નથી એક માનવી પાસે બીજો માનવી હજી પહોંચ્યો,
‘અનિલ’, મેં સાંભળ્યું છે, ક્યારનો બંધાય છે રસ્તો !
રતિલાલ 'અનિલ'

ગઝલ – યામિની વ્યાસ

દોડતી ને દોડતી પૂરપાટ ચાલી જાય છે
કોણ જાણે ક્યાં સુધી આ વાટ ચાલી જાય છે

ઘેલછા કેવી હશે દરિયાને મળવાની જુઓ
આ નદી સૂના મૂકીને ઘાટ ચાલી જાય છે

જિંદગીની આ રમત કેવી કે રમતા માણસો
અધવચાટે મેલીને ચોપાટ ચાલી જાય છે

લાગણીની તીવ્રતાને કોઈ ના રોકી શકે
કોઈ સેના જાણે કે રણવાટ ચાલી જાય છે

બે ઘડી વરસાદનાં ધરતી ઉપર ફોરાં પડયાં
એટલામાં કેટલો તલસાટ ચાલી જાય છે

-યામિની ગૌરાંગ વ્યાસ

રસ્તો હોય, આપણી સફર હોય, ઘેલછા હોય કે મહત્ત્વાકાંક્ષા – કશાયનો ક્યાંય અંત નથી. તૃષ્ણા રસ્તાની જેમ જ પૂરપાટ દોડતી રહે છે, બસ ! અને મૃત્યુ જિંદગી સાથે જ જોડાયેલી કેવી અનિવાર્ય ઘટના છે કે ભલભલા પોતાની રમત અડધી મૂકીને ચાલ્યા જાય છે ! બધા શેર સારા છે પણ મને સૌથી વધુ ગમી ગયો આખરી શેર… વાત કયી ધરતીની છે ? આખા ઉનાળાભેર ધખેલી ધરતીનો તલસાટ વરસાદના બે-ચાર ફોરાં વરસતાં જ ગાયબ થઈ જાય છે… કોઈ સ્નેહપિપાસુ હૈયાની આ વાત નથી ?

22 Comments »

  1. ડૉ.મહેશ રાવલ said,

    December 24, 2010 @ 8:25 AM

    યામિનીબેનની સુંદર ગઝલ- માણવી ગમી…..વિવેકભાઇ
    આમ તો આખી ગઝલ સરસ,પણ બે ઘડી વરસાદનાં ધરતી ઉપર ફોરાં પડે અને હૈયામાં ઉમટતા તલસાટ ચાલી જવાની વાતમાં વણાયેલ ભાવ સુંદરરીતે અભિવ્યક્ત થયો છે.
    અભિનંદન યામિનીબેન..

  2. Bharat Trivedi said,

    December 24, 2010 @ 10:15 AM

    આમ તો આખીયે ગઝલ ગમી પરંતુ આ બે શેર વિષેશ ગમ્યા.

    લાગણીની તીવ્રતાને કોઈ ના રોકી શકે
    કોઈ સેના જાણે કે રણવાટ ચાલી જાય છે

    બે ઘડી વરસાદનાં ધરતી ઉપર ફોરાં પડયાં
    એટલામાં કેટલો તલસાટ ચાલી જાય છે

  3. jigar joshi 'prem' said,

    December 24, 2010 @ 10:39 AM

    સરસ

  4. urvashi parekh said,

    December 24, 2010 @ 10:45 AM

    જીંદગી ની આ રમત કેવી કે રમતા માણસો,
    અધવચ્ચાટે મેલી ને ચોપાટ જાય છે.
    સરસ.

  5. સુનીલ શાહ said,

    December 24, 2010 @ 11:05 AM

    યામિનીબેનની સુંદર ગઝલ..

    યામિનીબેનના ગઝલસંગ્રહ ‘ફૂલ પર ઝાકળનાં પત્રો’ને આજે ગુજરાતી સાહિત્ય પરિષદનું દિનકર શાહ પારિતોષિક આપાયું તે બદલ તેમને હૃદયથી અભિનંદન.

  6. વિહંગ વ્યાસ said,

    December 24, 2010 @ 11:11 AM

    વાહ….સુંદર ગઝલ. બધાં શેર ગમ્યાં.

  7. dHRUTI MODI said,

    December 24, 2010 @ 1:42 PM

    સુંદર ગઝલ. છેલ્લો શે’ર વિશેષ ગમ્યો.

  8. sudhir patel said,

    December 24, 2010 @ 2:35 PM

    સુંદર ગઝલનો બીજો અને આખરી શે’ર વધુ ગમ્યાં!
    સુધીર પટેલ.

  9. Ramesh Patel said,

    December 24, 2010 @ 2:45 PM

    ગુજરાતી સાહિત્ય પરિષદનું દિનકર શાહ પારિતોષિક આપાયું તે બદલ તેમને હૃદયથી અભિનંદન.
    ખૂબ જ સરસ ગઝલ.

    રમેશ પટેલ(આકાશદીપ)

  10. Pancham shukla said,

    December 24, 2010 @ 5:57 PM

    લાગણીની તીવ્રતાને કોઈ ના રોકી શકે
    કોઈ સેના જાણે કે રણવાટ ચાલી જાય છે

    બે ઘડી વરસાદનાં ધરતી ઉપર ફોરાં પડયાં
    એટલામાં કેટલો તલસાટ ચાલી જાય છે

    વાહ…

  11. Sandhya Bhatt said,

    December 24, 2010 @ 11:27 PM

    પારિતોષિક માટે અભિનંદન. આ ગઝલના રદીફની સાર્થકતા તેના લયમાં બરાબર અનુભવાય છે.

  12. Gunvant Thakkar said,

    December 25, 2010 @ 12:10 AM

    ખુબ સુંદર ગઝલ ખુબખુબ અભિનંદન

  13. MAYAANK TRIVEDI SURAT said,

    December 25, 2010 @ 4:16 AM

    જીંદગી ની આ રમત કેવી કે રમતા માણસો,
    અધવચ્ચાટે મેલી ને ચોપાટ જાય છે.
    ખુબ સુંદર
    ગુજરાતી સાહિત્ય પરિષદનું દિનકર શાહ પારિતોષિક આપાયું તે બદલ તેમને હૃદયથી અભિનંદન.

  14. rehana m said,

    December 25, 2010 @ 7:53 AM

    સરસ

  15. rehana m said,

    December 25, 2010 @ 7:54 AM

    જબરદસત્

  16. rekhasindhal said,

    December 25, 2010 @ 7:42 PM

    ઘેલછા કેવી હશે દરિયાને મળવાની જુઓ
    આ નદી સૂના મૂકીને ઘાટ ચાલી જાય છે

    બે ઘડી વરસાદનાં ધરતી ઉપર ફોરાં પડયાં
    એટલામાં કેટલો તલસાટ ચાલી જાય છે

    ખૂબ સુંદર રચના. આ બે કડીઓ વધારે સ્પર્શી ગઈ. યામીનીબેનને પારિતોષિક માટે અભિનંદન સાથે વધુ ને વધુ પ્રગતિ માટે શુભેચ્છાઓ.

  17. DR. CHANDRAVADAN MISTRY said,

    December 25, 2010 @ 9:12 PM

    આ પોસ્ટ….આ ગઝલ…..વાંચી…ગમી !
    સુંદર રચના !
    જન્મ અને મરણના વચ્ચે સફરને જે યામિની નિહાળે, તે જ અક “ગઝલ”બની જાય !
    યામિનીને ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી જે “કદર”કરી એવોર્ડ આપવામાં આવ્યો તે જાણી, ખુબ જ ખુશી અનુભવી !
    એક વ્યક્તીને અભિનંદન !
    એક ગુજરાતી સાહિત્યને ગૌરવ આપનારને અભિનંદન !
    એ જ છે યામિની !
    યામિનીને ચંદ્ર-ાભિનંદન !
    અને….આ અભિનંઅન છે પ્રગ્યાજુબેન અને પ્રફુલ્લભાઈ વ્યાસને…યાને યામિની માત-પિતાને !
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Hope YAMINI visits this Blog…& READ the Post with all COMMENTS !

  18. pragnaju said,

    December 26, 2010 @ 10:09 AM

    સ રસ ગઝલનુ સુંદર રસદર્શન
    તૃષ્ણા રસ્તાની જેમ જ પૂરપાટ દોડતી રહે છે, બસ ! અને મૃત્યુ જિંદગી સાથે જ જોડાયેલી કેવી અનિવાર્ય ઘટના છે કે ભલભલા પોતાની રમત અડધી મૂકીને ચાલ્યા જાય છે !’આજનું જીવન ભોગાભિમુખ વધુ ને ત્યાગાભિમુખ ઓછું છે. જીવન મૂલ્યો તરફની બેપરવાઈએ માણસને આત્મકેન્દ્રિ, ઐહિક સુખાકાંક્ષી ઘેલો અને મતલબી બનાવી દીધો છે. પરિણામે એ બહારથી સખત બની ગયો છે.
    ઘેલછા કેવી હશે દરિયાને મળવાની જુઓ
    આ નદી સૂના મૂકીને ઘાટ ચાલી જાય છે

    જિંદગીની આ રમત કેવી કે રમતા માણસો
    અધવચાટે મેલીને ચોપાટ ચાલી જાય છે
    આજનો માણસનો સંબંધો વચ્ચે આવતા અંતરાયોના પડળ ભેદવાની શુભનિષ્ઠા જતી ન કરો, તો માણસના હૃદયની ભીનાશ અને જળધારાના તમે દર્શન કરી શકો. એટલે આજનો માનવી લાગણી શૂન્ય બનતો જાય છે એ અંશત: સાચું છે, પણ
    બે ઘડી વરસાદનાં ધરતી ઉપર ફોરાં પડયાં
    એટલામાં કેટલો તલસાટ ચાલી જાય છે
    યામિનીબેનના ગઝલસંગ્રહ ‘ફૂલ પર ઝાકળનાં પત્રો’ને આજે ગુજરાતી સાહિત્ય પરિષદનું દિનકર શાહ પારિતોષિક આપાયું તે બદલ તેમને હૃદયથી અભિનંદન અને પ્રભુ પ્રાર્થના કે ગઝલ ,નાટ્ય લેખન ,અભિનયની જેમ ગુજરાતી સાહિત્યના અન્ય ક્ષેત્રે પણ ઊચ્ચ સોપાન સર કરે

  19. વિવેક said,

    December 27, 2010 @ 8:18 AM

    યામિનીબેનને પારિતોષિક મળવું અને એમની કૃતિ લયસ્તરો પર મૂકવાના સંજોગોનું એક થવું મનેય ગમ્યું… મિત્ર યામિનીબેનને ખૂબ ખૂબ અભિનંદન !!!

  20. યશવંત ઠક્કર said,

    December 27, 2010 @ 8:54 AM

    સુંદર ગઝલ રચવા માટે તેમજ ગુજરાતી સાહિત્ય પરિષદનું દિનકર પારિતોષક મેળવવા બદલ યામિનિબહેનને ખૂબ ખૂબ અભિનંદન.

  21. Pinki said,

    December 28, 2010 @ 12:58 AM

    સરસ ગઝલ .. અને પારિતોષિક માટે હાર્દિક અભિનંદન !

  22. કિરણસિંહ ચૌહાણ said,

    December 28, 2010 @ 12:23 PM

    અરે વાહ! યામિનીબેન શું ગઝલ રચી છે. આખેઆખી ગઝલ જોરદાર.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment