તું એવી રીતે આ સંબંધને ભૂલી ગયો, વ્હાલા
કે જાણે પાણીની ઉપર હવાએ પગલા ના પાડ્યા !
વિવેક મનહર ટેલર

પછી પગલામાં ચીતર્યાં સંભારણાં – માધવ રામાનુજ

પછી પગલામાં ચીતર્યાં સંભારણાં.
પહેલું અબોલાના ઓરડાનું અજવાળું, વળતાં ચીતર્યાં રે બંધ બારણાં.

ભીંત્યું ચીતરીને એમાં પૂર્યા ઉજાગરાનાં સોનેરી રૂપેરી રંગ,
પાણિયારું ચીતર્યું ને બેડામાં છલકાવ્યો ધગધગતો તરસ્યો ઉમંગ;
તોરણમાં લીલછોયા ટહુકાના સૂર અને હાલરડે આળેખ્યાં પારણાં.

ફળિયામાં આંબાનો ચીતર્યો પડછાયો ને ચીતર્યું કૂણેરું એક પાન,
ચીતરતાં ચીતરતાં ચીતર્યાં ઝળઝળિયાં ત્યાં નજરનું ખરી ગયું ભાન;
કાળજામાં કોરાતી જાય હજી કૂંપળ ને ઉંબરમાં અમિયલ ઓવારણાં.

– માધવ રામાનુજ

 

7 Comments »

  1. વિવેક said,

    May 26, 2022 @ 10:53 AM

    વાહ… કેવું મજાનું ગીત!

    ગાવા-ગણગણવા-માણવાની મજા પડે એવું…

  2. pragnajuvyas said,

    May 26, 2022 @ 9:57 PM

    કવિ અને ચિત્રકાર શ્રી માધવ ઓધવદાસ રામાનુજનાં અક્ષરનું એકાંત અને અનહદનું એકાંત એમના અન્ય કાવ્યસંગ્રહો છે.આ ગીતો-કાવ્યો જુદા જુદા સ્તરના ભિન્નરુચિ ભાવકો બબ્બે દાયકાથી માણતા રહ્યા છે એ એક ઉલ્લેખનીય બાબત છે. તેમની ગીતરચનામાં એવું સત્વ છે, એવી કેટલીક સિદ્ધિ છે કે જેના કારણે હવે પછીની પેઢીઓ પણ એની અનેક ગીતરચનાઓ ઉલટથી માણશે, ગાશે ને પ્રમાણશે.
    કાવ્યરચનાઓનાં સંગ્રહ તેમમાં મુખ્યત્વે પરાંપરિત લય-ઢાળોના આધારે લખાયેલી પ્રણય-વિરહ વગેરે ભાવોને નિરૂપતી ગીત-સ્વરૂપની કૃતિઓ છે. ગ્રામીણ-તળપદા ભાવો તથા રાધા-કૃષ્ણ જેવા પરિચિત સંદર્ભોની રજૂઆત થયેલી છે. ઉપરાંત સૉનેટ, ગઝલ, અછાંદસ, મુક્તક વગેરે સ્વરૂપની પણ કેટલીક રચનાઓ અહીં છે. આ મજાનું ગીત મધુર સ્વરમા માણો…
    સંભારણાં – માધવ રામાનુજ | ટહુકો.કોમhttps://tahuko.com › …· Translate this page
    Mar 22, 2022 — કવિ : માધવ રામાનુજ સ્વરાંકન : અમર ભટ્ટ … પછી પગલામાં ચીતર્યાં સંભારણાં …

  3. praheladbhai prajapati said,

    May 27, 2022 @ 6:22 AM

    ચિત્રમાં ચીતરતાં રહીએ અમે માધવ નામે માણસ
    ,,,,,,પ્રહલાદભાઈ પ્રજાપતિ ,
    (સામામીશ વોશિંગ્ટન યુ એસ એ )

  4. હરીશ દાસાણી.મુંબઈ said,

    May 27, 2022 @ 9:03 AM

    ખૂબ સુંદર ઊર્મિગીત

  5. Vineschandra Chhotai 🕉 said,

    May 27, 2022 @ 11:40 AM

    ઉત્તમ કૃતિ
    ઉત્તમ કવિ

    બહુજ સરસ ગીત

    અભિનંદન ♥️

  6. ગૌતમ said,

    May 27, 2022 @ 3:04 PM

    બળકટ રચના… અને વ્યાપ … વ્યોમ સમો ..!

  7. Lata Hirani said,

    June 9, 2022 @ 2:14 PM

    અમે ગીતના લેીધા ઓવારણા

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment