શહેરનો ઈતિહાસ થઈને રહી ગયા,
ગામનો વડલો અને ઝૂલો હવે.

જાતને સળગાવવી એ શક્ય છે,
કેમનો સળગાવવો ચૂલો હવે ?
અંકિત ત્રિવેદી

ફાગુનું ફટાણું – રમેશ પારેખ

એન્ની માનું કોરું નહીં જાય કોઈ બાકી
કે ખાખરાએ ડાળીઓની પીચકારી તાકી
ને ઢોલ હાળા ધકામૂકી ધકામૂકી થાય…

છોક્કરીને આંબો પાક્યાનો ભાર લાગે
છોક્કરીને વાયરો ય અણીદાર લાગે
છોક્કરીને રોણું ય વારવાર લાગે

છોક્કરીને શમણાં લઈ જાય ક્યાંક હાંકી
ને ગીત હાળાં ધકામૂકી ધકામૂકી થાય…

છોક્કરાની જીભમાં જ પડી ગઈ આંટી
છોક્કરાની ઉભડક ને ઉફરી રુંવાટી
છોક્કરાની ગોટમોટ નીંદર ગૈ ફાટી

છોક્કરાના લમણાંમાં ખાકટીઓ પાકી
ને લોહી હાળાં ધકામૂકી ધકામૂકી થાય…

– રમેશ પારેખ

‘લયસ્તરો’ તરફથી સહુ કાવ્યરસિક મિત્રોને ધૂળેટીની રંરી શુભેચ્છાઓ…

ફાગણની વાત જ અલગ અને એય વળી જો ફટાણું હોય તો એમાં ગોળથીય મીઠ્ઠી લાગે એવી ગાળ પણ આવવાની જ. ખાખરાના કેસરી રંગમાં ર.પા.ને રંગભરી પીચકારીઓ નજરે ચડે છે. આખું ગીત ફાગણનો ફાટ-ફાટ વૈભવ અને યૌવનના ઉંબરે ઊભેલા છોકરા-છોકરીની પ્રણયાસિક્ત સંવેદનાઓ ને એવી રમતિયાળ ઢબે રજૂ કરે છે કે વાંચતા-વાંચતા જ રમવા દોડી જવાનું મન થાય…

9 Comments »

  1. ઊર્મિ said,

    March 10, 2009 @ 9:56 AM

    અરે વાહ… આ તો ખૂબ જ મજાનું ગીત…

    ‘એક ખોબો ઝાકળ’ નાટકમાં આ ગીત નયનભાઈ દેસાઈની અનોખી અદામાં સાંભળવાની ખૂબ જ મજ્જા આવી હતી.. ખાસ કરીને ‘ધકામૂકી ધકામૂકી થાય’ શબ્દોએ એમની અદા સાથે સૌને ખૂબ જ હસાવ્યા હતા…

    લયસ્તરોને પણ હોળીની રંગભરી શુભેચ્છાઓ…!

  2. pragnaju said,

    March 10, 2009 @ 1:07 PM

    હોળીના તહેવારોમા ફટાણાની મોજ તો ઔર
    છોક્કરીને આંબો પાક્યાનો ભાર લાગે
    છોક્કરીને વાયરો ય અણીદાર લાગે
    છોક્કરીને રોણું ય વારવાર લાગે

    છોક્કરીને શમણાં લઈ જાય ક્યાંક હાંકી
    ને ગીત હાળાં ધકામૂકી ધકામૂકી થાય
    વાહ
    હજારો વર્ષોથી મઝાના ફટાણા રચાય !
    જ્વરી વા.બ્ધિં શોષયિતું, મોદકાન્ પરિખાદિતુમ્
    શ્રદ્ધાલુર્ અનુવર કો, મનસા કેન નન્વસૌ.”
    તોયાનાં ચાતક ઇવ, ધનાનાં ઇવ યાચક: ;
    પૂગાનાં શ્રાદ્ધ્યો..નુવરો, મનસા કેન નન્વસૌ.”
    હૈયંગવીર્નપિંડસ્ય, બિડાલ ઇવ લમ્પટ: ;
    શ્રાદ્ધશ્ચૂર્ણસ્યાનુવરો,મનસા કેન નન્વસૌ.

    હોળીમામ ખોટું લગાવવાની નો સહી

  3. ધવલ said,

    March 10, 2009 @ 9:11 PM

    ર.પા. જ લખી શકે એવું મસ્તીભર્યું ગીત !

  4. meena said,

    March 10, 2009 @ 11:14 PM

    મઝા આવિ. પણ ગુજરાતી સ્ક્રિપ્ટ ડાઊનલોડ ના કરી શકી.

  5. jyoti said,

    March 11, 2009 @ 10:42 AM

    અરે ખુબ જ સરસ વાત કહિ કવિ એ અહિ

  6. varsha tanna said,

    March 12, 2009 @ 7:43 AM

    આટલી રંગીન હોળીમાં ખૂબ મજા આવી.

  7. sudhir patel said,

    March 12, 2009 @ 5:30 PM

    ફાગુનું અદભૂત ફટાણું! ફરી ફરી માણવાની મજા આવે એવું.
    સુધીર પટેલ.

  8. Pinki said,

    March 13, 2009 @ 5:25 AM

    ર.પા.ને વખાણ્યા વિના નહીં રહે કોઈ બાકી ….
    ને તેના ગીતોમાં શબ્દોની ધકામૂકી ધકામૂકી થાય.

    હોલી મુબારક !!

  9. DWAIPAL said,

    April 24, 2010 @ 6:55 AM

    simply sexy. great boss.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment