રાસચંદ્રિકા-1’, ‘દર્શનિકા’, ‘રાષ્ટ્રિકા’, ‘કલ્યાણિકા’, ‘રાસચંદ્રિકા-2’, ‘નંદનિકા’, ‘ગાંધીબાપુ’, ‘કીર્તનિકા’)

સદાકાળ ગુજરાત‘ આપ માણી ચૂક્યા છો એટલે યાદગાર ગીતોની શ્રેણીની શરૂઆત આજે એમના આ બીજા ગીતથી કરીએ.  નંદનવન જેવી મનોહર આ વાડીમાં શું શું નથી? સંત, મહંત, વીરોની આ ભૂમિ અરણ્ય, ઉપવન, સરોવર-નદીઓ, ઝરણાં-સમુદ્ર વડે શોભાયમાન છે. પણ કવિને જે ભાવ અભિપ્રેત છે એ છે કોમી એખલાસનો અને એ દ્વારા ગગન ગાજે એવો જયજયકાર કરવાનો છે…

9 Comments »

  1. Yogendra said,

    December 5, 2009 @ 1:25 AM

    Thanks for the song and fresh composition. Hope you continue this trend. Listeners are simply bored by same old songs repeated all the time on various blogs. We have enough of ” Tari Ankh No Afini”, ” Rakh Na Ramakda”, “Savarioyo Re Maro Savariyo” and the likes though these are memorable songs and are gems of Gujarati Sangeet but enough is enough.
    We look forward to new songs,new singers and fresh compositions……

  2. ડૉ.મહેશ રાવલ said,

    December 5, 2009 @ 2:24 AM

    ગુજરાતના આવા અનેક સપૂતોએ જે ગાથા રચી છે એ આપણી ગુજરાતની અસ્મિતાનો અમર વારસો છે.

  3. pragnaju said,

    December 5, 2009 @ 4:57 AM

    નાનપણથી સ્મૃતિમા રહેલુ સાચેજ યાદગાર ગીત
    ાને ખૂબ મધુરી ગાયકી

  4. Monal said,

    December 5, 2009 @ 8:49 AM

    ખુબ સુંદર ગીત અને મેહુલભાઈનુ દાદ માંગી લે તેવું સ્વરાંકન!

  5. sudhir patel said,

    December 5, 2009 @ 12:39 PM

    ગીતોત્સવની પ્રથમ પસંદગી ખૂબ જ સુંદર!
    ગુણવંતી ગુજરાતની અસ્મિતા ઉજાગર કરતું અદભૂત ગીત!
    સુધીર પટેલ.

  6. Jayshree said,

    December 5, 2009 @ 2:55 PM

    અદ્ભૂત શબ્દો અને સાથે અદ્ભૂત સ્વરાંકન..
    આજે પણ દ્રવિતા અને જેસ્મિનના સ્વરમાં જેટલી વાર આ ગીત સાંભળું એટલી વાર મેહુલને એક વધુ સલામ કરવાનું મન થાય…. (વિવેકભાઇ, આ ગીતમાં જેસ્મિન કાપડિયા અને દ્રવિતા ચોક્સીનો યુગલ સ્વર છે)

    ગીતમાં સ્વરબધ્ધ થયેલા શબ્દો ઘણીવાર સાંભળીને યાદ રહી ગયા છે, પણ આજે ગીત સાંભળવાનું શરૂ કરતા પહેલા આખું ગીત બે-ત્રણ વાર વાંચી ગઇ…

    આભાર નહીં કહું તો ચાલશે ને? 🙂

  7. Deejay said,

    December 6, 2009 @ 11:33 AM

    ખુબ સુન્દર ગેીત અને તે પણ ઓડેીઓ ઉપર સાંભળવા મળતાં ખુબ આન્દ મળ્યો.

    Wish you all the best…………..

  8. Amirali Khimani said,

    November 14, 2011 @ 4:58 AM

    શ્રિ ખબરદાર મારા પ્રિય કવિઓમા સદા રહેશ એમ્ના કવ્યો આજે પણ કાનમા ગુજ્તા રહે છે. લ્યસ્ત્રો યે જુનિ યાદ તાજિ કરિ દિધિ આભાર. એમ્ના વ્ધુ ગેીતો, કવ્યો મુકો તો બહુ આન્દ થશે. ખાસ કરિને ભરત ભુમિના પુત્રો, મઝાનિ ખિસ્કોલિ, અને બ્લ્ધ કહે ગૌ માતા યે જનમ્ મ્ને દિધો, અને આવો ફુલ ઙા મધુરારે તેમ્ના અતિ લોક્પ્રિય રચ્ના છે.

  9. truptijoshi said,

    December 27, 2012 @ 5:43 AM

    અતી સુન્દર …

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment