બસ, એટલો સમય હું બીજાથી અલગ પડ્યો-
કાગળ, કલમ ને શબ્દની જે જે ઘડી હતી
- વિવેક મનહર ટેલર

વ્હાલાથી વેગળાં….- તુષાર શુક્લ

વ્હાલાથી વેગળાં થઈ રહેવાનું ભાગ્યમાં
સીતા કે રાધિકા કે મીરાં
વિરહની વેદનાને જીરવતાં શીખવ્યું કે
પ્રેમી ન હોય કૈં અધીરાં.

વિરહની આગ એ જ વ્હાલપનો બાગ
એમાં પ્રેમી તો મસ્ત થઈ મ્હાલે
પંચવટી, વૃંદાવન, મેવાડી ધરતી પર
ચાલે એ મનગમતી ચાલે
વ્હાલપનાં વારિ કૈં છીછરાં ન હોય
એ તો વહી રહ્યાં ગહન ગભીરાં…

મળવાની ઝંખના તો એનામાં જાગે
જે હોય એકબીજાંથી આઘાં
વેગળાં ન હોય એને ભેગાં શું થાવું ?
એને કેવાં વિઘન, શેની બાધા ?
સરયુ કે યમુનાનો કાંઠો કે બળબળતા
રણ કેરી રેતીને તીરાં !

– તુષાર શુક્લ

8 Comments »

  1. Pravin Shah said,

    July 2, 2019 @ 3:30 AM

    બહુ સરસ !
    કવિતા ખૂબ ગમી

  2. Rohit Kapadia said,

    July 2, 2019 @ 4:05 AM

    ‘વેગળા ન હોય એને ભેગા શું થાવું’ ખૂબ જ સુંદર વાત. ધન્યવાદ. કોઈકે કેટલું સુંદર કહ્યું છે – – યાદ તો એને કરવા પડે કે જે ભૂલાઈ ગયાં હોય.

  3. Bharat Gandhi said,

    July 2, 2019 @ 2:05 PM

    વાહ શ્રિ શુકલ્

    વ્હાલપનાં વારિ કૈં છીછરાં ન હોય
    એ તો વહી રહ્યાં ગહન ગભીરાં…

    અતિ સુન્દર ગહન રચના!

    આભિનન્દન્!

  4. Chitralekha Majmudar said,

    July 2, 2019 @ 11:44 PM

    Creation, full of emotions!..Thanks for a nice poem.

  5. MAHESHCHANDRA THAKORLAL NAIK said,

    July 3, 2019 @ 1:11 AM

    સરસ કવિતા, ખુબ સવેદનસભર શબ્દો, કવિશ્રીને અભિનદન, આપનો આભાર…..

  6. વિવેક said,

    July 3, 2019 @ 9:20 AM

    વાહ… ઉમદા કવિતા

  7. Indu Shah said,

    July 7, 2019 @ 1:28 PM

    વાહ વાહ ખૂબ સુંદર વિરહ કાવ્ય
    વેગળાં ન હોય એને ભેગાં શું થાવું ?
    એને કેવાં વિઘન, શેની બાધા ?
    સરયુ કે યમુનાનો કાંઠો કે બળબળતા
    રણ કેરી રેતીને તીરાં !
    અખૂટ શ્રધ્ધા અને ધીરજ સાથે રાહ જોવાની.

  8. dhiren joshi said,

    April 19, 2020 @ 6:34 AM

    અતિશય, લેખન ની પરાકાષ્ઠા છે આ રચના

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment