નહિતર આ અંધકારમાં રસ્તો નહીં જડે,
થઈને પ્રકાશ કોઈનો પથરાય છે અવાજ.
મહેક ટંકારવી

દર્પણ – સિલ્વિયા પ્લાથ

હું રૂપેરી છું અને સ્વાયત્ત છું
મારી પાસે કોઈ પૂર્વખ્યાલો નથી
હું જે કાંઈ જોઉં છું
તેને તરત જ
જેમ છે તેમ જ ગળી જાઉં છું.
પ્રેમ અને અણગમાના ધુમ્મસ વિના.
હું ક્રૂર નથી
કેવળ સત્યભાષી છું.
નાનકડા ઈશ્વરની ચાર ખૂણાવાળી આંખ છું.

મોટાભાગનો  સમય તો
હું સામેની દીવાલનું ધ્યાન ધરું છું.
એ ગુલાબી છાંટવાળી છે.
મેં એના તરફ એટલું બધું જોયા કર્યું છે
કે મને લાગે છે કે
એ મારા હ્રદયનો ભાગ છે.
પણ એ થરથરે છે.
ચહેરાઓ અને અંધકાર
અમને અવારનવાર એકમેકથી અળગા કરે છે.

હવે હું છું સરોવર
એક સ્ત્રી મારા તરફ ઢળે છે
ફંફોળે છે મારા તળિયાને
પોતે ખરેખર શું છે તે પામવા
પછી તે વળે છે જુઠ્ઠાઓ તરફ –
મીણબત્તીઓ અથવા ચાંદા તરફ.
હું એની પીઠ જોઉં છું.
અને વફાદારીથી પ્રતિબિંબિત કરું છું.
મને તે સોગાદ આપે છે
આંસુઓની અને વિરોધમાં ઉગામેલા હાથની.
એને માટે મારું મહત્વ છે
એ આવે છે અને જાય છે
દરરોજ સવારે.

એનો ચહેરો અંધકારનું સ્થાન લે છે.
મારામાં જ એણે ડૂબાડી દીધી છે
જુવાન છોકરીને અને મારામાંથી વૃધ્ધ સ્ત્રી
રોજબરોજ એની તરફ જાય છે
ભયાનક માછલીની જેમ.

– સિલ્વિયા પ્લાથ
( અનુ. સુરેશ દલાલ )

સાચું અને સાચા સિવાય બીજું કશુ ન બોલવાની સજા શું હોય એ અરીસાને પૂછી જુઓ. વહી જતા સમય, જુવાની અને સૌંદયની ગવાહી આપવાનું કામ અરીસાના ભાગે જ આવે છે.

8 Comments »

  1. pragnaju said,

    October 12, 2009 @ 10:36 PM

    એનો ચહેરો અંધકારનું સ્થાન લે છે.
    મારામાં જ એણે ડૂબાડી દીધી છે
    જુવાન છોકરીને અને મારામાંથી વૃધ્ધ સ્ત્રી
    રોજબરોજ એની તરફ જાય છે
    સુંદર
    એ વૃધ્ધ સ્ત્રી કયારે બુધ્ધ બને તે માટે કંઈક છોડો કંઈક ભુલો અને માફ કરવાની નીતિ રાખવાનું વડીલો માં જયારે આકાશની વ્યાપકતા, વાયુની સરળતા ,તેજની ઉષ્ણતા, જલની તરલતા ,સરલતા ુપારદર્શીતા અને પુથ્વીની સહનશીલતા આવે તો વૃધ્ધ બુધ્ધ બને તેમજ વડીલ દંપતી ની આનંદ યાત્રા કુદરતી અને સાહજીક બને. જયારે વિધુરની વિષદ યાત્રામાં પ્રભુને યાદ આપ તો પ્રસાદ યાત્રા બને અને વિધવા ની વિયોગ યાત્રા સ્ત્રી સહજ સર્મિપત બને તો યોગ યાત્રા બને તો યુવાનો વડીલોને સન્માનીત પ્રેમ કરશે તો વૃધ્ધો અલૌકિક બનશે
    પ્રેમ અને અણગમાના ધુમ્મસ વિના.
    હું ક્રૂર નથી
    કેવળ સત્યભાષી છું.
    નાનકડા ઈશ્વરની ચાર ખૂણાવાળી આંખ છું.
    …ફરી દર્પણ વફાદારીથી પ્રતિબિંબિત કરે તે આનંદ…………………

  2. વિવેક said,

    October 13, 2009 @ 1:42 AM

    અરીસાની અદભુત કહી શકાય એવી આત્મકથા અને આત્મવ્યથા…

    સુંદર કાવ્ય… કવિ જ અરીસાને બોલતો કરી શકે…

  3. Dr. J. K. Nanavati said,

    October 13, 2009 @ 4:06 AM

    એક નાનીશી અંજલી મારા તરફથી

    અરીસાને….

    બિચારો આયનો……..

    કેટલું સહેતો બિચારો આયનો
    મૂક થઈ જોતો બિચારો આયનો

    રૌદ્ર, રૂદન દુ:ખ અને શ્રુંગારનો
    હમસફર રહેતો બિચારો આયનો

    સાવ કડવું તે છતાં ખુલ્લુ કરી
    સત્યને ધરતો બિચારો આયનો

    કાયમી ક્યાં કોઈ વસતું ભીતરે
    રોજ કરગરતો બિચારો આયનો

    ઘા સહી પથ્થર તણો, દિલ પર, પછી
    સો ગણું જીવતો બિચારો આયનો

  4. preetam lakhlani said,

    October 13, 2009 @ 2:33 PM

    સુરેશ ભાઈનો અનુવાદ સર્રસ છે પરન્તુ આ જ કાવ્યનો અનુવાદ જો મહેશ દવેએ કર યો હોત તો ?.અનુવાદને કાવ્ય જેટલો જ સરસ આકાર મલત્.! આ વાત જે હુ કઉ છુ પણ કદાચ સુરેશ ભાઈને જો કોઈ પુછે તો એ પણ કહશે કે મહેશ ની આ દાદાગીરી છે એમા કોઈ બે મત નથી ….મહેશ દવેની અનુવાદમા માસ્તરી છે….. વિવેક ભાઈ ના શબ્દમા બહુ જ ઓછા મા આ કાવ્ય માટે કહેવુ હોય તો કહી શકાય્…સરસ્..!!!

  5. himanshu patel said,

    October 16, 2009 @ 11:13 PM

    અનુવાદ નબળો છે. મૂળ કૃતિમા નથિ તેવું ઉમેરાયું છે અકારણ.બન્ને સાથે વાંચી જૂઓ.અસ્તુ

  6. વિવેક said,

    October 17, 2009 @ 12:56 AM

    પ્રિય હિમાંશુભાઈ,

    આ રચના ધવલે પૉસ્ટ કરી છે અને એ આજકાલ અલગ જ પ્રકારના કામમાં અતિવ્યસ્ત હોવાથી હું નથી ધારતો કે એ મૂળ રચના પહોંચાડી કે પૉસ્ટ કરી શકે. જો આપ મૂળ રચના અહીં પ્રતિભાવમાં પૉસ્ટ કરી શકો તો આભારી રહીશું…

    અનુવાદના શાસ્ત્ર અંગે વિશ્વભરમાં કદી એકમત સ્થાપી શકાયો નથી… તૂંડે તૂંડે મતિ ભિન્ના…

  7. ધવલ said,

    October 17, 2009 @ 10:45 AM

    આ કૃતિ બહુ જ પ્રસિધ્ધ છે અને એના અનેક અનુવાદ થયા છે… મેં તો સરખાવી જ જોઈ છે. અને બધાએ સરખાવી જ જોઈએ. અનુવાદ લગભગ આખો શબ્દશ: છે. ચર્ચાને તો હંમેશા અવકાશ છે જ 🙂

    તમને ગમતો ( કે પછી તમારો પોતાનો ) અનુવાદ અહીં મૂકશો તો સાથે સાથે સરખાવીને માણવાની વધારે મઝા આવશે.

    મૂળ કવિતા:

    Mirror

    I am silver and exact. I have no preconceptions.
    Whatever I see I swallow immediately
    Just as it is, unmisted by love or dislike.
    I am not cruel, only truthful ‚
    The eye of a little god, four-cornered.
    Most of the time I meditate on the opposite wall.
    It is pink, with speckles. I have looked at it so long
    I think it is part of my heart. But it flickers.
    Faces and darkness separate us over and over.

    Now I am a lake. A woman bends over me,
    Searching my reaches for what she really is.
    Then she turns to those liars, the candles or the moon.
    I see her back, and reflect it faithfully.
    She rewards me with tears and an agitation of hands.
    I am important to her. She comes and goes.
    Each morning it is her face that replaces the darkness.
    In me she has drowned a young girl, and in me an old woman
    Rises toward her day after day, like a terrible fish.

    http://oldpoetry.com/opoem/7036-Sylvia-Plath-Mirror

  8. preetam lakhlani said,

    October 19, 2009 @ 8:13 AM

    વિવેક ભાઈ અને ધવલ ભાઈ નો અભિપ્રાય યોગ્ય અને આવકાર પ્રાત્ર છે….અનુવાદ બાબતમાં દરેક વ્યકિત ના અનુભવ અને અભિપ્રાય હમેશા અલગ જ હોય શકે ! તમારી બને ની વાત બીલકુલ યોગ્ય અને સાચી છે….આભાર્ !!!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment