સ્વપ્નનાં પાણી ભરાયાં વ્હાણમાં,
તું હવે આ છેદનું કારણ ન પૂછ.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

ત્રિપદી – મૂકેશ જોષી

એક જાદૂગર કશું તો આંખમાં આંજી ગયો
પાસનું પણ ના કદી જોઈ શકું હું દિવસે
આગિયાની રોશનીમાં ઉપનિષદ વાંચી ગયો

*

ક્યા કવિના શબ્દોથી ભીંજાતી’તી
મને ડાયરી વિના પઠન પણ ન ફાવે
કોયલ ત્યાં તો મોંઢે ગીતો ગાતી’તી

*

બાળ-શિક્ષણના પ્રથમ શ્વાસે જ લ્યો હાંફી જતા
હાથ બદલાવ્યા છતાંયે માંડ દફતર ઊંચકે
મમ્મી જેવી મમ્મીના પણ હાથ બે થાકી જતા

*

સાથ રહીશું મંત્ર ભણવાના નથી
ઊજવે છે મધુરજની છતાં
પંખીઓ ક્યારેય પરણવાનાં નથી

– મૂકેશ જોષી

ત્રણ લીટીમાં એક ફોટોગ્રાફની જેમ, જીંદગીના એક નાના ટુકડાને હંમેશ માટે કેદ કરી લેતી તાજગી અને ચમત્કૃતિ સભર ત્રિપદીઓ.

10 Comments »

  1. Jina said,

    March 3, 2009 @ 1:05 AM

    વાહ!!

  2. વિવેક said,

    March 3, 2009 @ 1:30 AM

    સુંદર…

  3. RAMESH K. MEHTA said,

    March 3, 2009 @ 2:00 AM

    મુકેશ જોશી શબ્દોના સ્વામિ અને શબ્દોના જાદુગર.

  4. pragnaju said,

    March 3, 2009 @ 7:27 AM

    એક જાદૂગર કશું તો આંખમાં આંજી ગયો
    પાસનું પણ ના કદી જોઈ શકું હું દિવસે
    આગિયાની રોશનીમાં ઉપનિષદ વાંચી ગયો
    વાહ્
    હર આગિયાની રૂહમાં સિતારા નથી હોત !
    સ્થાનનો ફરક અમથો, મૂળમાં તો અજવાળું
    તારકો શિખર સોહે, આગિયા તરાઇમાં.
    લો, શમા બુઝાવીને આપ પ્રજ્જ્વળી ઊઠો,
    જામ આ નહીં સૂઝે રોશની પરાઇમાં.

  5. kantilalkallaiwalla said,

    March 3, 2009 @ 10:53 AM

    You have said the best.

  6. Shah Pravinchandra Kasturchand said,

    March 3, 2009 @ 11:18 AM

    આપણે તો દિવસે પંખીઓને મધુરજની માણતાં જોયા છે.
    મૂક રહીને રાતે પંખીઓને માણતા જોઈ ગયા તે કોણ છે?

  7. pragnaju said,

    March 3, 2009 @ 12:47 PM

    ઊજવે છે મધુરજની છતાં
    પંખીઓ ક્યારેય પરણવાનાં નથી
    શ્રીપ્રકશાનીપંક્તીઓ પ્રમાણે ઘણાની માન્યતા છે…
    આપણે તો દિવસે પંખીઓને મધુરજની માણતાં જોયા છે.
    મૂક રહીને રાતે પંખીઓને માણતા જોઈ ગયા તે કોણ છે?
    …ના અનુસંધાનમા-Chorakee bird perform the nightly dance, together with the new couples. Even elderly birds perform the dance, and mate afterwards, which is often close to their death.

  8. Dr. Vinod said,

    March 6, 2009 @ 6:27 AM

    શબ્દોના જાદુગરને સલામ…..! ! !

  9. KIRANKUMAR CHAUHAN said,

    March 6, 2009 @ 9:07 AM

    મુકેશભાઇ, તમે તો ગીતો જેવી સંવેદના ત્રિપદીમાંય લઇ આવ્યા.ગમ્યું

  10. kedar said,

    March 7, 2009 @ 9:45 AM

    વાહ… ખુબ સરસ….
    ત્રિપદીમાં મૂળ મહત્વ ત્રિજી પન્ક્તિનું જ છે.
    એ પ્રથમ બે પન્ક્તિને કૈક જુદો જ વણાંક આપે છે.
    ગુલઝાર સાહેબે ખૂબ સુંદર ત્રિપદીઓ લખી છે.

    મારી ખુબ ગમતી એક અહિં ટાંકુ છું. હિન્દીમાં છે. ભાષા પ્રત્યેના વિષયાંતર ને બને તો ચલાવી લેજો…

    આઓ હમ સબ પહન લે આઈને…
    સારે દેખેંગે અપના હી ચેહરા…

    સબ કો સારે હસીં લગેંગે યહાં…..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment