કલા છે ભોજ્ય મીઠી ને ભોક્તા વિણ કલા નહીં,
કલાવાન કલા સાથે ભોક્તા વિણ મળે નહીં.
કલાપી

ગઝલ – મરીઝ

લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો,
દર્શનની ઝંખના હતી, અણસાર પણ ગયો.

એની બહુ નજીક જવાની સજા છે એ,
મળતો હતો જે દૂરથી સહકાર પણ ગયો.

રહેતો હતો કદી કદી ઝુલ્ફોની છાંયમાં,
મારા નસીબમાંથી એ અંધકાર પણ ગયો.

સંગતમાં જેની સ્વર્ગનો આભાસ હો ખુદા,
દોઝખમાં કોઈ એવો ગુનેગાર પણ ગયો ?

એ ખુશનસીબ પ્રેમીને મારી સલામ હો,
જેનો સમયની સાથે હ્રદયભાર પણ ગયો ?

એ પણ છે સત્ય એની ઉપર હક નથી હવે,
એવુંય કંઈ નથી કે અધિકાર પણ ગયો.

સાકી છે સ્તબ્ધ જોઈ નશાની અગાઢ ઊંઘ,
પીનારા સાથે કામથી પાનાર પણ ગયો.

કેવી મજાની પ્રેમની દીવાનગી હશે !
કે જ્યાં ‘મરીઝ’ જેવો સમજદાર પણ ગયો.

‘ગુજરાતના ગાલિબ’ લેખાતાં મરીઝની આજે જન્મતિથિ છે. મારાં જ શહેર સુરતના પઠાણવાડામાં જન્મેલાં અને વ્યકિત તરીકે અત્યંત ‘લૉ-પ્રૉફાઈલ’ રહેલાં મરીઝ ગઝલકાર તરીકે સૂર્ય સમાન ઝળહળ્યાં છે. જેમની ગઝલમાં કવિતાનું ગૌરવ અને લોકપ્રિયતા, બંને સંપીને વસ્યાં હોય એવા જૂજ શાયરોમાંના અવ્વલ એટલે મરીઝ. મૂળ નામ અબ્બાસ અબ્દુલઅલી વાસી. શરાબખોરી, દેવાદારી અને ગઝલનો સમાન અને ઉત્કૃષ્ટ અંદાજે-બયાં મરીઝને ગાલિબની કક્ષાએ મૂકે છે. ૧૯૭૧ માં એમના સન્માનમાં એકત્ર થયેલાં પૈસા ખવાઈ ગયાં તો સદા ફાકા-મસ્તીમાં જીવેલાં આ ઓલિયા જીવે એમ કહીને ચલાવ્યું કે ‘ આ લોકો મારા પીવાના પૈસા ખાઈ ગયા !’ જન્મ: ૨૨-૨-૧૯૧૭ મરણ: ૧૯-૧૦-૧૯૮૩. કાવ્યસંગ્રહ: ‘આગમન’, ‘નક્શા’.

23 Comments »

  1. Sarang said,

    June 16, 2006 @ 6:18 PM

    I am right now in UK and have forgotten ‘Aagman’ of Mariz at Surat – My home. On reading this I am getting tempted to call my mom and ask her to send it over to me!!!
    The more I read ‘Mariz’, the more I want to….

  2. Dr Bhargav said,

    February 22, 2007 @ 3:33 PM

    I am very happy today to find this site. I would have been happier to see that more gazals of all the great poets were included. For example, plenty of all time great gazals of Mariz are missing.
    Gujarati poetry has the best gazals. I believe that no other language but Gujarati could match the traditional urdu standard of gazals.
    I wish I find time to send all those LA-JAWAB gazals to the site.
    Anyway finding this site has made my day!

  3. વિવેક said,

    February 23, 2007 @ 3:12 AM

    Dear Dr. Bhargav,

    We constantly try to upload as many gems as possible from the treasure of Gujarati poetry. And at the same time we also try to include more & more number of poets of our society. That’s the reason why you shall find more than 630 poems by nearly 230 different poets on the site as on today. We would like you to be the equal partner in this of our constant endeauver by suggesting what you would like to see on the board.

  4. લયસ્તરો » ગઝલ - મરીઝ said,

    March 18, 2007 @ 3:23 AM

    […] કહેવાય છે કે એક ગઝલમાં એકાદ શેર પણ યાદગાર હોય તો કવિકર્મ સાર્થક થયું. પણ મરીઝની ગઝલ વાંચો તો સાવ ઊલટો જ અનુભવ થાય છે. આ એક ગઝલમાં યાદગાર ન હોય એવા કદાચ એકપણ શેર નથી અને આ જ મરીઝની લાક્ષણિક્તા છે જે એમને ગુજરાતી ગઝલની ચોટી પર મૂકે છે. જીવનની અલગ-અલગ પરિસ્થિતિમાં આ ગઝલ અલગ-અલગ સમયે વાંચો તો દરવખતે એકના એક શેર નવા ભાવવિશ્વ સાથે ઉઘડતા ન જણાય તો જ નવાઈ. મરીઝની જાણીતી ગઝલો લયસ્તરો પર નથી એવી ટકોર થોડા સમય પહેલાં ડૉ. ભાર્ગવે કરી ત્યારે પાછા ફરીને જોવાનું થયું અને વાત સાચી લાગી એટલે હવેથી ગુજરાતી ભાષાની લાડકી કવિતાઓ જે આ ખજાનામાં નથી એ ક્રમશઃ લઈને આવવાની નેમ છે. […]

  5. Lulua D'Souza said,

    February 28, 2008 @ 4:38 AM

    I am Mariz’ daughter. Very touched to read his gazal on your website. Comments are also heartwarming. Shall be glad to hear from you.

  6. વિવેક said,

    February 28, 2008 @ 9:05 AM

    પ્રિય Lulua D’Souza,

    આપના પ્રતિભાવ બદલ આભાર… મરીઝસાહેબના સુપુત્રી સાથે વાત કરવાનો લહાવો મળે એ અમારું ઈનામ જ સ્તો… મરીઝની આ વેબ-સાઈટ ઉપરની અન્ય ગઝલો આપ આ લિન્ક પર માણી શકો છો:

    https://layastaro.com/?cat=17

  7. jina said,

    February 29, 2008 @ 8:22 AM

    પ્રિય વિવેકભાઈ અને Lulua, i hope કે તમે મરીઝ સાહેબની life પર આધારિત play જોયું જ હશે… મારા માટે મરીઝ સાહેબ વિશે કંઈ પણ કહેવું નાના મોઢ મોટી વાત હશે પણ મરીઝ સાહેબ પર ગર્વ ન કરે એવા ગુજરાતીને ગુજરાતી કહેવડાવવાવનો કોઈ હક નથી…

    અને હા, વિવેકભાઈએ કહ્યું એમ Lulua, મરીઝસાહેબના સુપુત્રી સાથે વાત કરવાનો લહાવો મળે એ લયસ્તરોના વાચકો માટે સૌભાગ્યની વાત છે!

    – જીના

  8. Pinki said,

    February 29, 2008 @ 11:10 AM

    વિવેકભાઈ,
    જીનાએ મારા દિલની વાત કહી છે,
    લયસ્તરો પર આપ બધું share કરો છો તો
    અમને આમાં પણ ભાગીદાર રાખશો ….. ?!!

  9. jitendra shah said,

    September 14, 2008 @ 5:57 PM

    vivekbhai,
    thank you very much for this good and treasurefull webside this like a khajana for me please,keep up the good work i am usa and it is very very hard to get all the gujarati sahitya i am really happy to see this site thank you again.

    JITU

  10. pradip dave said,

    June 9, 2009 @ 4:39 AM

    વિવેક્ભઈ,
    ખુબ મજનિ ગઝલ લખિ ચ્ચે.
    આભહાર્
    પ્રદિપ દવે

  11. Umesh Vyas said,

    October 25, 2009 @ 12:33 AM

    mariz is mariz, no comparison

  12. Umesh Vyas said,

    October 25, 2009 @ 12:34 AM

    mariz is mariz, no comparison, simply the best

  13. pd patel said,

    November 3, 2009 @ 12:28 AM

    thanks vivekbhai……….

  14. kanchankumari parmar said,

    November 5, 2009 @ 4:58 AM

    ગઝલ રડેછે મરિઝ તારિ કબર પર્……..થા ઉભો ;ક્ંઇક કેટલાઓ ઝુરે છે …..આજ તારિ કબર પર……

  15. Rakeshkumar. said,

    December 25, 2010 @ 3:25 AM

    વિવેકભાઈ,
    મરીઝ સાહેબની ગઝલ વાચવાનો આનંદજ અલગ છે.

    રાકેશકુમાર.

  16. mukesh makwana said,

    April 2, 2012 @ 1:37 AM

    che khandhi kala ena sitam ni sau chal
    samarthan ma aapu chu fakt ek misal
    jethi k hu adheli ne besi na saku
    ae darroj rangave che ena ghar ni diwal..

    “Aagman” k j pustak thi mara jivan ma Gazal nu aagman thayu..
    ghanivar eu pan bantu k vanchta vanchta am j lage k aa vyakyi ne mara janmya pehla mara hriday ni samvednao ane mari paristhiti aatli najik thi kevi rite khabar padi hass k bas darek lakhan ma mara jivan nu sachot varnan kari didhu.jo upar valo ek swapna puru karvani parvangi aape to gazal ni duniya ma bijo “mariz” peda thai jase…jata jata bas etlu j kahis k

    ” chitru chu taru nam muj hatheli par ” MARIZ ” ,
    vishwas mane mara mukaddar par nathi ….

  17. Morvika Makwana said,

    May 25, 2012 @ 12:39 PM

    ભાંગી નાખ્યું…તોડી નાખ્યું….ભુક્કો બોલાવી નાખ્યું….જબરદસ્ત ભઈ….!!!

  18. darshana said,

    May 6, 2013 @ 5:21 AM

    મિત્રો,
    હુ પન મરિઝ સહેબ નિ ફેન ચ્હુ મને એમનિ એ ગઝલ જોઇએ જેનિ એક પન્કતિ ” મારિ બધિ નમાજ મુસલ્લ મા જ રહિ ગૈ” એ આખિ ગઝલ જોઇ એ ચ્હિએ. જો એમ થૈ શકે તો મને ખુબ આનન્દ થશે….

  19. siraj said,

    September 12, 2013 @ 3:51 AM

    My father is a big fan of marizsaab, though he is 78 years old still he knows most of the famous shers by heart.. Slowly Iam also getting attracted to gujarati poems & it is giving me immense pleasure going through some great gazals & shers by most talented gujarati shayars. We had the oppurtunity to host marizsaab at our residence once many years back.

  20. NIRALI SOLANKI said,

    February 20, 2016 @ 8:17 AM

    ‘MARIZ’ SAHEB NI GAZAL NI TO VAT J NIRALI CHHE

  21. Ajay Shreegod said,

    June 28, 2016 @ 11:38 PM

    Mariz khud Mariz tha..

  22. Lalji Sir said,

    October 7, 2016 @ 11:42 PM

    Hats off to Galib of Gujarati Literature ! Mariz is the backbone of Gujarati Gazal World !!!—Lalji Sir – General Secretary Of Gujarati Vichar Manch & Shri Mulund Gujarati Samaj & Gujarati Samaj Pratishthan.

  23. RAVIKUMAR RANA said,

    March 6, 2017 @ 12:17 AM

    HELLO!!!!!
    GOOD MORNING FRIENDS.
    HU PAN MARIZ SAHEB NO FAN CHU.HU PAN KAVITA LAKHU CHU.
    MATE MANE JANAVAVANO PRYASH KARASO KE HU MARI KAVITA NE LOKO SUDHI PAHONCHATI KEVI RITE KARI SAKU.
    HU GUJARATI UPARANT HINDI MA PAN KAVITA LAKHI LAU CHU.
    MARE MARI KAVITA AND SAYARI TAMARA BLOG PAR KAI RITE MOKALVA.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment